ફાગણ: ૨૪૮૯ : પ :
બીજા કોઈ પણ મતમાં આવું વર્ણન ન હોય, અનંતા જીવ–પુદ્ગળ એકક્ષેત્રે ભેગાં રહેતા હોવાં
છતાં બેઉની પરિણતિ જુદી જુદી સ્વતંત્ર જ છે તેનું વર્ણન.
નિગોદ દશામાં એક ક્ષેત્રે અનંત જીવ બધાય એક શ્વાસ જેટલા કાળમાં ૧૮ વાર જન્મે મરે,
આયુ શ્વાસ આહાર અને ઈન્દ્રિય એ ચારે પ્રાણ અનંતાના એક છતાં દરેક જીવ દ્રવ્યની પર્યાય દરેક
સમયે જુદે જુદી કોઈના પરિણામ કોઈ બીજાથી મળતા ન આવે. અહો! કેટલી સ્વતંત્રતા! અનંતકાળથી
એક શરીરમાં રહેનારામાંથી કેટલાક શુભભાવરૂપ પરિણામ કરી મનુષ્ય પણ થાય, કેટલાક અન્ય પર્યાય
ધારણ કરે અથવા ત્યાં જ રહે; કોઈને કોઈનું કારણ લાગુ પડતું નથી. એ જ રીતે, જુદા જુદા રૂપે દરેક
પુદ્ગળ દ્રવ્યનું પરિણમન છે તે પણ બીજા સાથે મળતું આવે નહીં.
એક જીવ દ્રવ્યની જે પ્રકારની અવસ્થા જે સમયે ઉપજી તે જ સમયે તેના અનંતા ગુણોની
અવસ્થા તેને યોગ્ય થાય જ છે, તેમાંથી કોઈ પણ અવસ્થા બીજા જીવ સાથે મળતી આવે. નહીં. એક
જીવની અર્થ પર્યાયો અને વ્યંજન પર્યાય બીજા જીવથી કદી મળતી આવે નહીં. કદિ અંગૂલના અસંખ્યમે
ભાગે હીન અવસ્થા થઈ જાય, કદિ મહામચ્છ એક હજાર યોજનનો થાય જ્ઞાનાદિની પર્યાય પણ દરેક
સમયે જુદી જ છે. ૮, ૯, ૧૦ માં ગુણસ્થાને ચારિત્રગુણની પર્યાયમાં અમુક સમાનતા કોઈ પ્રકારે છે
પણ સર્વથા મેળ ન હોય, આકારમાં કોઈ જીવ સમાન દેખાય પણ સૂક્ષ્મપણે ફેર હોય જ છે.
एकोऽहंवहुस्याम्ः– હું એક છું, હવે બહુરૂપે થાઉં એમ નથી, સર્વવ્યાપક એક અદ્વૈત આત્મા જ
છે તે બધામાં વસી રહ્યો છે એમ પણ નથી જ. જીવ આત્મા ત્રણકાળે અનંતા છે દરેકની સત્તા શક્તિ
એટલે ગુણ અને ગુણની થતી પર્યાય એટલે નવી નવી અવસ્થા તે જુદી જુદી છે.
કેવળજ્ઞાન એટલે પરમાત્મદશા પ્રગટ થયા પછી પણ અનંતાની મધ્યમાં રહ્યો છતાં દરેકના
આકારમાં ફેર છે. કેવળજ્ઞાનાદિ નવ કેવળ લબ્ધિ વગેરેમા સમાનતા હોવા છતાં સૂક્ષ્મપણે કોઈ પ્રકારે
ફેર હોય છે– આમ દરેક જીવનું પરથી અન્ય અવસ્થારૂપ સ્વતંત્ર જ પરિણમન હોય છે. આ પ્રમાણે
અનંતાનંત સ્વરૂપ જીવ દ્રવ્ય અનંતાનંત અવસ્થાપૂર્વક વર્તી રહ્યાં છે. જુઓ સંસાર દશા દશા છતાં સર્વ
પ્રકારે સ્વતંત્ર. એક એક આત્મા આવડો મોટો છે એમ જાણી, ક્ષણિક વિભાવનો આદર, આશ્રય છોડી,
ત્રિકાળી એકરૂપ પૂર્ણ જ્ઞાનઘન શુદ્ધ જ્ઞાયક છું એમ નિર્ણય કરે તો પરથી મને લાભ નુકશાન નથી,
પરાશ્રયથી, રાગથી લાભ નથી, નુકશાન જ છે એમ જાણે અને હિતનું કારણ પોતે જ છે એમ જાણી
પોતાના અખંડ સ્વરૂપમાં દ્રષ્ટિ જ્ઞાન અને એકત્વ કરનારો થાય– એનું નામ સાચો ધર્મ છે.
સત્ય હકીકત શું છે તે પ્રથમ જાણવું પડે છે. જેમ જીવ અનંતા સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ પદાર્થ છે,
એ જ પ્રમાણે સર્વ પુદ્ગળ દ્રવ્યો પણ છે. એક પુદ્ગળ પરમાણુ એક સમયમાં જે પ્રકારની અવસ્થા
ધારણ કરે તે અન્ય પુદ્ગળથી મળતી આવે નહીં; તેથી પુદ્ગળ દ્રવ્યની – પ્રત્યેક પરમાણુની પ્રત્યક
સમયે અન્ય અન્યતા જાણવી. જુઓ, સ્વયં સિદ્ધ પણે. દરેક પદાર્થ પોતાથી જ છે, પરથી નથી– આનું
નામ સર્વજ્ઞ વીતરાગ કથિત સામ્યવાદ છે. બહારમાં સામ્યવાદની વાતો કરનારા દેખે કે ક્્યાં સામ્યવાદ
છે.
હવે જીવ દ્રવ્ય. પુદ્ગળ દ્રવ્ય એક ક્ષેત્રાવગાહી પણે અનાદિકાળથી ધાતુ પાષાણની જેમ છે, તેમાં
વિશેષ એટલું કે જીવ દ્રવ્ય એક અને પુદ્ગળ પરમાણુ દ્રવ્ય અનંતાનંત, ચલાચલરૂપ, આગમન
ગમનરૂપ, અનંતાકાર, અનંત પ્રકારના પરાવર્તન સ્વરૂપ – પરિણમનરૂપ બંધ મુક્તિ શક્તિ સહિત વર્તે
છે તે બધાય તેનાથી તે પ્રકારે વર્તે છે; જીવથી બંધાય અને છૂટવા પામે એમ નથી. બંધાવું=સ્કંધરૂપે
સંઘાતરૂપે થવું કે એકલા ભેદરૂપે, મુક્તરૂપે થવું કે ભેદ સંઘાતરૂપે થવું કે એકલા ભેદરૂપે, મુક્તરૂપે થવું કે
તેની દરેકની સ્વતંત્ર શક્તિ છે (અશુદ્ધ અવસ્થામાં પણ કર્તા, કર્મ, કરણ આદિ