Atmadharma magazine - Ank 229
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 25

background image
: ૧૮ : આત્મધર્મ: ૨૨૯
તો દેહાદિરૂપે કદી નથી, હું તો સદા જ્ઞાતા સાક્ષી છું. પરવસ્તુ લાભ–હાનિ કરવા સમર્થ નથી, તે તો જ્ઞેય
છે. પરવસ્તુ કોઈને બાધક સાધક નથી–એમ વસ્તુસ્વભાવને જાણનાર રહીને નિત્ય જ્ઞાતાસ્વભાવની
શ્રદ્ધામાં સાવધાન રહે છે.
હું પરનું કાંઈ કરી શકું અને પર વસ્તુ મારૂં ઈષ્ટ અનિષ્ટ કરી શકે એમ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે.
મિથ્યાદર્શન જ સહુથી મોટું પાપ છે. સમ્યગ્દ્રષ્ટિ તો શુભાશુભ રાગને પણ પરજ્ઞેયપણે જાણે છે, તેમાં
શુભભાવને ભલો અને અશુભ રાગ ભૂંડો એવા ભેદ જોતો નથી. સંસારઅપેક્ષાએ, પાપ અપેક્ષાએ
પુણ્યને ઠીક કહેવાય છે, પણ મોક્ષમાર્ગ અપેક્ષાએ બેઉને બાધક અને અહિતકર માનવામાં આવેલ છે.
એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી. માત્ર એક આકાશ ક્ષેત્રે, સંયોગ વિયોગરૂપ અવસ્થા
બદલાય છે. શરીરને છરી વાગે, અગ્નિ આવે, કાંટા વાગે, માથું કાપનાર મળે તો પણ સ્વસન્મુખ
જ્ઞાતાપણાની બેહદ ધીરજરૂપી સહજ ક્ષમા જ્ઞાનીને હોય છે. અરે! ... આમ કેમ? એવો મનમાં વિકલ્પ
પણ ન ઊઠે. પણ આકાળે આમ જ હોય, મારા જ્ઞાનની સ્વચ્છતાનો કાળ જ એવો છે કે સ્વ–પર
પ્રકાશક જ્ઞાન અને સામે જ્ઞેય આમ જ હોય એમ નિત્ય જ્ઞાતાસ્વભાવથી સમતા વંત રહે તેનું નામ
ઉત્તમ ક્ષમા છે.
ક્રોધનાકારણો મળે છતાં આ રીતે ભેદ વિજ્ઞાનના બળથી ક્રોધની ઉત્પત્તિ ન થાય. ભય, આશા,
સ્નેહ અને લોભાદિને કારણે ક્ષમા રાખે તે ક્ષમા નથી, અને સમ્યગ્દ્રષ્ટિને ક્ષમાના શુભ વિકલ્પ રહે છે તે
વ્યવહાર ક્ષમા છે; સાથે સ્વદ્રવ્યના આશ્રયરૂપ શાન્તિ, જાગૃતિ રહે તે નિશ્ચય ક્ષમા છે.
ગમે તેવા પ્રતિકૂળ–અનુકૂળ પદાર્થો મળે તો પણ મને તો કોઈ મળતું જ નથી, હું પરાશ્રય
વિનાનો જ્ઞાતા જ છું, સદાય પરથી જુદો સાક્ષી છું, મારા અનંત ગુણોથી પરિપૂર્ણ છું–એવી દ્રષ્ટિ ઉપરાંત
સ્વરૂપમાં સાવધાની ઘણી છે, તેનેઉત્તમ ક્ષમા છે પોતાના બેહદ અકષાય સ્વભાવમાં સાવધાન રહેવાથી
ક્રોધાદિની ઉત્પત્તિ ન થવી તેનુંં નામ સાચી ક્ષમા છે. સમ્યગ્દર્શન પણ મિથ્યાત્વ અને અનંતાનુબંધી
કષાયની અનુત્પત્તિરૂપ ક્ષમા છે. ભૂમિકાનુસાર સહન કરવાનો શુભભાવ આવે છે ત્યાં અંશે સ્વાશ્રય,
વીતરાગતા તે નિશ્ચય ક્ષમા અને શુભરાગ તે વ્યવહાર ક્ષમા છે.
તત્ત્વાર્થ સૂત્ર એટલે મોક્ષશાસ્ત્રમાં કથન આવે છે કે એકેક તીર્થંકરના તીર્થમાં દસ દસ મહામુનિ
ઘોર ઉપસર્ગ સહન કરીને, પરિષહ જીતીને, અંતમાં સમાધિમરણદ્વારા પ્રાણોનો ત્યાગ કરીને સ્વર્ગ–
વિમાનોમાં ઉત્પન્ન થયા.
અહીં સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા ગા. ૩૯૪ની ટીકામાં વર્ણન છે કે– (૧) શ્રી દત્તમુનિ વ્યંતરકૃત
ઉપસર્ગ જીતીને કેવળજ્ઞાન ઉપજાવી મોક્ષ ગયા, તથા (ર) ચિલાતી પુત્રમુનિ વ્યંતરકૃત ઉપસર્ગ જીતી
સર્વાર્થસિદ્ધિ ગયા, (૩) સ્વામી કાર્તિકેયમુનિ ક્રોંચ રાજાકૃત ઉપસર્ગને જીતી દેવલોક ગયા, (૪)
ગુરુદત્ત મુનિ કપિલ બ્રાહ્મણકૃત ઉપસર્ગને જીતી, કેવળજ્ઞાન ઉપજાવી મોક્ષ ગયા, (પ) શ્રી ધન્યમુનિ
ચક્રરાજકૃત ઉપસર્ગને જીતી, કેવળજ્ઞાન ઉપજાવી મોક્ષ ગયા, (૬) પાંચસોમુનિ દંડક રાજાકૃત ઉપસર્ગને
જીતી સિદ્ધિને (મોક્ષને) પ્રાપ્ત થયા, (૭) રાજકુમારમુનિ પાંશુલ શ્રેષ્ઠીકૃત ઉપસર્ગને જીતી સિદ્ધિને પ્રાપ્ત
થયા, (૮) ચાણકયાદિ પાંચસો મુનિ મંત્રીકૃત ઉપસર્ગને જીતી મોક્ષ ગયા, (૯) સુકુમાલમુનિ
શિયાળકૃત ઉપસર્ગ જીતી દેવ થયા, (૧૦) શ્રેષ્ઠીના બાવીસ પુત્રો નદીના પ્રવાહમાં પદ્માસને શુભ
ધ્યાન કરી દેવ થયા, (૧૧) સુકોશલમુનિ વાઘણકૃત ઉપસર્ગ જીતી સર્વાર્થસિદ્ધિ ગયા, (૧૨) શ્રી
પણિકમુનિ જળનો ઉપસર્ગ સહીને મુક્ત થયા, એવા દેવ, મનુષ્ય, પશુ અને અચેતનકૃત ઉપસર્ગ
સહનકર્યા છતાં દેહમાં–રાગાદિમાં એકતા બુદ્ધિ ન