Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page  


PDF/HTML Page 29 of 29

background image
ATMADHARM Reg. No. G. 82
મુમુક્ષુને કામ એક આત્માર્થનું બીજો નહીં
મન રગ,
આત્માનુશાસન ગ્રંથકાર શ્રીમદ્ભગવાન ગુણભદ્રાચાર્ય કહે છે કે :–
હે જીવ! હું અકિંચન છું, અર્થાત્ મારૂં કઈ પણ નથી. એવી
સમ્યક્ ભાવનાપૂર્વક તું નિરંતર રહે. કારણ એ જ ભાવનાના સતત્
ચિંતવનથી તું ત્રૈલોકયનો સ્વામી થઈશ. આ વાત માત્ર શ્રી યોગીશ્વરો
જ જાણે છે. એ યોગીશ્વરોને ગમ્ય એવું પરમાત્મતત્ત્વનું રહસ્ય મેં તને
સંક્ષેપમાં કહ્યું.
અજ્ઞાનના ઉદયથી જીવને પર પદાર્થ વિષે મમત્વ થયા કરે છે
પરંતુ જે પર છે તે કોઈ પ્રકારે કરીને પણ નિજરૂપ થવાનું નથી. પર
પદાર્થની મમત્વ ભાવનાને યોગે જ અનાદિ કાળથી જીવ હીનસત્ત્વ થઈ
રહ્યો છે. “કોઈપણ પર દ્રવ્ય મારૂં નથી.” એમ જ્યારે સમ્યક્ પ્રકારે
વિશિષ્ટ ભાવના સતતપણે જીવને વિષે જાગ્રત થશે ત્યારે તે જ સમયે
જીવ ત્રૈલોકયનો નાથ થશે. આ ગુપ્ત રહસ્ય માત્ર યોગી પુરૂષો જ જાણે
છે–અનુભવે છે, ને તે મેં આજે તને સંક્ષેપમાં કહ્યું પર પદાર્થના
મમત્વમાં અનાદિ કાળથી દીન–હીન બનવા છતાં એક પણ પદાર્થ આજ
સુધી તારો કે તુજરૂપ થયો હોય એમ શું તને ભાસે છે? ના, તો પછી
તેના જ વ્યર્થ વિકલ્પમાં શું સાધ્ય છે? અથવા શું તને માત્ર કોઈ હઠ જ
છે? કે જેથી તું અનાદિ કાળથી પરને પોતાપણે પરિણમાવવા મથે છે!
ભાઈ! રેતીને ગમે તેટલા પ્રયત્ને પીલવા છતાં તેમાંથી તેલની પ્રાપ્તિ કદી
પણ થશે? અર્થાત્ રેતનું શું તેલ બનશે? નહિ જ. હવે તો હે જીવ!
અનાદિ કાળથી બની રહેલી એવી પર પદાર્થને વિષેની નિજ બુદ્ધિ છોડી
સ્વને વિષે સ્વ બુદ્ધિરૂપ પરમ અકિંચન ભાવને તું ગ્રહણ કર! એ તને
અમારી ટુંકી પણ હિતકર શિક્ષા છે. કવિવર બનારસીદાસજી કહે છે કે :–
પુદ્ગલ પીંડ ભાવ રાગાદિ, ઈનસેં નહિ તુમ્હારો મેલ;
એ જડ પ્રગટ ગુપત તુમ ચેતન, જૈસે ભિન્ન તીલ અરૂ તૈલ.
(ભાષા સમયસાર)
પ્રજ્ઞાથી ગ્રહવો–નિશ્ચયે જે ચેતનારો તે જ હું,
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર–જાણવું.
(સ૦સાર)
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને