Atmadharma magazine - Ank 228a
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 38

background image
: ૮ : : બ્રહ્મચર્ય અંક :
કુમારિકા બહેનોએ) અસિધારા સમાન મનાતી મહાન પ્રતિજ્ઞા અંગીકાર કરી છે.
ક્ષણિક વૈરાગ્ય કે સ્વતંત્ર રહેવાની ધૂનથી બ્રહ્મચર્ય લેવું, એ જુદી વાત છે. અને વર્ષોના સત્સંગ
તથા અભ્યાસના પરિણામે આત્મહિતની બુદ્ધિથી પૂજ્ય ગુરુદેવની આત્માનુભવઝરતી વાણીનું સદા
સુધાપાન કરવાના ભાવથી તથા પૂજ્ય બેન શ્રી–બેનની કલ્યાણકારિણી છાયામાં નિરંતર રહેવાની
ભાવનાથી લેવામાં આવતું આ બ્રહ્મચર્ય એ જુદી વાત છે.
અહો! ધન્ય છે તે કાળ કે જ્યારે સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર ભગવંતો આ ભૂમિમાં વિચરતા હતા,
અને જ્યારે “त्यजाभ्येतत्सर्वं ननु नवकषायात्मकमहं मुदा संसार स्त्रीजनितसुखदुःखावलिकरम्।
महामोहान्धानां सत्तसुलभं दुर्लभतरं समाधौं निष्ठानामनवरतमानंदमनसाम्।” એમ કહીને જીવો
બ્રહ્માનંદમાં લીનતા પૂર્વક રાજપાટ તજી, સંસાર છોડી, ભાવમુનિ થઈ ચાલી નીકળતા હતા. અહો! ધન્ય
છે તે દશા કે જે દશામાં બ્રહ્મચર્ય સતત સુલભ–સુખમય–સાહજિક લાગતું અને અબ્રહ્મચર્ય અસિધારા
સમાન દુર્લભતર–અતિ દુઃખમય લાગતું! નમસ્કાર છે તે સહજાનંદમય મુનિદશાને!
આ હીન કાળમાં એવી સહજ આનંદઝરતી બ્રહ્મનિષ્ઠ મુનિદશાનાં તો દર્શન અત્યંત દુર્લભ થઈ
પડ્યાં છે. પરંતુ તે સહજ આનંદમય મુનિદશાનું નિરૂપણ કરનાર આત્માનુભવી જ્ઞાની પુરુષોનો યોગ
પણ અતિ વિરલ થઈ ગયો છે. ભાવપ્રધાનતા વિનાની શુષ્ક થોથાં જેવી ક્રિયાઓ જૈનશાસનમાં જડ
ઘાલીને બેઠી છે, જાણે કે ક્રિયાકાંડ તે જ જૈન ધર્મ હોય! આવા આ કાળમાં પરમ પૂજ્ય ગુરુદેવે
સહજાનંદમય આત્માનો અનુભવ કરી “જૈનધર્મ દર્શનમૂલક છે, અને મોક્ષમાર્ગ સહજાનંદમય છે, કષ્ટમય
નથી’ એવી જોરદાર ઘોષણા કરીને અનેક જીવોને આત્મદર્શનના પુરુષાર્થમાં પ્રેર્યા, અને તેના પરિણામે
જિનપ્રરૂપિત યથાર્થ સહજ મુક્તિમાર્ગ પ્રકાશિત થયો, તથા શાસ્ત્ર સ્વાધ્યાય–દેવભક્તિ–વૈરાગ્ય–
બ્રહ્મચર્યાદિ શુભભાવોમાં પણ નૂતન તેજ પ્રગટ્યું. જિનોપદિષ્ટ શીતળ અધ્યાત્મજ્ઞાનથી શૂન્ય જેવા
બળબળતા કાળને વિષે તીર્થધામ સોનગઢમાં અધ્યાત્મજળનો જોરદાર શીતળ ફુવારો ઊડી રહ્યો છે,
જેની શીતળ ફરફર–શીકર છાંટ સારા ભારતવર્ષમાં દૂરદૂરનાં અનેક નાનાં મોટાં ગામોમાં ફેલાઈને
અનેક સુપાત્ર જીવોને શીતળતા અર્પે છે. એ અધ્યાત્મ ફુવારાના શીતળ છાંટણાના પ્રતાપે જ, એ વિશાળ
અધ્યાત્મ–વડલાની શીતળ છાયાના પ્રભાવે જ આ બહેનોને આજીવન બ્રહ્મચર્યનો શુભ ભાવ પ્રગટ્યો
છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણનો
મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે, કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવો
અમારો આત્મ સાક્ષાત્કાર છે. નિશ્ચય કરી આ જ સત્સંગ–સત્પુરુષ છે એવો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો
હોય, તે જીવે તો અવશ્યે કરી પ્રવૃત્તિને સંકોચવી, પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે
તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા, જોઈને તે પરિક્ષીણ કરવા; અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ
થતો હોય, તો તે સ્વીકારવો.
નિરંતર સત્સંગ અને નિવૃત્તિના નિમિત્તભૂત બ્રહ્મચર્યને અંગીકાર કરી આ બહેનોએ જે વિરાટ
હિંમત બતાવી છે, તે માટે તેમને આપણા સૌના તરફથી ભાવ ભીના અભિનંદન છે; તેમણે તેમના
કુળને ઉજ્જવળ કર્યું છે, અને મુમુક્ષુ મંડળનું ગૌરવ વધાર્યું છે. તેઓ આત્મહિતમાં આગળ વધો.
આ દુર્લભ યોગમાં આપણે સૌએ તે જ એક જ્ઞાનાનંદમય પદ આસ્વાદવાયોગ્ય છે કે જ્યાં
વિપદાઓનો પ્રવેશ નથી, અને જેની પાસે અન્ય સર્વ સુરેંદ્ર–નરેંદ્રાદિ પદો અપદ ભાસે છે. જ્યાં સુધી એ
પદનો આસ્વાદ ન આવે, ત્યાં સુધી તે પદના આસ્વાદમાંથી ઝરતી પરમોપકારી ગુરુદેવની
કલ્યાણકારિણી શીતળ વાણીનું શ્રવણ મનન હો. તેમાં રહેલા ગહન ભાવોને સમજવાનો ઉદ્યમ હો, કે
જેથી નિજ પદ પામી અનંત દુઃખોને તરી જઈએ.