વર્ષ: ૨૦
અંક: ૧
કારતક: ૨૪૮૯
:તંત્રી:
જગજીવન બાવચંદ દોશી
(૨૨૯)
સમસ્વભાવી ચૈતન્યમાં
ઝુલતા સંતોનો
મંગળમય પ્રસાદ
“શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે સુપ્રકાશ સમાન છે,
આનંદમાં સુસ્થિત જેનું સદા અસ્ખલિત એકરૂપ છે અને અચળ
જેની જ્યોત છે એવો આ આત્મા અમને પ્રગટ હો! જેઓ
ભેદવિજ્ઞાન શક્તિવડે નિજ (સ્વરૂપના) મહિનામાં લીન રહે છે
તેમને નિયમથી (ચોક્કસ) શુદ્ધ તત્ત્વની પ્રાપ્તિ થાય છે; તેમ થતાં
અચલિતપણે સમસ્ત અન્ય દ્રવ્યોથી દૂર વર્તતા એવાં તેમને,
અક્ષયકર્મ મોક્ષ થાય છે; ચિત્સ્વભાવના પુંજવડે જ પોતાનાં
ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય કરાય છે એવું જેનું પરમાર્થ સ્વરૂપ છે અને જે
એક છે એવા બેહદ જ્ઞાનાનંદમય સમયસારને હું સમસ્ત બંધ
પદ્ધતિને (પરાશ્રય વ્યવહારને) દૂર કરીને અનુભવું છું; મોક્ષેચ્છુ એ
કેવળ એક જ્ઞાનના આલંબનથી, નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત
કરવા યોગ્ય છે. હે ભવ્ય!! જ્ઞાનમાત્ર આત્મામાં આત્માનો નિશ્ચય
કરી “આમા સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ બન અને
આનાથી બનતું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.” એવું સત્ય
શરણ બતાવનાર, મંગળ આશીષ દાતાર, ધર્મધોરી સંતોને તથા
પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવને આ આત્મધર્મ માસિકના ૨૦ મા
વર્ષના પ્રવેશદિને અત્યંત ભક્તિભાવે નમસ્કાર કરીએ છીએ.
સર્વ સાધન સંતોનો જય હો!
***