: ૧૦ : આત્મધર્મ: ૨૩૩
સમતાની મોજદ્વારા ભાવિ વિષયોની ચાહનારૂપ તૃષ્ણા તથા વર્તમાન સામગ્રીમાં લિપ્તતારૂપ લોભ
એના ત્યાગમાં સ્વયં ખેદરૂપી મળને ધોવાથી પવિત્ર ભાવ અને પ્રસન્નતા જ થાય છે. મુનિને અન્ય
ત્યાગ તો હોય જ છે; વસ્ત્રાદિ હોતા જ નથી, પણ આહારમાં તીવ્ર લોભ થવા દે નહીં.
લાભ, અલાભ, સરસ, નિરસમાં સમભાવ રાખે, જ્ઞાનાનંદ સ્વરૂપમાં સાવધાની રાખે તેથી
તેઓને ઉત્તમ શૌચ ધમૃ હોય છે. તે ભૂમિકામાં શુભ રાગ રહ્યો તે વ્યવહાર ધર્મ છે. મિથ્યાદ્રષ્ટિના
શુભરાગમાં વ્યવહાર ધર્મનો ઉપચાર લાગુ પડતો નથી.
વળી સ્વસંબંધી અથવા પરસંબંધી જીવન લોભ, આરોગ્ય રાખવાનો લોભ, ઈન્દ્રિયો પુષ્ટ
રાખવાને લોભ તથા ઉપભોગનો લોભ એમ લોભ કષાયની ચાર પ્રકારે પ્રવૃત્તિ હોય છે. જ્યા નિર્મળ
જ્ઞાતા સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન શાન્તિ દ્વારા એ બધોય લોભ ન હોય તે ઉત્તમ શૌચ ધર્મ છે.
અંતરંગમાં પ્રગટ બેહદ જ્ઞાનાનંદસ્વભાવ સમુદ્રમાં પ્રવેશ કરી ચારે પ્રકારનો લોભ ન ઉપજે ને
તેના સ્થાનમાં નિરાકૂળ આનંદ ઊછળે તે સંતોષધર્મ છે. લોભાદિ કષાયને ટાળવા પડતા નથી. જે
સમયે રાગ આવ્યો તેને કેમ ટાળે? બીજે સમય ગયો... તેને કેમ ટાળવો અને હજી નથી આવ્યો તેને
ટાળે શું? પણ ત્રિકાળી જ્ઞાનાનંદ સ્વભાવ જેમાં કષાયનો પ્રવેશ નથી એવા નિર્મળ સ્વભાવમાં દ્રષ્ટિ–
જ્ઞાન અને એકાગ્રતા થતાં સંતોષ વર્તે તેનું નામ ઉત્તમ શૌચ ધર્મ છે.
પ્રશ્નોત્તર
૧–પ્રશ્ન– તમે કઈ અપેક્ષાએ એક, અસંખ્ય, અનંત, સાદિસાંત, અને અનાદિ અનંત છો?
૧–ઉત્તર– (૧) દ્રવ્યપણે હું જીવ દ્રવ્ય એક છું, (ર) ક્ષેત્રથી હું નિત્ય અસંખ્ય પ્ર્રદેશી, (૩)
ગુણથી અનંત, (૪) પ્રત્યેક સમયે થતી ઉત્પાદ વ્યયરૂપ પર્યાય અપેક્ષાએ સાદિસાંત, અને (પ)
કાળથી હું અનાદિ અનંત છું.
ર–પ્રશ્ન–તમારામાં કાળ અપેક્ષાએ એક સમય પૂરતું હોય તેવું અનંત અનંત પણું હોય શક્ે?
ર–ઉત્તર–હા. વર્તમાન વ્યક્ત પર્યાય એક સમયે એક હોય છે, (એક એક ગુણની એક પર્યાય
દરેક અસહાય) તેમાં પણ સૂક્ષ્મભાવ અપેક્ષાએ અવિભાવ પ્રતિચ્છેદ અનંત હોય છે, જેમકે જ્ઞાન ગુણની
પ્રગટ પર્યાય.
૩–પ્રશ્ન–તમારામાં રહેલા ગુણોને બની શકે તેમ બે વિભાગમાં વહેંચી આપો.
૩–ઉત્તર–સામાન્ય–વિશેષ, અનુજીવી–પ્રતિજીવી, ક્રિયાવર્તી શક્તિ નામે એક ગુણ અને ભાવવતી
શક્તિપણે અનંત ગુણ. અનંત ગુણમાંથી કેટલાક ગુણ પર્યાય અપેક્ષાએ, પણ ત્રિકાળ શુદ્ધ અને કેટલાક
સંસાર દશામાં અશુદ્ધ, વ્યંજન પર્યાયવાળો એક ગુણ અને અર્થ પર્યાયવાળા અનંત ગુણ.
(પ્રદેશત્વગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહેવામાં આવે છે અને તે સિવાયના સર્વ ગુણોની પર્યાયને
અર્થ પર્યાય કહેવામાં આવે છે)
૪–પ્રશ્ન પર્યાય કોને કહે છે?
૪–ઉત્તર–દ્રવ્યના અંશને – ભેદને પર્યાય કહે છે તેના બે પ્રકાર (૧) સહપ્રવૃત્ત પર્યાય (જે
ત્રિકાળી શક્તિરૂપ ગુણો છે) (૨) ક્રમપ્રવૃત પર્યાય જે ગુણની ક્રિયારૂપ વર્તમાન એક સમયની
પરિણામ, અવસ્થા છે, જુઓ સમયસાર ગા. ર૯૪ તથા ગાથા–ર ની સં. ટીકા.
ક્રમપ્રવૃત પર્યાયને કિ્્રયા પરિણામ, હાલત, કર્મ, અવસ્થા, પરિવર્તન અને વિવર્તન પણ કહેવામાં
આવે છે. ગુણના સક્રિય અંશને ગુણના વિશેષરૂપ કાર્યને પર્યાય કહેવામાં આવે છે. તે ક્રમપ્રવૃત–ક્રમવર્તી
પર્યાય જાણવી.
એક દ્રવ્યની કે ગુણની પર્યાય તેમાં જ થાય છે, તેની પોતાની શક્તિથીી જ થાય છે, પરથી થતી
નથી એવું અનેકાન્ત સ્વરૂપ સમજવું.