Atmadharma magazine - Ank 233
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 25

background image
ફાગણ: ૨૪૮૯ : :
છે કે હું કરું તો થાય છે એ માન્યતા બે દ્રવ્યનેત્ર એક માનનાર, પરાધિન માનનાર મિથ્યાદ્રષ્ટિની છે.
પ્રશ્ન:– મકાન એની મેળે બને છે?
ઉત્તર:– જગતના નિશ્ચિત ક્રમાનુસા, પુદ્ગળ પરાવર્તનના નિયમાનુસાર પુદ્ગળો સ્વયં પલટીને
તેને કાળે મકાન આદિ રૂપે થાય છે તેનો કોઈ કર્ત્તા હર્તા કે સ્વામી નથી; લોક વ્યવહારમાં નિમિત્તનું
જ્ઞાન કરાવવા બીજાને કર્ત્તા કહેવાય છે, પણ પરના કાર્ય કોઈને આધિન નથી.
આત્માનું કાર્ય પોતાના આત્મામાં જ છે; શરીરની ક્રિયા તથા જગતના દરેક પદાર્થના કાર્ય તે તે
દ્રવ્યથી થઈ રહ્યાં છે.
પ્રશ્ન:– જડમાં જ્ઞાન નથી તેમાં કામ (કાર્ય) કરવાની શક્તિ હોય?
ઉત્તર:– હા, તે પણ અનાદિ અનંત પોતાની સર્વ શક્તિથી પરિપૂર્ણ છે, જડેશ્વર છે, એકલો જ
પરમાણુ સ્વયં ઉત્કૃષ્ટ ગતિ કરીને ૧૪ રાજુ (અસંખ્ય યોજન) ગમન એક સમયમાં કરી શકે છે, તેમાં
કોઈ ચલાવનાર નથી. ઈશ્વરની ઈચ્છા વિના પાંદડુ ન ચાલે એટલે શું કે જડ પરમાણુઓમાં ક્રિયાવતી
નામની શક્તિ છે તેના વિના તે ક્ષેત્રાન્તર ન કરે પણ તે તેની શક્તિ સહિત છે. પાંદડું પવનથી ચાલ્યુ
તો પવનને કોણ ચલાવે છે? એમ પરના કારણે કાર્ય માનતા અનવસ્થા નામે મોટો દોષ આવે છે.
સંયોગમાં એકતા બુદ્ધિવાળા, પરથી કાર્ય માનનારા પરમાં અનુકૂળ– પ્રતિકૂળ અને ઈષ્ટ અનિષ્ટ
માની દુઃખી થાય છે. “હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે:” વસ્તુમાં
પરિણમન શક્તિ છે, તેથી જ તેની અવસ્થા થયા કરે છે. તે જ તેની વ્યવસ્થા છે, તેમાં અન્ય કર્ત્તાની
જરૂર નથી. જગતના દરેક પદાર્થ અનાદિઅનંત છે, તેમાં દરેક સમયે નવી નવી અવસ્થાની ઉત્પત્તિ,
જુની દશાનો વ્યય અને મૂળ વસ્તુપણે તે ધ્રુવ (કાયમ) રહે છે. એમ સ્વ–પરસત્તાનો નિશ્ચય કરી.
પરમા કર્ત્તા, ભોક્તા અને સ્વામીત્ત્વની શ્રદ્ધા છોડી, રાગમાં કર્ત્તા બુદ્ધિ છોડી, પરાશ્રયથી લાભ
માનવાની શ્રદ્ધા છોડી સ્વાવલંબી જ્ઞાયકમાત્ર સ્વરૂપની નિર્વિકલ્પ શ્રદ્ધા કરે તો સુખની શરૂઆત થાય;
અને એમ કર્યા વિના અંશમાત્ર પણ આત્મહિત થતું નથી. સ્વતંત્રતાની વાત લોકોએ સાંભળી નથી.
ઉત્તમ શૌચ ધર્મ
આજ દસલક્ષણી પર્વના ચોથા ઉત્તમ શૌચ (સંતોષ) ધર્મ છે. પૂર્ણ જ્ઞાનાનંદ પવિત્ર સ્વભાવના
લક્ષે જ્ઞાતાપણે સંતોષમાં રહેવું તેમાં જેટલો વીતરાગભાવ છે તેને ઉત્તમ શૌચ ધર્મ કહેવાય છે. મુનિની
મુખ્યતાથી કથન છે. ચારિત્ર ધર્મ મોહક્ષોભ રહિત, રાગદ્વેષ અજ્ઞાન રહિત આત્મ પરિણામ છે. હું
વીતરાગી આનંદ ઘન સ્વભાવી છું તેના આશ્રયે રાગદ્વેષ વિષમતા રહિત પરિણામ તે ધર્મ છે. વર્તમાન
ચારિત્રમાં નબળાઈ જેટલો દોષ થાય છે તે ધ્રુવ સ્વભાવમાં નથી– એમ રાગાદિનું અકારણ એવો પૂર્ણ
જ્ઞાનઘન સ્વભાવમાં દ્રષ્ટિજ્ઞાન અને લીનતા કરનારને અતીન્દ્રિય આનંદમાં તૃપ્તિરૂપ સહજ સંતોષ નામે
ધર્મ હોય છે.
सम संतोष जलेन च यः धोवति तृष्णा लोभ मल पुज्जा।
भोजनशुद्धि विहीनः तस्य शुचित्व भवेत् विमलं।।३९७।।
અર્થ: સમભાવ–રાગદ્વેષ મોહ રહિત સંતોષ પરિણામ. નિત્ય જ્ઞાનાનંદ સ્વભાવમાં એકાગ્રતા–
સ્વસંવેદનદ્વારા અપવિત્રતાનો વ્યય, પવિત્રતાની ઉત્પત્તિ તે સંતોષ છે. એવા સહજાનંદમય સંતુષ્ટ
ભાવરૂપી જળથી, તૃષ્ણા અને લોભરૂપી મળ સમૂહને ધોવે છે, ભોજનની શુદ્ધિ રહિત વૃત્તિ અર્થાત્
અતિ ચાહનાથી રહિત છે તે મુનિનું ચિત્ત નિર્મળ છે.
ભાવાર્થ: કોઈ સંયોગ વિયોગમાં ઈષ્ટ અનિષ્ટ ભાવ ન થવો, અર્થાત્ પોતાના પરમાનંદમય
જ્ઞાન સ્વભાવમાં જ સ્વાશ્રય વડે સુખ માનવું અને તેમાં લીનતા અર્થાત્