Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 29

background image
પોષ : ૨૪૮૯ : ૨૧ :
કલકથી દૂષિત થઈ રહ્યો છે, એ જીવને તત્ત્વવિચારમાં સાવધાન થતાં એવી નિર્મળ વિચારધારા જાગે કે
સૌથી પ્રથમ દર્શન મોહનીયકર્મનો ઉપશમ થઈ ઔપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે
પિત્તના ઉદયના કારણે ભ્રમિત થયેલી ચિત્તવૃત્તિનો અભાવ થતાં, દુધ આદિ પદાર્થોના યથાર્થ સ્વરૂપનું
જ્ઞાન થવા લાગે છે, એવી રીતે જ તત્ત્વવિચારનો ઉદ્યમ કરતાં કરતાં, સ્વરૂપમાં પરિણામોની મગ્નતા
થતાં જ અંતરંગ નિમિત્તકારણરૂપ મોહનીયકર્મનો ઉપશમ વા ક્ષયોપશમસહિત જીવ આદિ પદાર્થોના
સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થવા લાગે છે. જેમ રાત્રિ સંબંધીના અંધકારને દૂર કર્યા વિના સમ્યગ્દર્શન ઉદય
પામતું નથી. હે ભવ્યજીવ, અધઃકરણ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ત્રણ કારણોદ્વારા
મિથ્યાત્વપ્રકૃતિના મિથ્યાત્વ, સમ્યક્મિથ્યાત્વ અને સમ્યક્પ્રકૃતિરૂપ ત્રણ ટુકડા કરીને કર્મોની સ્થિતિ
ઓછી કરતો થકો જીવ સમ્યગ્દ્રષ્ટિ થાય છે.
આપ્ત એટલે સર્વજ્ઞ, વીતરાગ અને પરમ હિત ઉપદેશક એવાં આપ્તે કહેલા આગમ અને જીવાદિ
પદાર્થોનું અતિ પ્રેમ–રુચિ સહિત શ્રદ્ધાન કરવું એને સમ્યગ્દર્શન માનવામાં આવે છે. આ સમ્યગ્દર્શન જ
સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રનું મૂળ કારણ છે. સમ્યગ્દર્શન વિના સમ્યગ્જ્ઞાન કે સમ્યક્ચારિત્ર હોઈ
શકતા નથી. જીવાદિ સાત તત્ત્વોનું ત્રણ મૂઢતા રહિત અને આઠ અંગ સહિત યથાર્થ શ્રદ્ધાન કરવું
સમ્યગ્દર્શન છે. પ્રશમ, સંવેગ, આસ્તિકય અને અનુકંપા એ ચાર સમ્યગ્દર્શનના ગુણ છે, અને શ્રદ્ધા,
રુચિ, સ્પર્શ તથા પ્રત્યય એ એની પર્યાય છે. નિઃશક્તિ, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદ્રષ્ટિ,
ઉપગૂહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ સમ્યગ્દર્શનના આઠ અંગ છે. આ આઠ અંગરૂપી
કિરણોથી સમ્યગ્દર્શનરૂપી રત્ન બહુજ શોભાયમાન થાય છે. હે આર્ય, તું આ શ્રેષ્ઠ જૈન માર્ગમાં શંકાને
છોડ, ભોગોની ઈચ્છાને દૂર કર, ગ્લાનિને છોડીને અમૂઢદ્રષ્ટિને (વિવેકપૂર્ણ દ્રષ્ટિને) પ્રાપ્ત કર. દોષના
સ્થાનો છૂપાવી સમ્યક્ધર્મની વૃદ્ધિ કર, માર્ગમાં ચલિત થતા ધર્માત્માઓને સ્થિતિકરણ કર,
રત્નત્રયધારક આર્ય પુરૂષોના સંઘમાં પ્રેમભાવનાનો વિસ્તાર કર, અને જૈનશાસનની યથાશક્તિ
પ્રભાવના કર. મૂઢતાઓથી અંધ થયેલો જીવ તત્ત્વોને દેખવા છતાં માનતો નથી. માટે દેવમૂઢતા
લોકમૂઢતા અને પાખંડમૂઢતા એ ત્રણ મૂઢતાને છોડ.
[નોંધ–ઉપર કહ્યું તે નિશ્ચય સમ્યગ્દર્શનની સાથે હોવાવાળા વ્યવહાર સમ્યગ્દર્શનના ભેદનું
વર્ણન છે. નિશ્ચય સમકિત તો નિજ આત્માને ગ્રહણ કરવા યોગ્ય માનનાર સ્વાશ્રિત દ્રઢતા છે.]
આમ નિર્ધાર કરીને, હે આર્ય, પદાર્થના સમ્યક્ સ્વરૂપનું શ્રદ્ધાન કરવાવાળા સમ્યગ્દર્શનને જ તું
ધર્મનું સ્વરૂપ સમજ, એ સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ ગયા પછી આ સંસારમાં એવું કોઈ સુખ બાકી રહેતું
નથી કે જે જીવોને પ્રાપ્ત થાય નહીં. આ સંસારમાં એ જ પુરૂષ શ્રેષ્ઠ જન્મ પામ્યો છે, એ જ કૃતાર્થ છે
અને એ જ પંડિત છે કે જેના હૃદયમાં કપટરહિત વાસ્તવિક સમ્યગ્દર્શન રહે છે. હે આર્ય, તું નિશ્ચય
સમજ કે આ સમ્યગ્દર્શન મોક્ષરૂપી મહેલની પહેલી સીડી છે, નરક આદિ દુર્ગતિઓના દ્વારને
રોકવાવાળા મજબૂત કમાડ છે, ધર્મરૂપી વૃક્ષનું સ્થિર મૂળ છે, સ્વર્ગ અને મોક્ષરૂપી ઘરનું દ્વાર છે, અને
શીલરૂપી રત્નહારની મધ્યમાં જડવામાં આવેલું શ્રેષ્ઠ રત્ન છે. આ સમ્યગ્દર્શન જીવોને શોભા કરવાવાળું
છે, સ્વયં પ્રકાશમાન છે, રત્નોમાં શ્રેષ્ઠ છે, સવોત્કૃષ્ટ છે અને મુક્તિરૂપી લક્ષ્મીના હાર સમાન છે. આવા
આ સમ્યગ્દર્શનરૂપી રત્નહારને, હે ભવ્ય, તું પોતાના હૃદયમાં ધારણ કર. જે પુરૂષે અતિ દુર્લભ આ
સમ્યગ્દર્શનરૂપી શ્રેષ્ઠ રત્નને પ્રાપ્ત કરી લીધું છે. તે શીઘ્ર જ મોક્ષ સુધીના સુખને પ્રાપ્ત