Atmadharma magazine - Ank 233
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 25

background image
: ૧૨ : આત્મધર્મ: ૨૩૩
પાર જ્ઞાનાનંદનો દરિયો આત્મા છે એમ ચૈતન્ય ઝવેરીઓ જાણે છે, દેખે છે અને સ્વસંવેદન જ્ઞાનથી
અનુભવે છે, તેમ જ મોતીની કિંમત ન સમજનાર ખેડુતની જેમ અજ્ઞાની જીવ અતીન્દ્રિય સહજ
જ્ઞાનમય આત્માનું માપ કાઢી શકતો નથી. તે શરીરની ક્રિયા અને રાગના વિકલ્પોવડે આત્માને
સમજવા વૃથા પ્રયાસ કરે છે. વર્તમાન દશામાં અલ્પજ્ઞાન અને રાગદ્વેષ હોવા છતાં જ્ઞાની તેને ઉપાદેય
નથી સમજતા. તે લાગણી–વૃત્તતિઓને એક સમય પૂરતી ક્ષણિક વિભાવ અંસ સમજે છે. દયા, દાન,
વિનય આદિ શુભ અથવા અશુભ વૃત્તિ આવે પણ તેનો સ્વામી થતો નથી. પરંતુ વૃત્તિઓથી પાર હું
અસંગ જ્ઞાનપણે છું એવા ભાન સહિત છે તેથી અવસ્થા રાગ સહિત હોવા છતાં, શુદ્ધનયદ્વારા અવ્યક્ત
અતીન્દ્રિય પૂર્ણ સ્વરૂપનો વિચાર કરી શકે છે, અને અંશે સ્વસંવેદન આનંદનો અનુભવ કરે છે.
વર્તમાન દશામાં જ્ઞાનનો ઉઘાડ અલ્પ હોવા છતાં અંદર અપ્રગટપણે બેહદ જ્ઞાન ચડ્યું છે– એમ
વિચારીને, પૂર્ણ જ્ઞાનસ્વભાવ સમજણમાં લાવી શકાય છે; જેમકે વિશ્વમાં આકાશ ક્ષેત્રનો વિસ્તાર
કેટલો અનંત છે! તેનો વિચાર કરતાં માલૂમ પડે છે કે આકાશનું અનાદિ અનંતપણું સર્વ ક્ષેત્રે છે. તેની
કોઈ મર્યાદા કે તેનો અંત બતાવી શકાતાં નથી, છતાં અલ્પજ્ઞાનીના જ્ઞાનમાં અમર્યાદિત અનંત ક્ષેત્રને
દશે દિશામાં અનંતપણે જાણવાની તાકાત અત્યારે પણ છે. આમ રાગવાળું અલ્પજ્ઞાન પ અનંત
આકાશ ક્ષેત્રને ખ્યાલમાં લઈ શકે છે. જો આત્મા, તેના પ્રગટ જ્ઞાનનો અંશ આટલા બધાને ખ્યાલમાં લે
અને યાદ રાખે એટલી તાકાત પ્રગટપણે બતાવે છે, તો તેના અંતરંગમાં અપ્રગટ જ્ઞાનાનંદ સ્વભાવની
બેહદ તાકાત છે– એમ એક ક્ષણમાં પોતાના બેહદ સર્વજ્ઞ સ્વભાવને જાણી, હું એવો જ્ઞાન સ્વભાવી
આત્મા છું– એમ નિઃસંદેહ નિર્ધાર (નિર્ણય) કરી શકે છે.
વર્તમાન અવસ્થામાં રાગાદિ હોવા છતાં, તેનો કર્ત્તા કે ભોક્તા ન થતાં, તેનો જ્ઞાતા દ્રષ્ટા
(સાક્ષી) છું એમાં દ્રષ્ટિ દેતા અંતરમાં શાશ્વત એકરૂપ પુર્ણ જ્ઞાન–સ્વભાવી છું– એમ તેમાં એકાકાર દ્રષ્ટિ
દેતાં અને એકાગ્રતા થવાથી નિર્મળ શ્રદ્ધા – જ્ઞાન અને અંશે શાન્તિ પ્રગટ થાય તેજ વાસ્તવિક ધર્મ છે,
તેમાં ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે, તે જ શરૂઆતથી સ્વાશ્રયરૂપ નિશ્ચય ધર્મ છે સ્વસન્મુખતાના પુરુષાર્થમાં
૪–પ–૬ ગુણસ્થાન સ્થિત જીવને પોતાની ભૂમિકાનુસાર શુભ રાગ આવ્યા વગર રહેતો નથી. તે શુભ
રાગને ઉપચાર વ્યવહાર ધર્મ અથવા સ્થૂલ ધર્મ કહેવામાં આવે છે; તે શુભ રાગ (વ્યવહાર રત્નત્રય)
ધર્મ નથી, પરંતુ જ્યાં અમુક અંશે વીતરાગતારૂ નિશ્ચયધર્મ છે ત્યાં બહારમાં આવો શુભરાગ હોય એમ
નિમિત્ત બતાવવા માટે શુભરાગને અસદ્ભૂત વ્યવહારનય દ્વારા ધર્મ અથવા સાધન કહેવામાં આવે છે.
દેવ, ગુરુ શાસ્ત્રની ભક્તિ, દયા, દાના મહાવ્રત વગેરેનો શુભરાગ ભૂમિકાનુસાર આવ્યા વગર રહેતો
નથી; તેથી આવા શુભ રાગનો નિમિત્ત તરીકે નિષેધ નથી, પરંતુ તેને મોક્ષમાર્ગ માનવાનો નિષેધ છે.
જ્ઞાનીને મુખ્યપણે શુદ્ધ સ્વભાવનું વેદન ગૌણ છે. ધર્મી–જ્ઞાની જીવ અશુભથી બચવા શુભનું અવલંબન લે
છે પરંતુ તેને હિતકર, મદદગારપણે માનતો નથી; અથવા શુભરાગથી ધર્મ થશે એમ પણ માનતો નથી;
તે પુણ્યબંધનું જ કારણ છે એમ સ્પષ્ટ અભિપ્રાય તેને હોય છે.
અત્યારે શરીર અને રાગાદિ હોવા છતાં, આત્મા તો જ્ઞાનાનંદ સ્વરૂપે છે, રાગરૂપે કે શરીરરૂપે
થઈ જતો નથી. જેમ ગોળનો રવો ગળપણથી ભરેલો છે, તેમાં તીરાડ ડે તો મીઠો રસ ઝરે છે, તેમ
આત્મા નિત્ય જ્ઞાનાનંદનો પિંડ છે, તેમાં એકમેકપણાની પ્રતીતિ–શ્રદ્ધા–જ્ઞાન અને એકાગ્રતા થતાં
અતીન્દ્રિય ઝરે છે. સાધકદશા પ્રગટ થઈ તે જ પણે પૂર્ણ વીતરાગતા પ્રગટ થતી નથી, પણ વચ્ચે ૪–પ–
૬ ગુણસ્થાને સ્થિત જીવને વચ્ચે આવી પડતી શુભરાગની વૃત્તિનું ઉત્થાન હોય છે (વ્રત, તપ વગેરે)
તેને વ્યવહાર રત્ન–વ્યવહાર ધર્મ કહેવામાં આવે છે.
પરંતુ જેને નિશ્ચય સમ્યગ્દર્શન નથી, શુદ્ધાત્મા સન્મુખ થઈ અતીન્દ્રિય આનંદ રસ ચાખ્યો નથી,