Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 29

background image
પોષ : ૨૪૮૯ : ૨૩ :
ખાસ સમાચાર
રખીયાલ (અમદાવાદ) માં શ્રી નેમિનાથ ભગવાના
ન ત ન જ ન મ દ ર ન શ લ ન્ય સ મ હ ત્સ વ
પરમ ઉપકારી પૂ. ગુરુદેવના પુનીત પ્રતાપે અને પ્રભાવનાના ઉદયે અનેક શહેરોમાં નૂતન
જિનમંદિરોનાં નિર્માણ થયેલ છે. રખીયાલ સ્ટેશનમાં પણ નૂતન જિનમંદિર થવાનું છે તેના
શિલાન્યાસના અતિઉલ્લાસમય સમાચારમાં શ્રી બાબુભાઈ ફતેપુરવાળા તથા રખીયાલ દિ. જૈન
મુમુક્ષુમંડળના પ્રમુખ શ્રી નગીનદાસભાઈ વિસ્તારથી જણાવે છે (તે ટૂંકમાં) અમારે આંગણે શ્રી
જિનમંદિર શિલાન્યાસ પ્રસંગે શ્રી નવનીતભાઈ ઝવેરી, શ્રી શેઠ પૂરણચંદજી ગોદીકા તથા તેમના
ધર્મપત્ની શ્રી કમલાબેન, શ્રી ખીખચંદભાઈ શેઠ સોનગઢવાળા, શ્રી મણીભાઈ શેઠ, શ્રી પોપટલાલભાઈ
વોરા, શ્રી પં. હિંમતભાઈ, શ્રી ચીમનલાલ ઠાકરશી વગેરે ઘણા ભાઈઓ મુંબઈથી પધાર્યા તેમનું
રખીયાલ સ્ટેશને સ્વાગત કરવામાં આવ્યું. કલોલથી શ્રી ચીમનલાલ વખારીયા પણ પધાર્યા હતા.
માગશર સુદી ૧૦ શ્રી પં. ખીમચંદભાઈના મનનીય ધર્મ પ્રવચનો સવારે તથા સાંજે થયા હતા.
માગશર સુદી ૧૧ શ્રી જિનેન્દ્ર ભગવાનની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. જ્યાં શ્રી
જિનમંદિર થવાનું છે ત્યાં સુશોભિત મંડપ બાંધવામાં આવ્યો હતો ત્યાં રથયાત્રા ઊતરી, ત્યારબાદ શ્રી
જિનેન્દ્ર ભગવાનનો વિધિપૂર્વક શુદ્ધજળથી અભિષેક તથા પૂજન થયા. બરાબર ૧૧–૩૬ વાગ્યે
જયજયકારના ભારે હર્ષનાદ વચ્ચે જયપુરવાળા શ્રી પૂરણચંદજી ગોદીકા તથા તેમના ધર્મપત્ની
કમલાબહેન ગોદીકાના શુભ હસ્તે શિલાન્યાસવિધિ કરવામાં આવી. આવો સુપ્રસંગ પોતાને પ્રાપ્ત થયો
તેની ખુશાલીમાં તેઓએ રૂા. ૧૧૦૦૧) નૂતન જિનમંદિર બંધાવવા માટે જાહેર કર્યા. પછી ૨પ૦૧) શ્રી
નવનીતભાઈ ચુનીલાલ ઝવેરી, ૧પ૦૧) શ્રી પં. ખીમચંદભાઈ શેઠ (સોનગઢ), ૧પ૦૧) શ્રી હરીલાલ
એલ. દોશી અમદાવાદ, ૧પ૦૧) શા. ઊગરચંદ રાયચંદ. ૧૧૨પ) શેઠ નગીનદાસ શીવલાલ
(રખીયાલ), ૧૧૦૧) શ્રી મહેન્દ્રકુમાર શેઠી (જયપુર) શ્રી પોપટલાલ મોહનલાલ વોરા (મુંબઈ), શ્રી
કેશવલાલ મોહનલાલ (રખીયાલ), શ્રી મીઠાલાલ રૂપચંદ (રખીયાલ), ગાંધી હીરાલાલ ઊગરચંદ
(રખીયાલ) એ દરેકના ૧૧૦૧) રૂપિયા. પ૨પ) શા. મોહનલાલ વેણીચંદ, તથા વેણીચંદ મયાચંદ
ગાંધી. ગાંધી માણેકલાલ રાયચંદ–ફતેપુર. શ્રી દિ૦ જૈન મુમુક્ષુમંડળ–અમદાવાદ શેઠ કાળીદાસ રાઘવજી
જસાણી ભાઈઓ, શ્રી છોટાલાલ ભીખાભાઈ સુદાસણાવાળા, ગાંધી નેમચંદ કેશવલાલ તલોદ, શાહ
કાલીદાસ વીરચંદ–તલોદ સ્ટેશન, શાહ જીવરાજ જેચંદ વાસણાવાળા એ દરેકના રૂા. પ૦૧) તથા
બીજાઓ તરફથી રકમો મળીને કુલ રૂા. ૪૬૨૩પ) ની રકમ થઈ છે, સાણોદા, ફતેપુર, વાસણાદિ
પચીસ ગામોથી મહેમાનો પધાર્યા હતા. બહારગામના મુમુક્ષુ મંડળો તરફથી શુભેચ્છાના તાર સંદેશા
આવ્યા હતા. સવારે તથા બપોરે પં. શ્રી ખીમચંદભાઈ શેઠ દ્વારા સાતતત્ત્વ, નિશ્ચય વ્યવહાર પ્રતિક્રમણ
તથા શ્રી જિનેન્દ્ર ભગવાનની પૂજાના સ્વરૂપ ઉપર બહુજ સાદી ભાષામાં હૃદયસ્પર્શી વૈરાગ્યભાવનાથી
ભરપૂર પ્રવચનો થયાં. ત્યારબાદ આભાર પ્રદર્શનવિધિ અને મહેમાનોનું ફુલ હારથી સ્વાગત કરવામાં
આવ્યું હતું. પોતાના ગામમાં નૂતન જિનમંદિરનું નિર્માણ કરાવવાના ઉલ્લાસ માટે રખીયાલ સ્ટેશનના
દિગંબર જૈન મુમુક્ષુ મંડળને ધન્યવાદ.