ચૈત્ર : ૨૪૮૯ : ૭ :
જ્ઞાયક પરિણમે છે એમ નથી; તેમાં એમ પણ આવ્યું કે અંતઃતત્ત્વ જ્ઞાયક પ્રભુ અખંડાનંદ વસ્તુ સ્વભાવ
તો ત્રણેકાળે કષાયચક્રરૂપે થતો જ નથી તેથી પુણ્યપાપમય ઔદયિકભાવ તેમાં નથી. ઔપશમિક,
ક્ષાયોપશમિક અને ક્ષાયિકભાવ અનિત્ય પર્યાય છે, તે બાહ્યનો ભાગ છે, તે વ્યવહારનયનો વિષય છે
ખરો પણ તે અંતરંગ જ્ઞાયક સ્વરૂપમાં નથી. પ્રગટદશામાં ઉપર તરતા વિકાર ભાવ દેખાય તે રૂપે
જ્ઞાયકભાવ પરિણમતો નથી.
ચોથા ગુણસ્થાનથી સ્વસત્તાવલંબી દ્રષ્ટિથી અખંડ જ્ઞાયક સ્વરૂપ આવું સ્વતંત્ર છે એમ જ્ઞાની
જાણે છે. તેના પરિણમનમાં સ્વસન્મુખ જ્ઞાનધારા વધતી જાયછે. જ્ઞાયકના પરિણમનમાં ઔદયિક આદિ
ભેદની અપેક્ષા નથી. જ્ઞાયક તે શુદ્ધ જ્ઞાયક જ છે. આવું સ્વસન્મુખ થયેલું સ્વાવલંબી જ્ઞાન અભેદ
જ્ઞાયકપણે પરિણમે તેને શુદ્ધ કહીએ. (૧) જ્ઞાયક તે અજ્ઞાયક=અચેતન આસ્રવતત્ત્વરૂપે થતો નથી. (ર)
પ્રગટ પર્યાયમાં પણ અભેદ જ્ઞાન જ્ઞાનપણે છે. જ્ઞેયોની ઉપાધિ=અપેક્ષા તેને નથી. (૩) અંતમુર્ખપણે
એટલે પરથી ભિન્ન નિરપેક્ષપણે સેવવામાં આવતો જ્ઞાયકને એકલો શુદ્ધ કહીએ. નિમિત્ત અને રાગની
અપેક્ષા વિના એકલું પરિણમે તેને આત્માનું જ્ઞાન કહીએ. ૧૧ અંગશાસ્ત્ર ભણ્યો તેથી આત્મા જાણ્યો છે
એમ નથી. જેણે આત્માને પરથી ભિન્ન નિરપેક્ષ જ્ઞાયકપણે જાણ્યો નથી તેણે સ્વ–પર, સાપેક્ષ–નિરપેક્ષ,
નિશ્ચય–વ્યવહાર, નિમિત્ત–ઉપાદાન, હોય–ઉપાદેય, વગેરે કાંઈ જાણ્યું નથી. પરાશ્રયની શ્રદ્ધા છોડી,
સ્વસન્મુખ થઈ, અખંડ જ્ઞાયકપણે થનારો જ્ઞાયક છું એમ જાણનારને જાણ્યો તેણે બધું જાણ્યું.
કેવળજ્ઞાનીનું પેટ જાણ્યું. કેવળજ્ઞાન કેમ પ્રાપ્ત થાય તેની કળા જાણી. જો એ કળા નથી જાણી તેનું બધું
ધૂળધાણી છે, વ્યર્થ છે. શાસ્ત્ર સન્મુખની કળા તે તારી જાગૃતિની કળા નથી. જ્ઞાયક સ્વસત્તામાં
સ્વાવલંબી દ્રષ્ટિ અને સ્વસંવેદન જ્ઞાનદશા પ્રગટ કરી તે કેવળજ્ઞાન લેવાની સાચી કળા છે. શિષ્યના પ્રશ્ન
અનુસાર ગા. ૨પમાં શ્રી આચાર્યદેવે કહેલું કે “એવા એકતત્ત્વ–વિભક્ત આત્માને” હું, આત્માને આશ્રિત
ઉત્પન્ન થયેલાં નિજ વૈભવવડે દેખાડું છું. દેખાડું તે રીતે સ્વાનુભવ પ્રમાણથી સ્વીકાર કરજો એમ નિઃસંદેહ
સત્ય ઉપાય બતાવનાર અને સમજનારની વાત છે. ટીકામાં કહ્યું કે સર્વજ્ઞ કથિત આગમજ્ઞાનરૂપી પ્રમાણ,
અતિ નિસ્તુપ નિર્બાધ યુક્તિરૂપ પ્રમાણ તથા શ્રી મહાવીર પ્રભુશ્રી પરંપરાએ આવેલા અમારા ગુરુ
પર્યંત, તેમનાથી પ્રસાદરૂપે અપાયેલ જે શુદ્ધાત્મતત્ત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ તથા પૂર્વાચાર્યો અનુસાર
ઉપદેશ તેને પ્રમાણ કરીને અને ચોથું સ્વાનુભવ પ્રમાણ તે દ્વારા અમે શુદ્ધાત્માની પ્રાપ્તિ કરી છે (પણ કર્મ
પ્રકૃતિના ગ્રન્થ ક્્યાં ભણ્યો?) સ્વાશ્રય વડે મુખ્ય વસ્તુની દ્રષ્ટિથી એકલા જ્ઞાયકને પરથી ભિન્નપણે
જાણતા બધું જાણ્યું. અંતરનો વિકાસ તો અંતમુર્ખ દ્રષ્ટિ–જ્ઞાન અને એકાગ્રતાથી જ થાય છે. આવું
નિરપેક્ષ તત્ત્વ છે તેનો પ્રથમ જ સ્વિકાર અને આશ્રય કરવો જોઈએ. નિમિત્તપણે વ્યવહારના ભેદ
જાણવા માટે વ્યવહાર બરાબર છે પણ સર્વ ભેદને ગૌણ કરનાર શુદ્ધનયદ્વારા સ્વસન્મુખ થઈ, અભેદ
જ્ઞાયક છું એનું નિર્વિકલ્પ અનુભવ સહિત ભાન થવું તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન બીજ છે, આત્મા
એકાન્ત બોધિ બીજ જ્ઞાયક સ્વરૂપ છે. તે બીજમાંથી ઊછળીને જ્ઞાન થયું તે આત્માની અનુભૂતિ છે જે
શુદ્ધનય સ્વરૂપ છે; તેનો વિષય શુદ્ધાત્મા ત્રિકાળ એકરૂપ પૂર્ણ છે. પ્રથમ મહાપ્રશ્ન હતો કે પ્રભુ, આવો
શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ– એ પ્રશ્નના ઉત્તરમાં છઠ્ઠી ગાથામાં, કેવળજ્ઞાનીને તથા
નિર્ગ્રંથ સંતોને શું કહેવું છે તે સ્પષ્ટ કરી અદ્ભૂત વાત કહી છે.
ભાવાર્થ– વસ્તુપણે જોતાં, આત્મા બંધનને અશુદ્ધતારૂપ સંસારને સ્પર્શતો નથી, વિભાવરૂપે
પરિણમ્યો નથી; પણ વર્તમાન પર્યાયમાં અશુદ્ધપણું તો પોતાને ભૂલી પરાશ્રયથી ઉત્પન્ન કરવામાં આવે
છે. આત્માનું મૂળ સ્વરૂપ કદી અશુદ્ધ હોઈ શકે નહીં. ધ્રુવ સ્વભાવના સંગથી અશુદ્ધતાનો રાગ, શાસ્ત્ર
તરફનો ઝુકાવ, મહાવ્રત એ પણ શુભાસ્ત્રવ છે, રાગ છે, પરદ્રવ્ય સન્મુખ જેટલી વૃત્તિ ઊઠે છે તે બધું
અશુદ્ધપણું છે, ત્યાં મૂળ દ્રવ્ય અન્ય દ્રવ્યરૂપ અશુદ્ધપણે કદી થતું નથી. ત્રિકાળી અંશી વસ્તુને ભૂલી માત્ર
એક સમયની પર્યાયમાં ભૂલ પોતે ઉત્પન્ન કરે તો