Atmadharma magazine - Ank 233
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 25

background image
... ભોંયરા જેવું હતું તેમાં ભગવાન બિરાજતા હતા. જેમ ચિદાનંદ પ્રભુનું દર્શન કરવા માટે
જગતથી જુદા પડીને, અંતરમાં ઊંડા ઊતરવું પડે છે તેમ અહીં પણ, આ ભગવાનના દર્શન કરવા માટે
જગતના વાતાવરણથી જુદા પાડીને, આ ભોંયરામાં ઊંડા ઊતરવું પડતું હતું.. અંદર ઊતરીને મોટા
મોટા ત્રણ ભગવંતોને નીહાળતા જ ગુરુદેવ તો આશ્ચર્ય પામ્યા... અહા! જેમ ચૈતન્યદર્શનથી આનંદ
થાય તેમ ગુરુદેવને આ ભગવાનના દર્શનથી આનંદ થયો. ગુરુદેવ કહે: “અહા! આપણે તો આ બધુ
જીવનમાં પહેલીજવાર જોઈએ છીએ.
ગુરુદેવ સાથે ઉલ્લાસભરી યાત્રા થઈ તેથી બેનશ્રી–બેન વગેરેને બહુજ આનંદ થયો... ને આ
રીતે ગુરુદેવના પગલે પગલે તેમની સાથે યાત્રા કરતા કરતા, ને દેવગુરુની ભક્તિ કરતા કરતા,
ચૈતન્યપદની પૂર્ણતા પામતા સુધી સદાય તેઓની સાથેજ રહીએ એવી ભાવના વ્યક્ત કરી.
નૌકાવિહારનો નવીન પ્રસંગ આવતાં સૌ હર્ષિત થયા.. જાણેકે ભક્તિનૌકામાં બેસીને ગુરુદેવ
સાથે સિદ્ધિધામમાં જતા હોઈએ એવા ઉમંગથી ભક્તો ભક્તિ કરવા લાગ્યા. ‘અહા, અનેક જીવોના
તારણહારને આજે હું તારી રહી છું, એવા ગૌરવથી એ જડમતિ નૌકા ડોલતી હતી, પરંતુ એ બિચારીને
ક્યાંથી ખબર હોય કે તે પોતે પણ આ સંતપુરુષના પુણ્ય–પ્રભાવે તરી રહી છે! અરે, ભેદજ્ઞાનનૌકાવડે
અનંત સંસારસમુદ્રને તરી જનારા સાધકોને એક નાની નદી પાર કવી તો શા હિસાબમાં છે? ખરેખર
જ્ઞાનીઓની નૌકા નીરાળી છે.
સંતો કેરી છાંયડી.......... એવી મારી નાવડી..........
કહાનગુરુ સાથમાં.......... જાય સિદ્ધિધામમાં..........
‘અહા, જીવનનો એ એક સોનેરી પ્રસંગ હતો... એ પ્રસંગનું આહલાદકારી વાતાવરણ સૌ
યાત્રિકોના હૃદયમાં કોતરાઈ ગયું છે. અહા, સિદ્ધપદની ભૂમિ પ્રત્યેક પણ સાધકોને આવો ઊમંગ ઉછળે
છે, તો સાક્ષાત્ સિદ્ધપદ પ્રત્યેના સાધકોના અંતરંગ... રંગની શી વાત! ખરેખર સાધકના ભાવ અચિંત્ય
છે.
સિદ્ધક્ષેત્રના એકાંત વાતાવરણમાં એકલા એકલા ટહેલતા ગુરુદેવ ઘણા ભાવથી મુનિવરોનું આ
ધામ એકીટસે ટગટગ નીહાળી રહ્યા છે, ને એમના હૃદયમાં ઉપશાંત ભાવની ઊર્મિઓ જાગે છે. જાણે
સાક્ષાત્ મુનિ ભગવંતોના ટોળે ટોળા નજર સમક્ષ તરવરતા હોય એવો પ્રમોદ તેમની મુદ્રા ઉપર વર્તી
રહ્યો છે. અંતરની ઉર્મિઓ વ્યક્ત કરતાં ગુરુદેવે કહ્યું: અહા હું તો આ ક્ષેત્રમાં મુનિઓને જ દેખું છું;
આસપાસ જાણે મુનિઓ ધ્યાન ધરી રહ્યા હોય એવું અહીંનું વાતાવરણ છે. કેવું સરસ. શાંતિનું ધામ
છે! ભક્તોના ઉલ્લાસનું પણ શું વર્ણન કરવું!
શ્રી રાજેન્દ્રકુમારસિંહજીએ એક સરસ ભાવભીનું ને વિદ્વત્તાપૂર્ણ પ્રવચન કર્યું. મહારાજશ્રીએ
અહીં પધારીને ચાર દિવસ સુધી જે ઉપદેશ દીધો તેમાં ઘણું જ અમૃત પીવડાવી દીધું છે અને આપણે
પણ તે ખૂબ પીધું છે–હૃદયમાં ભરી લીધું છે; હવે આ જે ઉપદેશામૃત આપણે ભરી લીધું છે તે આપણી
પાસેજ રહેશે ને સંસારમાં સુખદુઃખ પ્રસંગે તે આપણને શાંતિ આપશે, આ પર્યાય રહે ત્યાં સુધી ને
નવીન પર્યાયમાં પણ આ ઉપદેશનું મનન કરવાથી ઘણો લાભ થશે. મહારાજ અપની બાત નહીં કહતે,
મહારાજ તો જિનેન્દ્રદેવને જો કહા વહી કહતે હૈ, પોતાને જિનભક્ત કહેવડાવનારા, મહારાજનાં
વચનનો (કે જે જિનેન્દ્રદેવના વચન છે તેનો) વિરોધ કઈ રીતે કરી શકે?
અહા! સિદ્ધિધામના શાંત વાતાવરણમાં મુનિવરોની ભક્તિનો ખૂબ રંગ જામ્યો હતો; ભક્તિની
એવી ધૂન મચાવતા કે, આ ક્ષેત્રમાં અત્યારે મુનિવરોનો વિરહ છે એ વાત પણ ત્યારે