પર્યાયમાં અશુદ્ધપણે જ પરિણમે છે તેથી તે જીવદ્રવ્ય અશુદ્ધ નિશ્ચયાત્મક છે.
આદિ કેટલાક ગુણોની પર્યાય અશુદ્ધ છે. દ્રવ્ય તે નિશ્ચયઅને ક્ષયિકભાવે નવ કેવળલબ્ધિ, અનંત
ચતુષ્ટય આદિ પર્યાયો શુદ્ધ થઈ ગઈ છે; અમુકગુણની પર્યાયમાં અશુદ્ધતા છે માટે વ્યવહારી–એમ
કેવળજ્ઞાની શુદ્ધ વ્યવહારી છે.
વ્યવહાર કહેલ છે, કેવળજ્ઞાન પણ સદ્ભૂત વ્યવહાર નયનો વિષય છે. મિથ્યાદ્રષ્ટિ જીવ પોતાનું સ્વરૂપ
જાણતો નથી, તેથી પરસ્વરૂપમાં મગ્ન બની, પરને પોતાનું માને છે, મારી ઈચ્છાનુંસાર પરદ્રવ્યનું
ઉપજવું, બદલવું ટકવું, થાય એમ માન્યા કરે છે તેથી પરાશ્રયના, રાગના પ્રેમમાં રોકાણો છે. પોતે
નિત્ય, અરાગી, જ્ઞાતા, ચિદાનંદ પ્રભુ સાક્ષીપણે છે, એકલો જ્ઞાયક છું, નિમિત્ત અને રાગના
આલંબનની મારે જરૂર નથી, હું તો તેનો અકર્ત્તા છું, સ્વામીનથી એ વાતનો અજ્ઞાની નિર્ધાર કરતો
નથી. મિથ્યાત્વ, પુણ્ય પાપ આસ્રવ છે, અનાત્મા છે. અજાગૃત ભાવ છે, ચૈતન્યની જાગૃતિનો નાશક છે
માટે પરસ્વરૂપ છે, આત્મસ્વરૂપ નથી– એમ ભાવભાસનરૂપ ભેદ જ્ઞાન કરતો નથી, તેથી પરસ્વરૂપમાં
લીન થાય છે, દેહની તથા રાગની ક્રિયાનો કર્ત્તા થાય છે, અને તેમાં પોતાનું અસ્તિત્વ માને છે.
શુભરાગ હોય તો મને નિશ્ચય શ્રદ્ધા–જ્ઞા–નચારિત્ર થાય એમ માને છે, તેથી તે રાગાદિ આસ્રવની
ક્રિયાને પોતાનું કર્તવ્ય માને છે આમ એકલા અશુદ્ધભાવરૂપે પરિણમતો હોવાથી તે જીવ અશુદ્ધ
વ્યવહારી છે. મહાવ્રત ચોકખા પાળે છતાં અશુદ્ધ જ છે. પરના કાર્ય મેં કર્યા, હું છું તો તેમાં કાર્ય થાય
છે, જીવ ઈચ્છા કરે તો વાણી થાય, શરીરમાં કાર્ય થાય, હું બીજાને સમજાવી દઉં, હું વાણી બોલી શકું છું,
હું મૌન રહી શકું છું, અસદ્ભૂત વ્યવહાર નયથી જીવ આહાર પાણી લઈ શકે છે, છોડી શકે છે એમ
પરના ગ્રહણ ત્યાગ કરનારો પોતાને માને છે, પરમાં પોતાપણું માને છે એ રીતે તેઓ જ્ઞાતાપણાનો
વિરોધ કરનાર, પરના કાર્યમાં ધણી થનાર મિથ્યાદ્રષ્ટિ જ છે.
એવા સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા ધર્મી જીવ પોતાનું અખંડ ચિન્માત્ર સ્વરૂપ બરાબર જાણે છે,
અનુભવે છે; પણ પર સત્તા અને પર સ્વરૂપનું કોઈ કાર્ય પોતાનું માનતો નથી, પોતાને આધીન પણ
માનતો નથી પણ નિરન્તર જ્ઞાતા સાક્ષી જ છું– એમ નિઃશંકપણે માને છે. યોગ દ્વારા એટલે મન, વચન
કાયા તરફનું બાહ્ય વલણ છોડી અન્તર્મુખતા વડે પોતાના સ્વરૂપમાં ધ્યાન, વિચાર, એકાગ્રતા, ચિંતવન
આદિ કરે છે. તે કાર્ય કરતાં. બુદ્ધિપૂર્વક વિચાર છે પણ તેમાં જેટલા અંશે સ્વાશ્રિત એકતાનું બળ છે તે
દ્વારા પોતામાં અશુદ્ધતાનું કાર્ય કરે છે. પર સત્તાનું કાર્ય તેના કાળે તેનાથી થાય છે, હું કરી શકતો નથી,
હું નિમિત્ત છું તો તેમાં કાર્ય થાય છે– એમ માનતો નથી. ભૂમિકાનુસાર અશુદ્ધભાવ (શુભાશુભભાવ)
થાય છે પણ તેનો કર્ત્તા–ભોક્તા અને સ્વામી થતો જ નથી, રાગાદિ કરવા જેવા માનતો નથી પણ
સ્વરૂપમાં ધ્યાન, વિચાર, એકાગ્રતા આદિમાં અંશે શુદ્ધિરૂપ કાર્ય કરે છે. તે કાર્ય કરતાં, તે મિશ્ર
વ્યવહારી કહેવાય છે.