ભૂલાઈ જતી હતી. સિદ્ધક્ષેત્રમાં તો ભક્તિ ખૂબજ ખીલી નીકળતી, સિદ્ધિના સાધકોને સિદ્ધક્ષેત્ર મલી
જાય પછી એમની ભક્તિમાં શું બાકી રહે?
ગુરુદેવ પણ અધ્યાત્મની મસ્તીથી જાણે કે સિદ્ધભગવંતો સાથે વાતો કરતા હોય.. કે
સિદ્ધભગવંતોને સાદ પાડીને બોલાવતા હોય એ રીતે ઉપર નજર કરીને હાથ વડે સિદ્ધાલય તરફ નિર્દેષ
કરતા થકા કહે છે; જુઓ આ સિદ્ધક્ષેત્રમાં સિદ્ધભગવંતોનું સ્મરણ કરીએ છીએ... આપણને યાદ રહી
જશે કે જાત્રા વખતે સિદ્ધક્ષેત્રમાં આ રીતે સિદ્ધ ભગવંતોને યાદ કર્યા હતા.
મંગલ તીર્થયાત્રા દરમિયાન સિદ્ધક્ષેત્રમાં ગુરુદેવનાં આવા ભાવભીનાં પ્રવચનો સાંભળતા
આત્માર્થી જીવોને ચૈતન્યના પ્રદેશે પ્રદેશે પ્રમોદ ઉલ્લસતો ને તેઓના હૈયામાંથી એવો ઉદ્ગારો છૂટતા કે
જયવંત વર્તો ગુરુદેવ સાથેની આ આત્મવૃદ્ધિકર મંગલ તીર્થયાત્રા!
યાત્રાનું ધ્યેય હોવાને લીધે યાત્રિકોને આનંદ અને ઉલ્લાસ રહેતો હતો. બધા સાધર્મીઓ સાથે
હોવાથી, ક્્યારેક રાતે જંગલમાં અટકી જવું પડે તો પણ મુશ્કેલીને બદલે એક જાતની મજા આવતી, ને
મુશ્કેલીના પ્રસંગ વખતેય નવી નવી ભક્તિ વગેરેનાં પ્રસંગથી વાતાવરણ આનંદમય બની જતું ને
મુશ્કેલીઓ ભૂલાઈ જતી. આ રીતે યાત્રાપ્રવાસ આનંદથી ચાલતો હતો.
જેમ, રત્નત્રયરૂપ ધર્મતીર્થમાં જીવ જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ તેમ તેનો આનંદ
વધતો જાય છે, તેમ ગુરુદેવ સાથે તીર્થયાત્રામાં જેમ જેમ આગળ વધતા જઈએ છીએ તેમ તેમ
યાત્રિકોને આનંદ વધતો જાય છે.
આપને પણ એ આનંદનું રસાસ્વાદન કરવાનું દિલ થાય છે નેો તો “મં... ગ... લ... તી... ર્થ...
યા... ત્રા...” પુસ્તક આપને એ આનંદનું થોડુંક રસાસ્વાદન કરાવશે.
તીર્થભક્તિથી ભરપૂર અને તીર્થભૂમિના સેંકડો ચિત્રોથી સુશોભિત
“મંગલતીર્થયાત્રા” પુસ્તક થોડા વખતમાં પ્રસિદ્ધ થશે. અહીં તે પુસ્તકમાંથી
થોડાક અવતરણો આપ્યા છે. વિશેષ માટે “આત્મધર્મ” જોતા રહો.
આત્મધર્મ
આપે છે વૈશાખ સુદ બીજની મંગલવધાઈ!
વૈશાખ સુદ બીજની મંગલ વધાઈ લઈને ‘આત્મધર્મ’ નવા રંગઢંગમાં, નવી જ
શૈલિથી આવી રહ્યું છે. વૈશાખ માસનો પૂ. ગુરુદેવની જન્મજયંતિનો ખાસ અંક વૈશાખ
સુદ બીજ પહેલાં મેળવવા માટે આપ અત્યારથી જ આત્મધર્મના ગ્રાહક બનો. અમને
જણાવતાં આનંદ થાય છે કે આત્મધર્મની લેખનવ્યવસ્થા બ્ર. હરિભાઈ જૈન પુન:
સંભાળી રહ્યા છે વૈશાખ માસનો અંક જિજ્ઞાસુઓને જરૂર આહ્લાદિત કરશે.
આપ ગ્રાહક ન હો તો વૈશાખ માસથી પણ આપ ‘આત્મધર્મ’ મંગાવી શકો છો,
માત્ર એક રૂપીઓ લવાજમ ભરીને આપ વૈશાખથી આસો સુધીના છ માસના અંકો
મેળવી શકો છો.
વૈશાખ સુદ બીજની વધાઈ મેળવવા તરત જ આત્મધર્મના ગ્રાહક બનો. ફાગણ
સુદ પૂર્ણિમા સુધીમાં ગ્રાહકલીસ્ટમાં આપનું નામ લખાવી દેવા વિનંતિ છે. જેથી અંકોની
કેટલી નકલ છપાવવી તે નક્કી થઈ શકે. ‘આત્મધર્મ’ ના વિકાસ માટે સર્વે
જિજ્ઞાસુઓના સહકાર તથા સલાહસુચનાની આશા રાખીએ છીએ.
નવનીતલાલ સી. ઝવેરી (પ્રમુખ)