રહિત ગુણ–ગુણીના ભેદ રહિત એવો ચૈતન્ય ચિંતામણિ હું છું એવા અનુભવ વડે અંતરનાં વિશ્રાંતિને
પામેલો હોવાથી ક્્યાંય પણ પરાશ્રયમાં આત્મહિત માનતો નથી. હું નિત્ય જ્ઞાનઘન સ્વભાવમાં છું,
પુણ્ય પાપ આસ્રવતત્ત્વમાં હું નથી–એમ સ્વભાવદ્રષ્ટિ, સ્વભાવજ્ઞાન અને સ્વસંવેદનના બળથી નિજ
રસમાં મસ્ત થયો થકો. અતીન્દ્રિય આનંદમાં મોજ કરે છે. અનાદિની મુર્છા–બેભાનપણું મટી નિજ
મહિમામાં સાવધાન થયો છે, તેથી બીજે ક્્યાંય પણ તેને આનંદ ભાસતો જ નથી. હું જ મોક્ષ છું, મારે
કાંઈ જોઈતું નથી. આમ સમકિતીને નિત્ય આનંદ સ્વભાવમાં સંતોષ વર્તતો હોવાથી, અજ્ઞાનદશામાં
બીજે આનંદ ભાસતો હતો, પરાશ્રય–વ્યવહારમાં હિત ભાસતું હતું તેનાકારણે નિરંતર મિથ્યાત્વાદિ પાપ
કર્મનું બંધન થતું હતું તેહવે ક્્યારે પણ થતું નથી. પણ સ્વભાવદ્રષ્ટિના જોરે શુદ્ધિની વૃદ્ધિરૂપ નિર્જરા
થાય છે.
ધામમાં એકરૂપની દ્રષ્ટિ સાથે ધારાવાહી જ્ઞાન જ્ઞાનનું જ કામ કરે છે રાગનું નહિ. જેમ પ્રકાશ પ્રકાશનું
જ કામ કરે. અંધારાનું નહીં તેમ આરીતે ધર્મી જીવને નિત્ય ધ્રુવસ્વાધીનતાની દ્રષ્ટિ થઈ તે દ્રષ્ટિ જ્ઞાન
અને સ્વરૂપ તરફની પરિણતિ ધ્રુવ ધારામાં થંભી, અંતર ઘરમાં વિશ્રાંતિ મળી તેથી–ધ્રુવ ચૈતન્યનાઆશ્રયે
અંતરમાં જ્ઞાનધારારૂપ સાધક ભાવ પરમ પદ મોક્ષને પુરુષાર્થ અનુસાર પ્રાપ્ત કરે જ છે.
એમાં શુભરાગ હોય તો પુણ્ય થાય, ધર્મ ન થાય પણ શુભરાગને ધર્મ માને તો અનંત સંસારનું કારણ
એવું મિથ્યાત્વ નામે મહાપાપ થાય. હિત અહિતકરી ભાવનું અજ્ઞાન તેકાંઈ બચાવ નથી.
જ્ઞાતા જ છું તેમાં દ્રષ્ટિ, જ્ઞાન અને તેનો આશ્રય તે ધર્મ છે, અને તેનાથી નિર્જરા છે. જ્ઞાનીને સાચા
દેવ–શાસ્ત્ર–ગુરુ પ્રત્યે બહુમાન તથા ભૂમિકાનુસાર રાગ આવે પણ તેને મોક્ષમાર્ગ માને નહીં ત્યારે
અજ્ઞાની પરાશ્રયથી ધર્મ માને છે. શાસ્ત્ર ભણ્યો હોય છતાં ઊંડે ઊંડે વ્યવહાર જોઈએ, નિમિત્ત જોઈએ,
એમ રાગમાં રુચિ કામ કરે છે તેથી તો વ્યવહારભાસી શુભરાગની ધમાલમાં પડ્યો છે અનેરાગમાં
રુચિવાળો સ્વચ્છંદી નિશ્ચર્યાભાસી પણ તેની મૂઢતામાં–અવિવેકમાં સંતોષ માનીને પડ્યો છે.