Atmadharma magazine - Ank 229
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 25

background image
કારતક: ૨૪૮૯ : ૯ :
ન થવા દે પણ સર્વજ્ઞ વીતરાગ કથિત તત્ત્વાર્થોને જેમ છે તેમ બરાબર માને, અને તેનાથી વિરુદ્ધનો
જરાય આદર ન કરે. ત્રણેકાળ સર્વ દ્રવ્યો અને તેના ગુણ પર્યાયોનું સ્વતંત્રપણું છે, દરેક વસ્તુ સ્વપણે
છે, પરપણે નથી, પરનાઆધારે નથી. પરદ્રવ્ય–ક્ષેત્ર–કાળ અને પરભાવ જેવા મળે તેવું થવું પડે–તેની
અસર, મદદ, પ્રભાવ પડે છે એમ માને નહીં, કર્તાપણાનું લૌકિક વ્યવહાર કથન અને એવો રાગ આવે
પણ શ્રદ્ધામાં એવા સર્વ વ્યવહાર કથનને એ એમ નથી પણ નિમિત્તથી કથન કરવાની એવી રીત છે,’
વસ્તુ તો દ્રવ્ય–ગુણ–પર્યાયથી સ્વતંત્ર જ છે, પરતંત્ર નથી. એક દ્રવ્ય બીજાનું કાંઈ કરી શકે નહીં એમ
દ્રઢપણે જાણે છે.
શુભ રાગથી–વ્યવહારથી પરમાર્થ ધર્મ ત્રણ કાળમાં થઈ શકે નહી. એ સિદ્ધાંતમાં દ્રઢ નિશ્ચયવંત
હોવાથી તેનાથી વિરુદ્ધની વાતમાં જરાય મૂઢતા થવા દેતો નથી. તેથી સમ્યગ્દ્રષ્ટિને અમૂઢત્વ ગુણ હોય
છે, તેમાં સ્વાશ્રય ભાવથી નિર્જરા થાય છે, તે નિશ્ચય અમૂઢત્વ છે, અને એ જાતનો શુભભાવ તે
વ્યવહાર અમૂઢત્વ અંગ છે.
લોકમૂઢતા તથા દેવ, ગુરુ અને શાસ્ત્રના સંબંધમાં મૂઢતા થવા ન દે તે બાબત મોક્ષમાર્ગ પ્રકાશક
ગ્રંથમાં બહુ સ્પષ્ટ વર્ણન છે. સતી દ્રૌપદીને પાંચ પતિ માને છે તે હોઈ શકે નહીં. નિર્ગ્રંથ મુનિપદ સ્ત્રીને
તથા વસ્ત્રધારીને હોય નહીં.
સર્વ વીતરાગ અર્હંત દેવને ૧૮ દોષ હોતા જ નથી, તેને વળી આહાર પાણી, રોગ, ઉપસર્ગ, દવા
ખાવી તથા જ્ઞાન દર્શનનો ઉપયોગ ક્રમે ક્રમે જ હોવાનું માનવું એવું માને મનાવે તો એવું છે નહીં.
સર્વજ્ઞ તો તે કાળના મનુષ્યોનું વિશિષ્ટ બુદ્ધિવાન હશે પણ ત્રણ કાળવર્તી સમસ્તને એકસાથે જાણે,
અનાદિ અનંતને જાણે એવા સર્વજ્ઞ ન હોય, અથવા સર્વજ્ઞ નિશ્ચયથી આત્માને જ જાણે, પરને જાણે તે
વ્યવહાર અસત્ય છે એમ સર્વજ્ઞનું સ્વરૂપ અન્યથા કહે, તેનું કથન જ્ઞાની માને નહી, સર્વજ્ઞ ભગવાન
પરને જાણે છે પણ પરમાં તન્મય થઈને જાણતા નથી માટે તે વ્યવહાર કહેવામાં આવે છે પણ સમસ્ત
પરજ્ઞેયો સંબંધી જ્ઞાનએટલે સ્વપર પ્રકાશક પણે જ્ઞાનની પર્યાય તે નિશ્ચય જ છે.
(પ) ઉપગૂહન–પોતાના આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે નિજ શુદ્ધાત્માના અવલંબનના બળથી
પોતાની શક્તિ વધારે દોષોને ગૌણ કરે, એકાંતવાદથી દૂષિત કોઈ વાતનો આદર થવા ન દે. એમાં
પરિણામોની સ્વાશ્રયના બળથી શુદ્ધિ થવી તે નિશ્ચય ધર્મ અંગ અનેઅન્ય સ્વધર્મી જીવના દોષ
છૂપાવવા. કોઈના દોષ ઉઘાડા ન કરવા તે વ્યવહાર ઉપગૂહન છે અને પોતાના ગુણ ન ગાવા અને
વ્યવહાર મોક્ષમાર્ગની પ્રવૃત્તિ વધારવી એવા શુભભાવને વ્યવહાર ઉપબૂહન કહે છે.
શુભભાવને વધારવો એ તો ઉપદેશરૂપ વચન છે. એનોઅર્થ જ્ઞાનની વૃદ્ધિનો પુરુષાર્થ વધારવો
એમ છે. રાગ વધારવો એમ વજન નથી. અશુભથી બચવા માટે શુભભાવ કરવો એમ વ્યવહારનયના
કથનમાં આવે, બાકી શુભરાગને કાળે શુભ આવે જ છે. પાંચ મહાવ્રત પાળું, બીજાનો પાળે અને
અતિચાર દોષ ટાળો, એમ ઉપદેશનો રાગ આવે છે આવો રાગ કરું, લાવું એમ માનતો નથી. જ્ઞાનીને
ભેદજ્ઞાન તો નિરંતર છે કે રાગ મારું સ્વરૂપ નથી, હિતકર નથી, કર્તવ્ય નથી, છતાં અમુક ભૂમિકામાં તે
જાતનો રાગ આવ્યાવિના રહેતો નથી.
(૬) સ્થિતિકરણ– સ્વરૂપની શ્રદ્ધા, સ્વાવલંબી જ્ઞાન અને શાન્તિથી ચ્યુત થતાં પોતાના
આત્માને સ્વરૂપમાં સ્થાપવો તે નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાર્ગથી ચ્યુત થતા આત્માને સ્થિર કરવો તે
વ્યવહાર સ્થિતિકરણ છે. તેમાં વીતરાગભાવ તેટલો જ ધર્મ છે. રાગ બાકી રહ્યો તે ધર્મ નથી–એવા
સ્પષ્ટ ભેદને જ્ઞાની જાણે જ છે. શ્રદ્ધામાં હેય–ઉપાદેયની સૂક્ષ્મતામાં