Atmadharma magazine - Ank 233
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 25

background image
: : આત્મધર્મ: ૨૩૩
આત્મહિતરૂપ મોક્ષમાર્ગ
કોને માનવો?
(શ્રી સમયસારજી ગા. ૪૦૮–૪૦૯ ઉપર પૂજ્ય ગુરુદેવનું પ્રવચન, તા. ૧૪–૮–૬ર)
અન્વયાર્થ બહુ પ્રકારના મુનિલિંગોને અથવા ગૃહસ્થી લિંગોને ગ્રહણ કરીને મૂઢ (અજ્ઞાની)
જનો એમ માને છે કે આ બાહ્ય લિંગ (દેહ, દેહની ક્રિયા અને મહાવ્રતાદિના શુભ વિકલ્પ) મોક્ષમાર્ગ
છે, પરંતુ લિંગ મોક્ષમાર્ગ નથી, કારણ કે અર્હંતદેવો દેહ પ્રત્યે નિર્મમ વર્તતા થકા લિંગને છોડીને, દર્શન
જ્ઞાન ચારિત્રને જ સેવે છે.
ટીકા–શ્રી આચાર્યદેવ કરૂણા બુદ્ધિથી કહે છે કે લોકો દ્રવ્યલિંગનાં એટલે શુભરાગ–ર૮
મૂળગુણના શુભવિકલ્પને મોક્ષમાર્ગ માનતા થકા મોહથી દ્રવ્ય લિંગનેજ ગ્રહણ કરે છે. કે જે પદ્ધતિ
યોગ્ય નથી.
નિર્વિકલ્પ શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપનું ભાન નથી તેઓ જ્યાં ધર્મ નથીય ત્યાં આત્માનો ધર્મ
માનીય બાહ્યવેષ, નગ્ન શરીર, મોરપીંઠ, કમંડળ અને ૨૮ મૂળગુણના વિકલ્પ અથવા ક્ષુલ્લક આદિરૂપે
સંપ્રદાય ના વેષને જ ગ્રહણ કરે છે.
પ્રથમ સર્વજ્ઞ વીતરાગ કથિત તત્ત્વજ્ઞાન દ્વારા નિર્મળ સમ્યગ્દર્શન ગ્રહણ કરવું જોઈએ તેના
ભાન વિના આવેશમાં આવી જઈ નગ્નદશા મુનિવેષ ધારણ કરે છે. દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનીને
તેનું ગ્રહણ કરે છે તે ગ્રહણ કરવું અયોગ્ય છે. કોઈ કહે, પ્રથમ શુભભાવમાં આવે પછી નિર્મળ
શ્રદ્ધા–જ્ઞાન કરી શકે ને? માટે પ્રથમ આવો વ્યવહાર જોઈએ જ તો તેને તત્ત્વજ્ઞાન પ્રત્યે અરુચિ
છે. ભગવાને તો સર્વ પ્રથમ સમ્યગ્દર્શન જ આત્મહિત માટે પ્રથમ પગથીયું કહ્યું છે તેનો તેઓ
વિરોધ કરનારા છે.
જો દ્રવ્યલિંગ, શુભરાગની ક્રિયા મોક્ષમાર્ગ હોત તો જીનેન્દ્રદેવે, આચાર્યોએ તે દ્રવ્યલિંગ છે.
મોક્ષમાર્ગ નથી એમ કેમ કહ્યું? તેમણે તો આત્માને શુદ્ધ જ્ઞાનમયપણું હોવાથી દ્રવ્યલિંગને આશ્રયભૂત
શરીર અને શુભરાગની મમતાનો ત્યાગ કરી અર્થાત્ પ્રથમ શ્રદ્ધામાં અને પછી ચારિત્રમાં તેના
આશ્રયનો ત્યાગ હોવાથી, તેના આશ્રયના ત્યાગ વડે, તેમને તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની
મોક્ષમાર્ગપણે ઉપાસના જોવામાં આવે છે. વચ્ચે શુભ વ્યવહાર નિમિત્તપણે હોય છે પણ તેને છોડવાથી
મોક્ષમાર્ગ છે અર્થાત્ તેનો આશ્રય છોડવાથી મોક્ષમાગછે. શુભરાગ તો બાહ્ય નિમિત્તરૂપ છે જો તે
સ્વયંમોક્ષમાર્ગ હોય તો ભગવંતોએ તેનો આશ્રય છોડી વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગનો ઉપદેશ કેમ
આપ્યો છે? વ્યવહારનો આશ્રય, નિશ્ચયનો આશ્રય કર્યા વિના છૂટતો નથી. આ ઉપરથી એ જ સિદ્ધ
થાય છે કે દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ નથી પણ પરાશ્રયથી નિરપેક્ષ, આત્માશ્રિત દર્શન–જ્ઞાન–ચારિત્ર જ
(વીતરાગભાવ જ) મોક્ષમાર્ગ છે એમ સિદ્ધ થાય છે.