Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 29

background image
પોષ : ૨૪૮૯ : ૨પ :
તથા શ્રી પૂરણચંદ્રજીએ દરેકે રૂા. ૨પ૧) આપ્યા તથા બીજા ભાઈઓએ પણ દાનની રકમ જાહેર કરી
હતી. રૂા. ૧પ૧) શ્રી જિનમંદિર ખાતે શ્રી પુરણચંદજીએ ભેટ આપ્યા. રાત્રે જિનમંદિરમાં પ્રભુભક્તિ
નૃત્યસહિત કરવામાં આવી. પછી ખીમચંદભાઈ દ્વારા પ્રવચન થયું. માગશર સુદ ૧૩ સવારે પણ
પ્રવચન થયું. ફતેપુર સંઘે ફરીથી શ્રી પં. ખીમચંદભાઈને ફતેપુર પધારવા અને તત્ત્વજ્ઞાનનો લાભ
આપવા આગ્રહભરી વિનંતિ કરી હતી.
સોનાસણમાં પણ સમસ્ત ગામવાસીદ્વારા બેન્ડવાજા સહિત મહેમાનોનું સ્વાગત થયું,
જિનમંદિરમાં દર્શન કર્યા. પાઠશાળાની બહેનોએ સ્વાગત ગીત ગાયું. શ્રી નવનીતભાઈએ રૂા. ૨પ૧)
તથા શ્રી પૂરણચંદ્રજીએ રૂા. ૧૦૧) પાઠશાળા ખાતે આપ્યા. ત્યાંના સંઘે આભાર પ્રદર્શિત કર્યો.
માગસર સુદ ૧૩, ફતેપુરની માફક અહીં પણ ભગવાનનાં દર્શન, સ્વાગત, પ્રવચન વગેરે કાર્યક્રમ હતો.
શ્રોતાઓની સંખ્યા ઘણી સારી હતી.
સલાલ બજાર (સોનાસણ સ્ટેશન) માગસર સુદી ૧૨
બધા મહેમાનોનું બેન્ડવાજા સહિત સ્વાગત થયું. શ્રી નવનીતભાઈએ સભામાં કહ્યું કે “આપ
સાધર્મીઓનો ધર્મપ્રેમ જોઈને હું આપ સહુનો આભાર માનું છું; હું તો પૂ. કાનજી સ્વામી મહારાજનો
એક સેવક છું, દેવ, શાસ્ત્ર, ગુરુ અને જિનેન્દ્રશાસનની પ્રભાવના માટે હું સદા તન–મન–ધનથી તૈયાર
છું. આપ સહુ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરી, આત્મકલ્યાણ સાધો એમ ભાવના વ્યક્ત કરૂં છું. શ્રી
જિનમંદિર ખાતે રૂા. ૨પ૧ શ્રી નવનીતભાઈ ઝવેરીએ તથા ૧૦૧) શ્રી પૂરણચંદ્રજીએ આપ્યા. ત્યાંથી
તેઓ મુંબઈ જવા રવાના થયા. માગસર સુદી ૧૩ બપોરે શ્રી ખીમચંદભાઈ દ્વારા પ્રવચન થયું, ત્યાં
પણ સભામાં મોટી સંખ્યામાં હતી.
સાંજે સૌ તલોદ સ્ટેશન બજાર પહોંચ્યાં ત્યાં સરઘસરૂપે બજારમાં ફરી જિનમંદિરમાં પહોંચ્યા;
ત્યાં ભગવાનનાં દર્શન કર્યા, પછી શ્રી પં. ખીમચંદભાઈએ સાચા દેવના લક્ષણ ઊપર આપ્ત મીમાંસાના
આધારે પ્રવચન આપ્યું રાત્રે શાસ્ત્ર સભામાં ૭૦૦ આશરે સંખ્યા થઈ. તેમાં સમયસારજી – કર્તાકર્મ
અધિકારમાંથી વાંચન કરી નિમિત્ત નૈમિત્તિક સંબંધ, નિશ્ચયવ્યવહાર તથા જિનેન્દ્રપૂજનનું આધ્યાત્મિક
રહસ્ય સમજાવ્યું; બાદ સવારે એક કલાક, બપોરે એક કલાક પ્રવચન થયું તલોદ જૈન સમાજ તરફથી
આભાર પ્રદર્શન કરી ફરીથી આવો લાભ આપવા વિનંતી કરવામાં આવી.
ગુજરાતમાં ધર્મજાગૃતિ લાવવાનો મોટો યશ ફતેપુરવાળા શ્રી બાબુભાઈને ફાળે જાય છે તેમને
સત્ધર્મ પ્રત્યે અપાર વાત્સલ્ય અને તત્ત્વજ્ઞાન પ્રચાર પ્રત્યે અતિ ઘણો ઉલ્લાસ છે–એ માટે તેઓ
ધન્યવાદને પાત્ર છે.
આત્મધર્મ અંગેની કોઈ પણ જાતની ફરિયાદો કે પુછપરછ નીચેના સરનામે લખો :–
સંપાદક : શ્રી જગજીવન બાઉચંદ દોશી
સાવરકુંડલા (સૌરાષ્ટ્ર)
ટેપ રીલ દ્વારા પ્રવચન પ્રચાર
પરમ ઊપકારી પૂ. કાનજીસ્વામીના આધ્યાત્મિક પ્રવચનોનો પ્રચાર ટેપ રીલ દ્વારા બે વર્ષથી
સુંદર રીતે ચાલી રહેલ છે. જે જે ગામના જૈનસમાજ તરફથી આમંત્રણ આવે છે ત્યાં શ્રી મધુકરજીને
મોકલવામાં આવે છે. લશ્કર–ગ્વાલીઅર અને ભીંડમાં જૈનસમાજે સહુથી વધારે લાભ લીધો. બેઉ
શહેરમાં ૨પ–૨પ દિવસ સુધી કાર્યક્રમ રહ્યો. અશોકનગરમાં ૧૦ દિવસ, મૌ–૨, કુરબાઈ–૩,
ભીલાઈનગર–૮, રાયપુર–૩, દુર્ગ–૩, ખૈરાગઢ ૧૬ દિવસ, છૂઈખદાન–૩, ડોંગરગાંવ તથા ડોંગરગઢમાં
પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
તા. ૩–૧૨–૬૨ લી. બ્ર૦ ગુલાબચંદ જૈન.
પત્રવ્યવહાર–પ્રચાર વિભાગ, દિ૦ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ–સૌરાષ્ટ્ર