૨૪)
શ્રી ગોગીદેવી દિગમ્બર જૈન શ્રાવિકા–બ્રહ્મચર્યાશ્રમ
શ્રાવિકા બ્રહ્મચર્યાશ્રમનું ઉદ્ઘાટન વીર સંવત ૨૦૦૮ ના માહ, સુદ પ ના રોજ થયું છે, એટલે આજે
તેને ચાર વરસ પૂરા થયાં છે, ને પાંચમું વરસ ચાલે છે. આ આશ્રમ લાડનુવાળા શેઠ વછરાજજીનાં ધર્મપત્ની
ગોગીદેવીના સ્મરણ અર્થે બાંધવામાં આવેલ છે. આ આશ્રમમાં પૂજ્ય ભગવતી બેન શ્રી ચંપાબેન તથા પૂજ્ય
ભગવતી બેન શાંતાબેન જેવા પવિત્ર આત્માઓની મંગલ છાયામાં મુખ્યપણે બાલબ્રહ્મચારિણી બેનો વગેરે
રહે છે.
રાત્રે પૂજ્ય ભગવતી બેનો શાસ્ત્રવાંચન આશ્રમમાં સ્વાધ્યાય શાળાના હોલમાં અથવા બહારના
ઓટલા ઉપર કરે છે. બહારગામથી મેમાનો આવ્યા હોય, ત્યારે ઘણી સંખ્યામાં બેનો વાંચનનો લાભ લ્યે છે.
પૂજ્ય ભગવતી બેનોનાં જ્ઞાન, ભક્તિ અને પવિત્રતાને લીધે આશ્રમ ઘણો દીપે છે. બહારગામથી ઘણા
માણસો આશ્રમ જોવા આવે છે, ને આશ્રમની દરેક પ્રકારની પ્રવૃત્તિ જોઈને હર્ષિત થાય છે. અત્રેના શ્રી
માનસ્તંભજીના પંચ કલ્યાણક પ્રસંગે ઘણા ભાઈઓ તથા બેનોએ આશ્રમની મુલાકાત લીધી હતી.
કલકત્તાવાળા શેઠ તુલારામજી શેઠ ગજરાજજી, દિલ્હીવાળા શેઠ રાધકીસનજી, પંડિત જુગલકિશોરજી, પંડિત
મખનલાલજી દિલ્હીવાળા, પંડિત બાબુલાલજી, ફીરોજાબાદવાળા શેઠ છદામીલાલજી, મુંબઈવાળા શેઠ ચંદુલાલ
કસ્તુરચંદ, રતિલાલ કસ્તુરચંદ કલકત્તાવાળા શ્રી મોહનલાલજી પાટની વગેરે ઘણા ગૃહસ્થોએ આશ્રમની
મુલાકાત લીધી હતી. આશ્રમની પ્રવૃત્તિ જોઈ તેઓ ખુશ થયા હતા.
_________________________________________________________________________________
(સમય પ્રિન્ટરી–સુરેન્દ્રનગર)