: બ્રહ્મચર્ય અંક : : ૯ :
તા ર સં દે શા
આ પ્રસંગે બહારગામથી લાડનુવાળા શેઠ વછરાજજી, તેમનાં ધર્મપત્નિ બેન મનફુલા બેન તથા શેઠ
કેસરીમલજી તથા તેમનાં ધર્મપત્નિ ધાપુબેન આવ્યા હતા. તે સિવાય મુંબઈ, દિલ્હી, ઈન્દોર, અમદાવાદ,
વાંકાનેર, મોરબી, રાજકોટ, પોરબંદર, જેતપુર, ગોંડલ, વઢવાણ, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, રાણપુર, બોટાદ,
ભાવનગર, ઉમરાળા, લાઠી, વીંછીયા વગેરે ગામોથી ઘણા મુમુક્ષુઓ ઉત્સાહ પૂર્વક ભાગ લેવા આવ્યા હતા.
અને બ્રહ્મચારી બેનોને અંતરથી ધન્યવાદ આપતા હતા. કેટલાક ભાઈઓએ બહેનોને જમાડી જુદી જુદી ભેટો
પણ આપી હતી.
આ પ્રસંગે બહાર ગામોથી તાર તથા પત્ર દ્વારા કુમારી બેનોને ધન્યવાદ આપતા અનેક સંદેશા આવ્યા
હતા. તેમાં કલકત્તા મંડળ, અમદાવાદ મંડળ, મુંબઈ મંડળ, જમશેદપુરથી શેઠ, નરભેરામ કામાણી, મદ્રાસ
મંડળ, અજમેર ભજન મંડળી, રાજકોટ સંઘ, શ્રીઈન્દ્રવીરપ્રસાદ જૈન–ધ્રાંગધ્રા, સુરેન્દ્રકુમારજી દિલ્હી, નેમીચંદજી
પાટની, આગ્રા, પંડિત નાથુલાલજી–ઈન્દોર વગેરે તરફથી આવેલ સંદેશા મુખ્ય હતા.
* * *
પંડિત શ્રી નાથુલાલજી જૈન, ઈન્દોર તરફથી આવેલ સંદેશો:– –
શ્રી પૂજ્ય સ્વામીજીની પાસે શ્રી દશ લક્ષણ પર્વના પ્રારંભ દિને એટલે કે ભાદરવા સુદ પ ના રોજ
સવારે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા ગ્રહણ કરનાર ૧૪ કુમારી બેનો પ્રત્યે હું હાર્દિક આદરભાવ પ્રગટ કરું છું.
બાળ બ્રહ્મચારી તીર્થંકર શ્રી નેમિનાથ તથા શ્રી પાર્શ્વનાથ પછી શ્રી મહાવીર સ્વામીનો આ તીર્થ કાળ
છે તથા બાળ બ્રહ્મચારી શ્રી પૂજ્ય કાનજીસ્વામીની અપૂર્વ વાણીનો પ્રભાવ છે કે જેમના આદર્શનું મૂર્તરૂપ
સૌરાષ્ટ્રના અનેક તરુણ બાળ બ્રહ્મચારી બંધુઓમાં દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. એ જ પ્રકારે બ્રાહ્મી, સુંદરી અને
રાજીમતીના આદર્શને કાર્યાન્વિત કરવાવાળી સોનગઢમાં રહેનારી ૨૦ બાળ બ્રહ્મચારી બેનો તથા
યુવાવસ્થામાં જ બ્રહ્મચર્ય અંગીકાર કરનાર અનેક દંપતી ભગવાન મહાવીરના તીર્થની પ્રભાવના કરીને તેને
સાર્થક બનાવી રહેલ છે. આજની આ ભૌતિકતા ઉપર નિઃસંદેહપણે આધ્યાત્મિકતાનો વિજય છે.
ધન્ય છે શ્રી પૂજ્ય સ્વામીજી
તથા
શ્રી પૂજ્ય બહેન શ્રી બેન!
* * *
શ્રી સુરેન્દ્રકુમારજી જૈન, દિલ્હી, તરફથી આવેલ પત્ર:– –
........ ધન્ય છે તે ભાવનાને કે જેના કારણે સંસાર સંબંધી ઈન્દ્રિય વિષયોને નાગિનીરૂપ સમજીને આ
જીવ સંસાર–દેહ સંબંધી અનુકૂળ સંયોગથી વિમુખ બનીને, નિજ જ્ઞાયક સ્વરૂપ તરફ મહા પ્રયાણ કરે છે.
પરમમૂર્તિ, પરમોપકારી, પરમપૂજ્ય, પરમપુનિત, અધ્યાત્મ યોગી, વીતરાગ ધર્મપથપ્રદર્શક, જ્ઞાનરૂપી
નેત્રોનું દાન આપનાર, ચૈતન્ય શક્તિને જાજ્વલ્યમાન કરનાર, જ્ઞાનામૃતપાન કરનાર, પરમ દયાળુ શ્રી
ગુરુદેવનો તો અનેક ભવ્ય જીવો પર અનેકાનેક અપૂર્વ ઉપકાર છે. આ પંચમ કાળમાં ભરતક્ષેત્રમાં–સાક્ષાત્
તીર્થંકર ભગવાનના વિરહ કાળમાં તેમનો વિરહ ન લાગે તેનું શ્રેય પૂજ્ય ગુરુદેવને ફાળે જાય છે, તેમના
પ્રત્યે કયા શબ્દોમાં આભાર વ્યક્ત કરું! જે રીતે સૂર્ય સ્વયં પ્રકાશિત હોય છે અને જગતના અનેક પદાર્થોને
પણ સાથે સાથે પ્રકાશિત કરે છે તે રીતે પૂજ્ય ગુરુદેવ