Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 29

background image
: ૨૨ : આત્મધર્મ : ૨૩૧
કરી લે છે. જુઓ, જે પુરૂષ એક મુહૂર્ત માટે પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લે છે, તે આ સંસારરૂપી વેલને
મૂળમાંથી કાપીને ઘણી ટૂંકી કરી નાંખે છે; તેનો અનંતો સંસાર ટળી જાય છે. જેના હૃદયમાં સમ્યગ્દર્શન
વિદ્યમાન છે તે ઉત્તમ દેવ અને ઉત્તમ મનુષ્ય પર્યાયમાં જ જન્મે છે; એને નારકી અને તિર્યંચના ખોટા
જન્મો કદી પણ થતા નથી. આ સમ્યગ્દર્શનના વિષયમાં અધિક કહેવાથી શું સાર છે? એની તો આ
પ્રશંસા પૂરતી છે કે સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાથી અનંત સંસાર પણ સાંત (અંત સહિત) થઈ જાય છે. હે
આર્ય, તું મારા કહેવા પ્રમાણે અર્હંતદેવની આજ્ઞાને પ્રમાણ માનતો થકો અનન્ય થઈને બીજા રાગી દ્વેષી
દેવતાઓની શરણમાં ન જઈને સમ્યગ્દર્શનનો સ્વીકાર કર. જેવી રીતે શરીરના હાથ પગ આદિ અંગોમાં
મસ્તક પ્રધાન છે, અને મુખમાં નેત્ર પ્રધાન છે, તેવી રીતે મોક્ષના સમસ્ત અંગોમાં ગણધર આદિ દેવ
સમ્યગ્દર્શનને જ પ્રધાનઅંગ માને છે, હે આર્ય, તું દેવમૂઢતા, લોકમૂઢતા, અને પાખંડમૂઢતાનો ત્યાગ કર
કે જેથી મિથ્યાદ્રષ્ટિ જેને પ્રાપ્ત ન કરી શકે એવાં સમ્યગ્દર્શનને ઉજ્જવલ કર. વિશુદ્ધ સમ્યગ્દર્શન ધારણ
કર. તું સમ્યગ્દર્શનરૂપી તલવારદ્વારા દીધં સંસારરૂપી લતાનેકાપ. તું અવશ્ય નિકટ ભવ્ય છો અને
ભવિષ્યમાં તીર્થંકર થવાવાળો છે. હે આર્ય, આ પ્રકારે મેં અર્હંત ભગવાને કહ્યાં અનુસાર સમ્યગ્દર્શનનો
વિષય લઈ આ ઉપદેશ કર્યો, તે મોક્ષરૂપી કલ્યાણની પ્રાપ્તિ માટે તારે અવશ્ય ગ્રહણ કરવો જોઈએ.
(વધુ આવતા અંકે)
ચોકીદાર
જેના હૃદયમાં દ્વારપાળની જેમ હિતઅહિતનો વિચાર કરવામાં ચતુરમતિ કલ્લોલ
કરે છે, તેના હૃદયમાં સ્વપ્નામાં પણ પાપની ઉત્પત્તિ થવી કઠિન છે.
ભાવાર્થ:– જેમ ચતુર દ્વારપાળ અજાણ્યા મેલા અને અસભ્યજનોને ઘરમાં પ્રવેશ
કરવા દેતો નથી તેમ સમીચીનબુદ્ધિ પાપબુદ્ધિને હૃદયમાં ડોકયું પણ કરવા દેતીનથી.
(સંવરભાવના–જ્ઞાનાર્ણવ શ્લોક ૧૦)
ખાસ નવું પ્રકાશન
સમયસાર પ્રવચન ભાગ ૧ (બીજી આવૃત્તિ) પૃ૦ ૬પ૦
પૂ૦ ગુરુદેવ શ્રી કાનજી સ્વામી દ્વારા, સમયસારજી ગા૦ ૧ થી ૧૩ સુધીનાં
વિસ્તારથી પ્રવચન, ખાસ ઘટાડેલ મૂલ્ય ૪–૦૦ પોસ્ટેજ ૧–૮૦ અલગ.