Atmadharma magazine - Ank 229
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 25

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૨૯
પ્રમાદવશ ભૂલ ન થવા માટે સાવધાન રહે છે છતાં જરા અસ્થિર થાય તો સ્વ–પરને સ્થિર કરે અર્થાત્
એવો રાગ આવે.
પ્રશ્ન– બીલાડીને દૂધ પાવું, ભૂખ્યાને દેવું તે સ્થિતિકરણ અંગ છે કે નહીં?
ઉત્તર– ના, પણ તેઓ પ્રત્યે અનુકંપાનો નિષેધ નથી. જ્ઞાનીને એવો શુભરાગ આવે પણ તેને
ધર્મના અંગ તરીકે ન માને.
(૭) વાત્સલ્ય–પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ અર્થાત્ મારે માટે મારો આત્મા જ ઈષ્ટ
છે. ધ્રુવ છે, આધારરૂપ છે, અન્ય કોઈ નહીં એવી દ્રઢતા સહિત ચિદાનંદસ્વરૂપનો ગાઢ પ્રેમ તે નિશ્ચય
વાત્સલ્ય છે. ધર્માત્મા સાધર્મીઓ પ્રત્યે વિશેષ અનુરાગ તે વ્યવહાર વાત્સલ્ય છે.
અશંપણે નિશ્ચય મોક્ષમાર્ગ વિના વ્યવહાર મોક્ષમાર્ગ હોતો જ નથી. ચોથા ગુણસ્થાનથી જ
અનંતાનુબંધી કષાયના અભાવરૂપ સ્વરૂપાચરણ ચારિત્ર છે ને અંશે જઘન્ય મોક્ષમાર્ગ છે તે નિશ્ચય
વાત્સલ્ય છે અને ધર્માત્મા સાધર્મી જૈનધર્મી પ્રત્યે નિસ્પૃહ પ્રેમ હોવો ઈર્ષા દ્વેષ ન હોવો તે વ્યવહાર
વાત્સલ્ય છે.
(૮) પ્રભાવના–આત્માના જ્ઞાનગુણને પ્રકાશિત કરે, પ્રગટ કરે. નિશ્ચય પ્રભાવના તો પોતાના
શુદ્ધ ચૈતન્યના આશ્રયવડે નિર્મળ શ્રદ્ધા, જ્ઞાન અને શુદ્ધતારૂપ ચારિત્ર પ્રગટ કરવું તે છે તથા બીજાઓ
સર્વજ્ઞ વીતરાગનું સ્વરૂપ–સાચાદેવ, ગુરુ, ધર્મનું સ્વરૂપ સમજે અને ધર્મનો મહિમા વધે એ જાતનો
શુભરાગ [ધર્મીજીવને] ભૂમિકાનુસાર આવ્યા વગર રહે નહીં અને એમ જે નથી માનતા તે મિથ્યાદ્રષ્ટિ
છે તથા શુભરાગથી સંવર નિર્જરા [–ધર્મ] માને તો પણ મિથ્યાદ્રષ્ટિ છે.
સમ્યગ્દ્રષ્ટિ પોતાને નિશ્ચયશુદ્ધતા, વીતરાગતાથી જ શોભામાને છે અને બહારમાં જિનમંદિર,
રથયાત્રા, પૂજા પ્રભાવના કાવ્યશક્તિ, ઉપદેશ તથાશાસ્ત્રોના પ્રચારદ્વારા ધર્મ પ્રભાવનાનો ભાવ આપે
તે વ્યવહાર પ્રભાવના છે નીચે નિર્વિકલ્પતા વધારે વખત ટકે નહીં તેથી શુભભાવ આવે છે પણ જેઓ
શુષ્ક જ્ઞાની છે તેઓ અશુભથી બચવા શુભભાવનો નિષેધ કરે અને પ્રમાદી થાય તે તો પાપ જ બાંધે
છે. પંચાસ્તિકાય શાસ્ત્રમાં નિશ્ચયભાસીને એકેન્દ્રિય વૃક્ષ સમાન કહ્યા છે. –મનમાં શુદ્ધ ચિંતવન જેવું
માની પ્રમાદમાં મસ્ત થઈ પડ્યા રહે અનેમાને કે અમને આત્માનું નિર્વિકલ્પ ધ્યાન છે તેને અભિમાન
તો વધેલું જ હોય છે તેથી તેને દેવ, ગુરુ, ધર્મનો પ્રેમ તથા વિનય, પૂજા–ભક્તિનો ઉત્સાહ હોતો નથી.
નિશ્ચયનું ભાન અને અનુભાવ હોય તેને પણ નીચલી દશામાં વ્યવહાર શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર
સંબંધી પ્રભાવનાનો શુભભાવ આવે જ છે.
આમાં આઠ નિશ્ચય અંગ કહ્યા છે તે તેના પ્રતિપક્ષી દોષોવડે જે કર્મ બંધ થતો હતો તેને થવા
દેતા નથી. ચારિત્રની નબળાઈ વશે અલ્પ દોષ થાય છે તો પણ નિત્ય નિર્દોષ સ્વભાવના સ્વામીત્વના
જોરથી તેનું સ્વામીત્વ તથા કોઈપણ દોષનો આદર થવા દેતો નથી. તત્ત્વથી, મોક્ષમાર્ગથી વિરુદ્ધ વાતનો
સ્વપ્નામાં પણ આદર થતો નથી પણ નિષેધ વર્તે છે તેથી સમ્યગ્દ્રષ્ટિને નિરંતર નિર્જરા જ થાય છે કેમકે
અજ્ઞાન દશામાં થવા યોગ્ય એવો નવો બંધ તો થતો જ નથી, ચોથા ગુણસ્થાનથી ૪૧ પાપ પ્રકૃતિનો
બંધ ક્્યારે પણ થતો નથી; કારણ કે મુખ્ય બંધન અને પાપ તો મિથ્યાત્વની ભૂમિકામાં થાય છે.
જ્ઞાનીને નિરંતર જ્ઞાન ચેતનાનું સ્વામીત્વ અને મુખ્યતા હોવાથી અજ્ઞાન ચેતના–કર્તા ભોકતારૂપ
વિકલ્પ, તેનું સ્વામીત્વ અને ભાવના નથી.
અહીં સમયસારમાં નિશ્ચય પ્રધાન કથન હોવાથી વ્યવહાર આઠ અંગનું વર્ણન ગૌણપણે કરેલ
છે. ધર્મની ભૂમિકાનુસાર ઉચિત નિમિત્તપણે કઈ જાતનો રાગ હોય તે બતાવવા માટે નિમિત્તની
મુખ્યતાથી કથનહોય છે પણ નિમિત્તની મુખ્યતાથી પણ કોઈવાર આત્મહિતરૂપકાર્ય થાય એ વાત ત્રણે
કાળે મિથ્યા છે.