Atmadharma magazine - Ank 229
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 25

background image
કારતક: ૨૪૮૯ : ૧૩ :
અનંતગુણના સુખને ધારણ કરનાર
ચૈતન્ય રત્નાકાર
તા. ૩૦–૮–૬૨ સોનગઢ
સમયસારમાં ૪૭ શક્તિનું વર્ણન,
શક્તિવાન આત્મા ઉપર દ્રષ્ટિ દેવા માટે છે.

ભગવાન આત્માનું સુખ અંતરમાં છે, શરીર વાણી મન તથા વ્યવહાર વિકલ્પમાં સુખ નથી.
દરેક આત્મામાં અનાકુળતા સ્વરૂપ સુખ શક્તિ છે તે અવિનાશી આનંદદાતા છે. આત્મા સત્ શાશ્વત
વસ્તુ છે, તેમાં જ્ઞાન આદિ શક્તિ સાથે આનંદ શક્તિ પણ છે. અનંત આનંદમય શાશ્વત આત્મા ઉપર
દ્રષ્ટિ દેતાં પર્યાયમાં દુઃખ છે તેનો નાશ થઈ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેમાં આનંદ વ્યાપે છે તેને સમ્યગ્દર્શન
અને સમ્યગ્દઆનંદ કહેવામાં આવે છે. સુખ દરેક ગુણનું છે– જ્ઞાનનું સુખ–દર્શનનું સુખ–વીર્યનું,
અસ્તિત્વનું, વસ્તુત્વનું એમ અનંતગુણનું સુખ એવા અનંતગુણના સુખને ધારણ કરનાર આત્માને
દ્રષ્ટિમાં લઈ તેમાં ઢળવું તેને સમ્યગ્દર્શન કહે છે, અનંતગુણોના ધરનાર આત્મા ઉપર અખંડ દ્રષ્ટિ થતાં
જ અનંતકાળમાં નહિ થયેલ સમ્યક્આનંદનો ઉત્પાદ, દુઃખરૂપ મિથ્યાત્વનો નાશ થાય છે આનું નામ
સમ્યગ્દર્શનરૂપ પ્રશંસનીય ધર્મ છે. કર્તા, કર્મ, કરણાદિ છએ કારક દરેક ગુણની પર્યાયમાં દરેક સમયે છે.
સ્વદ્રવ્યના આશ્રયે સુખ ગુણની આનંદ દશા પ્રગટ કરી તે દરેક ગુણની પર્યાયમાં સુખ પ્રગટ કરે છે.
અતીન્દ્રિય આનંદરૂપ કાર્યનું કારણ અનંતગુણનો ધારક આત્મા જ છે. શરીરની ક્રીયા કે શુભરાગરૂપ
વ્યવહારના કોઈ ભેદો સુખરૂપ કાર્યનું કારણ થતાંનથી. આમાં વ્યવહારની ઉપેક્ષા થઈ, વ્યવહારના
અભાવ–સ્વભાવરૂપ પરિણમતો આ આત્માજ સુખરૂપ થાય છે. તું જ દેવાધિદેવ છો. અનંતસુખનો
નિધિ આત્મા છે તેમાં જ્ઞાતાપણાની ધીરજથી ધ્યેયને પકડે તે ધીર સમ્યગ્દ્રષ્ટિ છે.
જ્ઞાનાનંદ લક્ષણથી પ્રસિદ્ધ અનંતગુણધામ આત્માને જાણ્યે–વેદ્યો એનું નામ સમ્યગ્દર્શન–
સમ્યગ્જ્ઞાન છે. પરથી, રાગથી નિરપેક્ષ અનંત શક્તિનો પિંડ આત્મા તેની રુચિ–જ્ઞાન અને તેમાં સ્થિર
થવું તેને મોક્ષમાર્ગ કહે છે. અહિ શક્તિવાનને બતાવી મોક્ષમાર્ગ સમજાવે છે, મોક્ષમાર્ગ તે કાર્ય છે તે
ક્યાંથી પ્રગટ થાય છે? અંદર શક્તિવાન એક ચૈતન્યસ્વરૂપમાં દ્રષ્ટિ અને એકાગ્રતાથી જ પ્રગટ થાય
છે, બીજા કોઈ ઉપાયથી તે પ્રગટ થતો નથી. ભગવાને પરાશ્રયથી ધર્મ થાય એમ કદી જોયું નથી.
અંતર્મુખ દ્રષ્ટિ વડે અંતર્મુખ થતાં અતીન્દ્રિય આનંદની લહેજત આવે તેની આગળ ઈન્દ્ર ઈન્દ્રાણીના
કલ્પિત સુખ સડેલા તૃણ જેવાં લાગે. ચૈતન્ય જાગતાં આનંદની ભરતી આવે છે, જેમ સમુદ્રના
મધ્યબિન્દુમાંથી ઉછાળો આવતાં કાંઠે ભરતી આવે છે તેમ પરથી ભિન્ન અનંતગુણની ભરપુર–
ચિદાનંદનો આદર કરી મહામધ્યસ્થ ચૈતન્યની દ્રષ્ટિ અંતર એકાગ્રતામાં ઉછાળે તો તેની પર્યાયરૂપી કાંઠે
અતીન્દ્રિય આનંદ ઉછળે છે. આમાં સાપેક્ષતા ક્યાં આવી? શક્તિવાનમાં સાવધાનપણે જોતાં પર્યાયમાં
સહજાનંદ ઉજળે છે તેને નિમિત્ત કે વ્યવહારનો ટેકો જરાય નથી; કેમકે ચૈતન્ય મહા પ્રભુજી પોતે જ
બેહદ–પૂર્ણ આનંદ શક્તિથીભર્યો પડ્યો છે. દુનિયા