ફાગણ: ૨૪૮૯ : ૧૧ :
(પંચાસ્તિકાય ગા. ૧૭ર ઉપર પૂ. ગુરુદેવના રાજકોટમાં પ્રવચન, તા. ૪–પ–૬ર)
જ્ઞાની–અજ્ઞાની દ્રષ્ટિ તથા
પ્રયોજનમાં મહાન અંતર હોય છે.
આ પંચાસ્તિકાય શાસ્ત્રમાં વિશ્વમાં છ દ્રવ્યોનું યથાર્થ નિરૂપણ કર્યું છે. શ્રી વીતરાગ સર્વજ્ઞ
ભગવાને તેમની અચિંત્ય નિર્મળ જ્ઞાનશક્તિ વડે છ જાતિના દ્રવ્યો જાણ્યા જોયા અને ઉપદેશ્યા છે.
આ જ દ્રવ્યોમાંથી જીવ નામનો એક પદાર્થ (દ્રવ્ય) છે. આ જીવ પદાર્થ કેવો છે તે
આચાર્યશ્રીએ સમજાવેલ છે આત્મા (જીવ) અનાદિ અનંત છે તેમ જ તેની અંદર જ્ઞાનાદિ અનંત
શક્તિઓ છે, તે પણ સત્તાત્મક છે, અનાદિ અનંત છે. આ બધી શક્તિઓ આત્માને આધારે રહી
છે. પર દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવોના આધારે કોઈ શક્તિ નથી રહી તેમ સાકરના ગણપણનો આધાર
સાકર છે, ડબો નથી તેમ આત્માના શ્રદ્ધા–જ્ઞાનાદિ ગુણોનો આધાર આત્મા છે. શરીર શુભાશુભ
રાગ, વિકલ્પ કે નિમિત્તના આધારે કોઈ ગુણો ટક્યા નથી. આમ જ્ઞાનાદિ અનંત ગુણોનો ધારક
એવો આ આત્મા વિકલ્પ અર્થાત્ રાગ વડે સમજાતો નથી. દ્રવ્ય ઈન્દ્રિયો કે બુદ્ધિના ઉઘાડથી વેદાય
કે જણાય એવો આત્મા નથી.
જેમ કોઈ એક ઝવેરી પાણીદાર સાચું મોતી જોઈને ખુશ થાય છે અને કહે છે કે કેવું
પાણીદાર મોતી! જાણે મોજાં ઊછળે છે! બાજુમાં બેઠેલા ખેડુતને ઝવેરી કહે છે “મને તૃષા લાગી
છે, પાણી આપો.” આમ સાંભળી ખેડુત કહે છે કે આપની પાસે મોતીમાં પાણી છે તો મારી પાસે
કેમ માગો છો? ઝવેરી હજુ પોતાના આનંદમાં જ છે. તે કહે છે કે “ભાઈ, આ મોતીમાં તો દરિયો
ઊછળે છે હોં.” ખેડુત કહે છે “મારી આ પછેડી ભીંજવી આપો તો માનું કે મોતીમાં પાણી છે”
આમ મોતીની પરખ કરનાર ઝવેરીને મોતીમાં પાણીનાં તરંગો દેખાય છે. ત્યારે મોતીની કિંમત
જેની દ્રષ્ટિમાં નથી તે ખેડુતને મોતીમાં પાણી દેખાતું નથી. તેમ આત્મામાં જ્ઞાન દર્શનાદિ અનંત
ગુણો પડ્યા છે પરંતુ તેને ન જાણનાર, ન શ્રદ્ધનારને વર્તમાન અલ્પજ્ઞતા અને અંશ ઉપર અથવા
રાગની ક્રિયા ઉપર દ્રષ્ટિ હોવાથી, પૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવી કોણ તેની કિંમત નથી તેથી
આત્માને રાગી, દ્વેષી, મોહી જ જાણે છે, કારણ કે તેને તેવો અશુદ્ધ આત્મા જ અનુભવમાં આવે
છે. પરંતુ ભેદજ્ઞાની જીવ છે તેને શુદ્ધ આત્મા અનુભવમાં આવે છે. રાગ, દ્વેષા, મોહ, ગુણાગુણીભેદ
આદિ સર્વ વિકલ્પથી