: ૧૪ : આત્મધર્મ: ૨૨૯
સુખ માટે ઝાંવા નાખે છે, આમાંથી સુખ લઈ લઉ–ઉપવાસ કરૂં, વ્રતપાળું એમ રાગની વૃત્તિથી સુખ
લેવા માગે છે. રાગ તે ધર્મ નથી છતાં ધર્મ માને છે. તેઓ અધર્મમાં વાસ કરે છે. પ્રભુ! તારી લીલા
કોઈ બીજી જાતની છે. જ્ઞાનાનંદના પ્રેમની વહાલપમાં પુણ્ય અને નિમિત્તના પ્રેમની વહાલપનો નાશ
થયા વિના રહેતો નથી. પરાશ્રયનો પ્રેમ છોડયા વિના ભગવાન આત્માનો પ્રેમ નહિ આવે, અનંતગુણ
ભંડારની વહાલપ છોડી પુણ્યના શુભરાગના પ્રેમમાં પડ્યો છે તે વ્યાભિચારી છે. અરે! વ્રત, દયા, દાન,
ભક્તિમાં શુભરાગમાં લાભ માની રોકાણો તે મોટો વ્યભિચારી છે. શુભરાગને કરવા જેવો માને છે તે
રાગાદિનો અકર્તા જ્ઞાતાસ્વભાવી ભગવાનને ભૂલી ગયો છે–તેની દ્રષ્ટિમાંથી ખોવાઈ ગયો છે. આત્મા
રાગની સહાય વિનાનો અરાગી, એકલો આનંદમૂર્તિ છે, તેમાં દ્રષ્ટિવડે તેની પર્યાયમાં આનંદ ઉછળે છે
ત્યારે તેની સાથે જ્ઞાન તથા સુખગુણની પર્યાયો પણ અનંતગુણના રૂપ સહિત અનંતશક્તિવાનમાં
વ્યાપે છે, એવી અનંત શક્તિથી ભરપુર આત્માને અવલોકનમાં ગ્રહણ કર્યા કરે તેનું નામ ધર્મ છે.
લોકો સુખને ચાહે છે પણ સુખરૂપ થવું નથી, કેમકે દુઃખના ઉપાયને જ સુખનો ઉપાય માને છે,
પોતે માનેલા સુખ માટે શરીરને છોડીને સુખી થવા માગે છે, તેમાં એમ આવ્યું કે શરીર ન હોય તો પણ
એકલો સુખી થઈશ એમ માન્યું છે, જો કે તેની તેને ખબર નથી પણ એનો સિદ્ધાંત એવો નીકળે છે કે હું
શરીર આદિ પ્રત્યે મમતા છોડી જ્ઞાતામાત્ર છું તેવી સમતા ગ્રહણ કરીને એકલો સુખી રહી શકું છું.
શરીરને છોડ્યું ક્યારે કહેવાય કે દ્વેષ–દુઃખ ન થાય, તે ક્યારે ન થાય કે અસંયોગી જ્ઞાનાનંદ છું એમાં
દ્રષ્ટિને સ્થિરતા હોય તો દ્વેષ–દુઃખ ન થાય, દુઃખને છોડે છે એમ કહેવું તે પણ ઉપચાર છે. અશરીરી
જ્ઞાનાનંદ નિત્ય છું એવી અંદરમાં દ્રષ્ટિ દેતાં તેના આશ્રયે શાંતિ થાય–એ વિના વ્રત તપ ઉપવાસ કરે
તો કરો પણ તેનાથી જરાય મિથ્યાત્વાદિ દોષ મટતા નથી જેમ ભીખમંગા ખાવા ભીખ માંગે અને ન
આપે તો લોહી કાઢી ત્રાગા કરે તેમ દેહની ક્રિયાથી ધર્મ એટલે સુખ માગે તે ત્રાગા છે.
આત્મા તો અનંત જ્ઞાનાનંદનું ધામ છે તેની દ્રષ્ટિથી દોલત છે, પૂર્ણ સુખ સ્વભાવનો સત્કાર–
આદર, બહુમાન થયું ત્યાં તેની દશામાં એક ગુણનો આનંદ ઉછળે છે એમ નથી પણ અનંતગુણનો આનંદ
ભેગો ઉછળી આવે છે તેનું નામ ધર્મ છે, આ સિવાય બીજો કોઈ સત્ય રસ્તો નથી. મહાવિદેહક્ષેત્રમાં
સીમંધર પરમાત્મા પણ આને જ મોક્ષમાર્ગ કહે છે અનંતા તીર્થંકરો થઈ ગયા તેઓ પણ આજ મોક્ષમાર્ગ
કહી ગયા છે. નિરાકુલ સ્વભાવના લક્ષે આકુળતાનો વ્યય અને નિરાકુલતાની ઉત્પત્તિ થાય છે, તે વાત
તારા હાથમાં છે માટે પ્રસન્ન થા. મારી ચીજ રાગદ્વેષ મોહ, વિકલ્પ સંયોગ વિનાની સ્વાધીન છે, અખંડ
જ્ઞાન આનંદથી ભરપુર છે. તેની દ્રષ્ટિ કરી સ્વરૂપને પ્રસન્નતાથી નિહાળતાં જ અંતર્મુખ અવલોકતાં જ
પરમ આનંદ પ્રગટ થાય છે–એની સાથે અનંત શક્તિ ઉછળે છે એવા આત્માને ભજ. એવા આત્મા ઉપર
દ્રષ્ટિ કરી આનંદનો સ્વાદ અને પૂર્ણ સ્વરૂપનો આદર થયો તેને સમ્યગ્દર્શન કહે છે.
૪૭ શક્તિઓનું વર્ણન ભરતક્ષેત્રમાં સમયસાર વિના બીજે ક્યાંય નથી. તીર્થંકરના પેટ–મુખ્ય
નિધાન સમયસારમાં અને આત્મામાં છે. દ્રવ્યની મહત્તા, દ્રવ્ય દ્રષ્ટિનું વર્ણનઅહિં કેમ લીધું કે પરાશ્રયની
શ્રદ્ધા–મહત્તા છોડી એકરૂપ પૂર્ણ જ્ઞાનઘન અનંતશક્તિનો પિંડ આત્મા આવો છે તેની દ્રષ્ટિમાં સંભાળ
થતાં અપૂર્વ જ્ઞાન આનંદની પ્રાપ્તિ થાય એવો માર્ગ સ્પષ્ટપણે આ શક્તિઓ બતાવે છે, બહારમાં
દોડવાથી નહિ મળે, ઠર રે ઠર બીજેથી નહિ મળે.
વિર્ય – શક્તિ
વીર્ય શક્તિ:– આત્મ સામર્થ્ય બળ જે આત્મસ્વરૂપમાં નિર્મળ શ્રદ્ધા જ્ઞાન આનંદ આદિ સ્વ
સામર્થ્યની રચના કરે તેને વીર્ય શક્તિ કહે છે. પુન્ય પાપ શરીર રહિત આત્મા છે. તેમાં વીર્ય ગુણ શું
કામ કરે છે? અતીન્દ્રિયજ્ઞાનમય સ્વરૂપની રચના કરે છે અર્થાત્ તેમાં નિર્મળ શ્રદ્ધા જ્ઞાન સુખની રચના
કરે, પરંતુ શરીરની ક્રિયા, છ પર્યાપ્તિની રચના કરે તેઆત્માના વીર્યનું કાર્ય નથી.