કારતક: ર૪૮૯ : ૧૭ :
તથા, સ્વતંત્રતાથી શોભાયમાન
અસંકુચિત વિકાસત્ત્વશક્તિ ઉપર
પૂ. ગુરુદેવનું પ્રવચન. ભાદ્ર૦ સુદ પ સોનગઢ.
ઉત્તમ ક્ષમાદિ દસ ધર્મ તે વીતરાગ ભાવરૂપ ચારિત્ર આરાધનાના ભેદ છે, જે નિશ્ચય
સમ્યગ્દર્શન સહિત હોય છે.
શ્રી કાર્તિકસ્વામી નામે મહામુનિ ભાવલિંગી સંત હતા. તેમણે બાર અનુપ્રેક્ષા નામે ગ્રંથ લખેલ
છે, જેમાં સર્વજ્ઞ વીતરાગ કથિત દ્રવ્યાનુયોગની મુખ્યતા સહિત કરણાનુયોગ, પ્રથમાનુયોગ અને
ચરણાનુયોગની પદ્ધતિ છે.
આ ગ્રંથની ગાથા ૩૯૪ની ટીકામાં આટલું લખેલું મળી આવે છે કે ‘સ્વામી કાર્તિકેય મુનિ ક્રોંચ
રાજા કૃત ઉપસર્ગ જીતી દેવલોક પામ્યા’ , એ બાલબ્રહ્મચારી આચાર્યવર બે હજાર વર્ષ પહેલાં થઈ ગયા
એમ પણ કથન છે.
હવે પ્રથમ જ ઉત્તમ ક્ષમા નેધર્મ કહે છે–
केहिण जो ण तप्पदि सुरणर तिरएहिं कीरमाणेवि।
उवसग्गे वि रउदे तस्स खिमा णिम्मला होदि।।३९४।।
અર્થ:– જે મુનિ દેવ–મનુષ્ટ–તિર્યંચ (પશુ) અને અચેતન દ્વારા રૌદ્ર, ભયાનક, ઘોર ઉપસર્ગ થવા
છતાં પણ ક્રોધથી તપ્ત ન થાય તે મુનિને નિર્મળ ક્ષમા હોય છે.
અવિનાશી જ્ઞાનાનંદ સ્વરૂપને જ પોતાનું સ્વ એટલે ધન માનનાર સમ્યગ્દ્રષ્ટિ અને વીતરાગી
ચારિત્ર વંત મુનિ ગમે તેવા ઘોર ઉપસર્ગ દેખી સ્વરૂપથી ચ્યુત થતા નથી.
કોઈ પરદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ અનેકર્મનો ઉદય મારે માટે અનુકૂળ પ્રતિકૂળ નથી. સર્વજ્ઞ
ભગવાને કોઈને માટે કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટકારી કદી જોયો જ નથી. જીવ જાણનાર સ્વરૂપ છે. જ્ઞેયો
જણાવવા યોગ્ય છે. કોઈ કાળે કોઈ પદાર્થોમાં એવી છાપ નથી કે કોઈને માટે અનુકૂળ–પ્રતિકૂળ થઈ
શકે. રાગદ્વેષ, સુખ–દુઃખ ઉપજાવવાની કોઈ પર પદાર્થમાં યોગ્યતા નથી પણ અયોગ્યતા છે. જીવ જ
પોતાનું જ્ઞાતા સ્થિર સ્વરૂપ ભૂલીને મોહથી જૂઠા નામ પાડે છે તે પોતાની ભૂલથી જ દુઃખી થાય છે.
પરના કારણે કાંઈ પણ કાર્ય થયું એમ નિમિત્ત કર્ત્તાપણાનો વિકલ્પ તે ઉપચાર જ છે, વાસ્તવિક નથી.
જ્ઞાની તો ભેદ વિજ્ઞાનના બળથી જાણે છે કે હું