ATMADHARM Red. No G 82
____________________________________________________________________________
અહો!! તારી પ્રભુતા, સ્વાધીનતા અને
પ્રચંડ તાકાતરૂપ શૂરવીરતા
પાત્રે પ્રભુતા પ્રગટે તે કાંઈ તારાથી દૂર નથી. તૂંજ પાત્રતા અને પ્રભુતા સહિત છો–રહિત નથી.
પ્રભુ! તારી મહત્તાના ગાણાં ગવાય છે. તેં અનાદિથી પરની માંડી છે કે પર મારું ભલું કરે.
વીતરાગ કહે છે કે તારી અનંત શક્તિ તારા માટે સ્વતંત્ર છે. પરાધીન થઈ માને કે હું કોઈને આપું,
કોઈ મને મદદ કરે પણ એ તારી માન્યતાની ભૂલ છે. ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈનું સ્વરૂપ પરાધીન
નથી. તું જાગીને જો. હવે ઊંધાઈથી બસ થાઓ! ભવ ન જોઈએ! તારી મુક્ત દશાની પ્રભુતા કેમ પ્રગટે
તેની કથા માંડી છે. જેમ બાળકને સુવાડવા માટે તેની માતા વખાણરૂપે ગાણાં ગાય તેમ અહીં જાગૃત
કરવાનાં સાચાં ગાણાં ગવાય છે. ‘રીડ પડે રજપૂત છૂપે નહિ,’ નગારાની દાંડી પડે ત્યારે ક્ષત્રિયને શૌર્ય
ઊછળે એવી યોગ્યતા તેનામાં હોય છે, તેમ મુક્ત થવાનો અપૂર્વ નાદ સાંભળી, ઊછળીને હા પાડે કે
અહો! મારી મોટાઈનાં ગાણાં અપાર છે, અનંતગુણ સંપન્ન વર્તમાનમાં પણ પૂર્ણ ભગવાન છું, મુક્ત છું,
એમ હા પાડ, ભગવાન થવાની તાકાત તારામાં છે તે તાકાતના જોરે અનંતા ભગવાન થયા છે. જે
તાકાત તીર્થંકર પ્રભુએ પ્રગટ કરી તે તું પણ કરી શકે તેમ છો.
(સ૦સાર પ્રવચન ભાગ ૧–પૃ૦ પ૩૬–૩૭)
શ્રી દિગંબર જૈનસ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી પ્રકાશક અને
મુદ્રક: હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રીન્ટીંગ પ્રેસ, ભાવનગર.