Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 29

background image
: ૨૪ : આત્મધર્મ : ૨૩૧
ગુજરાતનાં કેટલાંક ગામોમાં ધર્મ પ્રભાવના.
શ્રી ખીમચંદભાઈ શેઠ, શ્રી નવનીતભાઈ, શ્રી પૂરણચંદ્રજી, શ્રી શેઠ મહેન્દ્રકુમારજી વગેરે આશરે
પચીસ ભાઈ બહેનો, ફત્તેપુર જવા માટે રખીયાલથી તલોદ સ્ટેશન પહોંચ્યાં. ત્યાં વિશાળ દિગમ્બર જૈન
મંદિર છે, તેમાં જઈ ભગવાનના દર્શન કર્યાં, ત્યાં દિગમ્બર જૈન સંઘ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં
આવ્યું. શ્રી ખીમચંદભાઈને વિનંતી કરવાથી તેમણે દિગંબર મુનિરાજ સદા સહજ નગ્ન જ હોય છે,
સમ્યક્રત્નત્રય તે ધમ છે તે વિષય ઉપર આધ્યાત્મિક પ્રવચન કર્યું.
પ્રાંતિજ– તા. ૭–૧૨–૬૨ રાત્રે ૮–૩૦ પ્રાંતિજ સ્ટેશન રોડ ગુ. દિ. જૈન બોર્ડીંગમાં ત્યાંના સભ્યો
વગેરે દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું, વિદ્યાર્થીઓએ સલામી આપી, સ્વાગત ગીત ગાયું, ને
ત્યાંની સંસ્થાએ મહેમાનોને ફૂલહાર કર્યા. શ્રી ખીમચંદભાઈએ કેવળજ્ઞાન વિદ્યાની પ્રાપ્તિ માટે તૈયાર
થવા “સા વિદ્યા યા વિમુક્તયે” ઉપર વિદ્યાર્થીઓને સુંદર બોધપાઠ આપ્યો. પ્રાંતિજ બોર્ડીંગમાં રૂા.
૨પ૧) શેઠ શ્રી નવનીતભાઈએ, ૨પ૧) શ્રી પૂરણચંદજી ગોદિકાએ, ૧૦૧) શ્રી ખીમચંદભાઈએ તથા
બીજા મહેમાનોએ પણ દાનની રકમ આપી હતી. ત્યારબાદ બધા ફત્તેપુર રાત્રે પધાર્યા. ત્યાં ૦
।। માઈલ
દૂરથી સર્વ જૈન અજૈનોએ બેન્ડવાજાં સહિત ભક્તિની ધૂનપૂર્વક સ્વાગત કર્યું. ત્યાંના જિનમંદિરમાં
ભગવાનનાં દર્શન કર્યાં; પછી શ્રી ખીમચંદભાઈ દ્વારા માંગલિક પ્રવચન થયું. તા. ૮–૧૨–૬૨ ની સવારે
સરઘસરૂપે ઘેરઘેર બધા મહેમાનોને લઈ જઈ સ્વાગત કરવામાં આવેલ, પાઠશાળાની બહેનોએ સ્વાગત
ગીત ગાયું, ત્યારબાદ ‘ઘર ઘર કુન્દકુન્દના વધામણાં’ એ ગીત ગાયું. સવારે તથા બપોરે શ્રી
ખીમચંદભાઈ દ્વારા શ્રી સમયસારજી શાસ્ત્ર ઉપર વાંચન થયું, શ્રોતાઓ ઉલ્લસિતભાવે તેનું શ્રવણ કરતા
હતા. શેઠ શ્રી નવનીતભાઈના શુભ હસ્તે શ્રી પં. ખીમચંદભાઈ શેઠને ફતેપુર દિગમ્બર જૈન સંઘ
તરફથી ચાંદીના કાસ્કેટમાં અભિનંદન પત્ર આપવામાં આવ્યું; તથા શ્રી ખીમચંદભાઈના વરદહસ્તે શ્રી
શેઠ નવનીતભાઈ સી. ઝવેરીને અત્રેના દિ. જૈન સંઘ તરફથી કાસ્કેટમાં અભિનંદનપત્ર આપવામાં
આવ્યું–તે પ્રસંગે શ્રી માણેકલાલભાઈ ગાંધી, બાબુભાઈ તથા શ્રી ચંદુલાલ કોદરલાલ મહેતાએ પ્રાસંગિક
ભાષણો કરેલ. અભિનંદનપત્રના જવાબમાં શ્રી ખીમચંદભાઈએ કહ્યું કે “હું અભિનંદનને પાત્ર નથી,
અભિનંદનને પાત્ર તો શ્રી સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા છે, અને પૂજ્ય શ્રી ગુરુદેવ છે. જીવન ભલે લાંબુ
હો કે ટૂંકું હો, પણ જેણે જીવનમાં સમ્યક્રત્નત્રયની પ્રાપ્તિ કરી છે તેનું જીવન સફળ છે, તે ધન્ય છે તે
વંદ્ય છે. હું તો સુવર્ણપુરીના સંતનો અદનો સેવક છું. આ બધો પરમ પ્રતાપ તેઓશ્રીનો જ છે.”
શ્રી નવનીતભાઈએ અભિનંદનપત્રના જવાબમાં જણાવ્યું હતું કે “હું પણ અભિનંદનને પાત્ર
નથી. તમે ખરેખર ધર્મ અને ધર્મનાં સ્થાનો પ્રત્યે ઉત્સાહ બતાવો છો, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરો છો તે
જાણીને મને બહુ આનંદ થાય છે. આપ સહુ પૂ. ગુરુદેવના ઉપદેશેલા વીતરાગ માર્ગને અનુસરીને
ત્વરિત આત્મહિત સાધો એવી મારી ભાવના છે.” ફત્તેપુર દિ૦ જૈન પાઠશાળા ખાતે શેઠ ખીમચંદભાઈ,
શ્રી નવનીતભાઈ