ફાગણ: ૨૪૮૯ : ૩ :
ગાથા ૪૧૦. મુનિનાં અને ગૃહસ્થનાં લિંગો એ મોક્ષમાર્ગ કહે નથી. દર્શન–જ્ઞાન–ચારિત્રને
જિનદેવો મોક્ષમાર્ગ કહે છે.
નિયમસાર ગા. ૧૩૪ માં કહ્યું છે કે શ્રાવક અને શ્રમણ બેઉ–વીતરાગભાવરૂપ શુદ્ધ રત્નત્રયની
ભક્તિ કરે છે.
કળશ નં. ૨૨૦માં કહ્યું છે કે ‘જે જીવ ભવભયના હરનારા આ શુદ્ધ સમ્યક્ત્વની, શુદ્ધ જ્ઞાનની
અને ચારિત્રની ભવછેદક અતુલ ભક્તિ નિરંતર કરે છે, તે કામ ક્રોધાદિ સમસ્ત દુષ્ટ પાપ સમૂહથી
મુક્ત ચિત્તવાળો જીવ–શ્રાવક હો કે સંયમી હો– નિરન્તર ભક્ત છે, ભક્ત છે.
અહીં સમયસારમાં પણ સ્પષ્ટ કહે છે કે દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ નથી; કારણ કે તે શરીરાશ્રિત
હોવાથી પરદ્રવ્ય છે, વ્રત, ભક્તિ આદિ શુભ ભાવ પણ શરીરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે, આસ્રવતત્ત્વ છે,
અનાત્મા છે. અજાગૃતભાવ છે, ઉપરાન્ત ચૈતન્યની જાગૃતિને રોકવાવાળા છે માટે હેય છે.
સમ્યગ્દ્રષ્ટિના શુભભાવરૂપ વ્યવહાર રત્નત્રય છે તે પણ પરદ્રવ્યના આશ્રયરૂપ્ આસ્રવ તત્ત્વ છે,
અનાત્મા છે, શુદ્ધભાવથી વિરોધીભાવ છે; તેથી પરદ્રવ્ય છે, માત્ર આત્માશ્રિત દર્શન–જ્ઞાન–ચારિત્ર જ
મોક્ષમાર્ગ છે; કારણ કે તેઓ સ્વદ્રવ્ય છે.
પ્રશ્ન– શ્રાવકને મુખ્ય શુભભાવ છે તે પરંપરાએ મોક્ષનું કારણ થાય છે– એમ પ્રવચનસારના
ચરણાનુયોગ અધિકારમાં કહ્યું છે– એનો અર્થ શું?
ઉત્તર– મોક્ષનું અને મોક્ષમાર્ગનું ખરું કાર તો સ્વદ્રવ્ય આશ્રિત વીતરાગભાવ જ છે, રાગ નહીં
પરંતુ નીચલી દશામાં સ્વસન્મુખતારૂપ પુરુષાથૃ મંદ હોય છે ને અશુભ ટાળે છે, શુભરાગ બાકી રહ્યો
તેને પણ ટાળીને જ મોક્ષ પામશે અને આ જાતનો રાગ ત્યાં નિમિત્તરૂપે હોય છે તેના અભાવપૂર્વક
મોક્ષ પામશે એમ બતાવવા માટે એ જાતના શુભ વ્યવહારને પરંપરા મોક્ષનું કારણ કહેલ છે; અને તે
અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે.
ત્રણે કાળે અબાધિત નિયમ છે કે સ્વદ્રવ્યાશ્રિત મોક્ષમાર્ગ છે. આત્માશ્રિત નિર્મળ પર્યાયરૂપ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે મોક્ષમાર્ગ છે, બીજો મોક્ષ માર્ગ નથી.
વ્યવહાર તો પરદ્રવ્યાશ્રિત રાગભાવ છે. ઉપદેશમાં શાસ્ત્રમાં વ્યવહારની અને બાહ્ય પ્રવૃત્તિની
વાત આવે ત્યાં રાગની રુચિવાળા જીવ રાજી થઈ જાય, ને કહે કે હાં... હવે અમારી માનેલી વાત
આવી–નિમિત્ત–વ્યવહાર જોઈએ, ભલે શ્રદ્ધા નિશ્ચયની રાખો, પણ પ્રવૃત્તિમાં આવો વ્યવહાર જોઈએ–
એમ માનનાર પરદ્રવ્યના આશ્રયે ધર્મ (સંવર–નિર્જરા) માને છે, પણ છે નહીં; માટે પરાશ્રયમાં
રુચિવાળા આત્મહિત કરી શકે જ નહીં.
પ્રથમથી જ દ્રષ્ટિ અને ચારિત્રધર્મ વીતરાગભાવ જ છે–એ વાતનો નિશ્ચય તો લાવે – જેની
જરૂર લાગે તેને મેળવ્યા વિના રહે નહીં–रुचि अनुयायी वीर्य.
નિશ્ચયના જ્ઞાન સાથે વ્યવહારનયના વિષયને જાણનારા જ્ઞાનને જોડવું તેનું નામ વ્યવહારનું
પ્રયોજન છે. ગુણસ્થાન અનુસાર સ્વદ્રવ્યના આશ્રયે અંશે શુદ્ધિ થા્ય છે, ને અંશે અશુદ્ધિ (શુભ અશુભ
ભાવો) હોય છે તેને તે પ્રમાણે જાણ, તેનું નામ વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે.
ભાવાર્થ– લિંગ છે તે દેહમય છે, દેહ પુદ્ગલમય છે; માટે આત્માને દેહ–દેહની ક્રિયા નથી. રાગની
ક્રિયા આત્માને આશ્રિત નથી, રાગની ક્રિયા મોક્ષમાર્ગ નથી, અર્થાત્ તે સ્વયં અચેતનભાવ છે–તેમાં
ચૈતન્યની જાગૃતિનો અંશ કદી પણ હોઈ શકે નહીં, માટે તે પરદ્રવ્ય છે, પરમાર્થે અન્ય દ્રવ્યને અન્ય
દ્રવ્ય કાંઈ કરી શકતું નથી–એ ન્યિમ છે. (૪૧૦)