: ૬ : આત્મધર્મ: ૨૩૩
છયે કારક સ્વતંત્ર છે. જુઓ પંચાસ્તિકાય ગા. ૬રની ટીકા.) જીવ રાગ કરે માટે તેને (કર્મને) બંધાવું
પડે અને રાગ રહિત થાય તેથી કર્મને છૂટવું પડે એમ નથી.
પ્રશ્ન– એક પરમાણુ છૂટો હતો તે સ્થૂળ સ્કંધરૂપે આકાર ધારણ કરે છે તેમાં સ્પર્શ અને આકાર
સ્થુળતા પણે એક છે ને? તો તેના સ્પર્શગુણની પર્યાય અને સ્કંધરૂપે સ્થૂળ પર્યાય એક થઈ કે નહીં?
ઉત્તર:– ના. નિશ્ચયથી તો ત્યાં પણ જુદાપણે જ તેના દરેક ગુણની દરેક પર્યાય તે પ્રકારે વર્તે છે.
વ્યવહારમાં સ્થૂળપણે પોતે થયો છે તે પોતાની શક્તિથી જ થયો છે, પરનીય શક્તિથી નહીં– એમ જીવ સાથે
સંસાર અવસ્થામાં કાર્મણ વર્ગણારૂપે થયા છે તે દરેક પરમાણુ પોતાથી જ બંધન મુક્તિ શક્તિથી પ્રવર્તે છે.
હવે જીવ દ્રવ્યની અનંતી અવસ્થા; તેમાં ત્રણ અવસ્થા મૂખ્ય સ્થાપી. પ્રથમ ગુણસ્થાનથી માંડીને
૧૪મા સુધીની અનંત અવસ્થા લેવી તેમાંથી (૧) અશુદ્ધ અવસ્થા–મિથ્યાદ્રષ્ટિની, (૨) શુદ્ધાશુદ્ધરૂપ
મિશ્ર અવસ્થા–મિથ્યાદ્રષ્ટિની, (૩) શુદ્ધ અવસ્થા ૧૩–૧૪મા ગુણસ્થાનવર્તીની. એ ત્રણે અવસ્થા
સંસારી જીવ દ્રવ્યની જાણવી. સંસારદશાથી અતિક્રાન્ત ભગવાન સિદ્ધોને અનવસ્થિતરૂપ કહીએ છીએ.
પ્રશ્ન:– પરમાણું ચળાચળરૂપ એટલે શું?
ઉત્તર:– જીવ સાથે એક ક્ષેત્રાવગાહરૂપે થવાને આવ્યા તેમાં ટકવાની અપેક્ષાએ અચળ, છૂટવા–
જવાની અપેક્ષાએ ચળ.
હવે એ ત્રણે અવસ્થાનું વર્ણન–જ્યાં સુધી મિથ્યાત્વ અવસ્થા છે ત્યાંસુધી શુભાશુભમાં એકતા
બુદ્ધિવાન અશુદ્ધ નિશ્ચયાત્મક દ્રવ્ય અશુદ્ધ વ્યવહારી છે તે અનાદિરૂઢ, વ્યવહારમાં વિમૂઢ અને પ્રૌઢ
વિવેકવાન નિશ્ચયમાં અનારૂઢ હોવાથી આગમ પદ્ધતિમાં–પુણ્યમાં ધર્મ માને છે, પરને પોતાનું માને છે.
દ્રવ્ય તે નિશ્ચય એકરૂપ છે અને તેની પર્યાય તે વ્યવહાર એવી શૈલી છે. દ્રવ્ય સાથે પર્યાય અશુદ્ધ
છે અને તેમાં આત્મ જાગ્રતિરૂપ અંશે શુદ્ધતા નથી તેથી અશુદ્ધ નિશ્ચય સ્વરૂપ તેનું દ્રવ્ય છે. દ્રવ્ય
અપેક્ષાએ જીવ દ્રવ્ય સદા શુદ્ધ છે, અશુદ્ધ નથી છતાં દ્રવ્યને અશુદ્ધ કહેવું તે વ્યવહારથી છે.
અનાદિકાળથી એકેન્દ્રિયથી માંડીને જૈનમતમાં મહાવ્રતધારી નગ્ન દિગંબર દ્રવ્યલિંગી સાધુ નવમી
ગ્રૈવેયક સુધી ગયો તો પણ તે મિથ્યાદ્રષ્ટિને એકલો અશુદ્ધ વ્યવહાર છે. એકલા રાગ ઉપર દ્રષ્ટિ અને
તેમાં એકતા અનુભવે છે.
(૨) સમ્યગ્દ્રષ્ટિ થતાં માત્ર ચોથા ગુણસ્થાનથી બારમા સુધી મિશ્ર નિશ્ચયાત્મક જીવ દ્રવ્ય મિશ્ર
વ્યવહારી છે. અનાદિથી રાગ અને જ્ઞાયકની એકતા બુદ્ધિ હતી; ભેદજ્ઞાનવડે ગ્રંથીભેદ થતાં, સત્યસ્વરૂપ શુદ્ધ
જ્ઞાયકમૂર્તિ છું, પરાશ્રયની શ્રદ્ધા રહિત, રાગ રહિત છું– એવું ભાવ ભાસન થયું; નિરંતર અખંડ જ્ઞાન
ચેતનાના સ્વામીત્વપણે જ પરિણમન શરૂ થઈ ગયું. ચારિત્રમાં અંશે સ્વરૂપાચરણ ચારિત્ર હોવા છતાં અંશે
સરાગતા (બાધકભાવ) અને અંશે વીતરાગતા (–સાધકભાવ) એમ મિશ્ર ભાવ ૪ થી ૧૨ ગુણસ્થાન સુધી
છે એ સાધકદશાનો કાળ અસંખ્ય સમય છે, તેમાંથી કોઈ મિથ્યાદ્રષ્ટિ થઈ જાય તો તે મિશ્ર વ્યવહારી ન રહ્યો.
સાદિ મિથ્યાદ્રષ્ટિપણે રહેવાનો ઉત્ક્ૃષ્ટ કાળ અર્ધ પુદ્ગળ પરાવર્તન તે અનંત સમય છે. દ્રવ્ય તે
ત્રિકાળ શુદ્ધ નિશ્ચળ, તેની પર્યાયમાં મિશ્ર–અંશે શુદ્ધાશુદ્ધપણું, તેમાં રહેલો જીવ મિશ્ર વ્યવહારી છે.
અંશે શુદ્ધતા તે સંવર–નિર્જરા, અને તે જ પર્યાયમાં અંશે અશુદ્ધતા તે આસ્રવ અને બંધ તેથી
મિશ્ર વ્યવહારી છે.
મિથ્યાદ્રષ્ટિ તો પર્યાય છે. સામાન્ય દ્રવ્ય તો શુદ્ધ છે, નિશ્ચય છે– તેને અશુદ્ધ કેત્રમ કહેવામાં આવ્યું
કે તે જીવ એકલા રાગ, દ્વેષ, અજ્ઞાનમાં એકતાબુદ્ધિ વડે, શુભાશુભ રાગમાં જ રોકાણો છે; હજારો શાસ્ત્રો