શેઠ વછરાજજી તથા શેઠાણી મનફુલાબેન સહિત બ્રહ્મચારી બેનો
જમણી બાજુએ ત્રણ બ્રહ્મચારી બેનો બેઠી છે. ડાબી બાજુએ ત્રણ બ્રહ્મચારી બેનો બેઠી છે. વચમાં
નાની બાળા છે, તે શ્રી કેસરીમલજીની દીકરી છે.
ત્યાર પછીની પંક્તિમાં જમણી બાજુ (૧) શેઠ વછરાજજી ગંગવાલ લાડનુવાલા, (૨) શેઠાણી
મનફુલા બેન, (૩) પૂજ્ય ભગવતી બેન શાંતાબેન, (૪) પૂજ્ય ભગવતી બેન શ્રી ચંપાબેન, (પ) શેઠ
કેસરીમલજીનાં ધર્મપત્ની બેન ધાપુબેન, (૬) શેઠ કેસરીમલજી, જોધપુરવાળા, જે શેઠ વછરાજજીના મિત્ર છે.
પાછળ ચૌદ બ્રહ્મચારી બેનો ઊભી છે.
શેઠ વછરાજજી તથા શેઠાણી મનફુલાબેન પાંચ વરસ પહેલાં, પ્રથમ સોનગઢ આવેલાં, ત્યારે માત્ર
ચાર દિવસ પૂજ્ય ગુરુદેવનો ઉપદેશ સાંભળીને પ્રભાવિત થયા. અને ત્યાર પછી શ્રી ગોગીદેવી શ્રાવિકા
બ્રહ્મચર્ય આશ્રમ બંધાવવામાં આવ્યો ને તેનું ઉદ્ઘાટન સંવત ૨૦૦૮ માં કર્યું હતું.
શેઠ વછરાજજીને ધર્મપ્રેમ છે, આશ્રમની બેનો તરફ લાગણી છે. તેઓ દશ લક્ષણી પર્વમાં સોનગઢ
આવેલ છે. પૂજ્ય ગુરુદેવને સમ્મેદશિખરજી વગેરે તીર્થધામની યાત્રા કરવા ખાસ વિનંતી કરી રહ્યા છે, અને
પોતાનાં ગામ કલકત્તા તથા લાડનુ પધારવા ખાસ વિનંતી કરે છે. આખા હિન્દુસ્તાનમાં બધાને પૂજ્ય
ગુરુદેવની વાણીનો લાભ મળે–એમ ઈચ્છે છે.
શેઠ વછરાજજી તથા તેમનાં ધર્મપત્ની મનફુલાબેન પૂજ્ય ગુરુદેવના સમાગમ અર્થે સોનગઢ
અવારનવાર આવે છે.