Atmadharma magazine - Ank 234
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 31

background image
: : આત્મધર્મ : ૨૩૪
જણાતું હોવાથી જ્ઞેયાકરે જ્ઞાન થયું છે પણ તેથી પરસત્તાવલંબી જ્ઞાન નથી, પણ નિરન્તર સ્વ–
સત્તાવલંબી છે. એકલા જ્ઞાનયકને જોતાં પોતે જ્ઞાયક જ છે. જ્ઞેયાકાર જેવું જ્ઞાન નથી પણ જ્ઞાયકના જેવું
જ્ઞાન છે. વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન અને મહાવ્રતાદિકરાગ છે માટે તે રૂપે જ્ઞાયકભાવ પરિણમ્યો છે એમ
નથી, પણ વ્યવહાર વ્યવહારપણે છે તેમ જ્ઞેયાકારો જ્ઞાનમાં જણાય છે ત્યાં જાણવારૂપે જ્ઞાનનો જ
વિકાર કામ કરે છે, પણ તેમા વ્યવહાર જ્ઞાનની અપેક્ષા આવતી નથી. અનંત ગુણનો અખંડ રસ એવો
ભગવાન એટલે સહજ જ્ઞાનવાન આત્મા અંતરના સ્વાવલંબી જ્ઞાનથી પોતાને (જ્ઞાનને) જાણે છે.
પરને જાણે છે, છોડે છે તે કહેવા માત્ર છે. જ્ઞેયોથી જ્ઞાન નથી, જ્ઞેયો જણાતાં નથી, પણ જ્ઞાનની
યોગ્યતાનુસાર સ્વ–જ્ઞાનાકાર જણાય છે. શુભરાગ પણ આસ્રવ છે, અજાગ્રતભાવ છે, જ્ઞાન થી વિરુદ્ધ
છે. રાગમાં જ્ઞાનનો અંશ જરાય નથી, તેથી તે અચેતન છે. તે વ્યવહારને જાણે તેટલું જ્ઞાન વ્યવહાર
જ્ઞેયની અપેક્ષાથી પ્રકાશે છે એમ નથી. આમ નિરપેક્ષ જ્ઞાયકમાં દ્રષ્ટિ થઈ, ત્રિકાળ આવો છું એમ ભાન
થયું તેને મુક્તિ થઈ છે. દ્રવ્યની પર્યાયે પર્યાયે મુક્તિનું સ્પર્શન, સંવેદન ચાલુ થઈ ગયું તે જ્ઞાની છે
અહો! પરમ તત્ત્વ જ્ઞાયકને સ્વભાવથી અનુભવવાની અપૂર્વ દ્રષ્ટિ બતાવે છે. જેમ દિપક ઘટપટને
પ્રકાશવા કાળે, ઘટ પટાદિની અપેક્ષાથી પ્ર્રકાશે છે એમ નથી, તેમ રાગાદિ જ્ઞેય છે માટે જ્ઞાયકને તેની
અપેક્ષા છે એમ નથી. પણ ઘટપટને પ્રકાશવાકાળે દિપક દિપક જ છે. દિપક સ્વયં પ્રકાશે છે અને
પોતાની પ્રકાશમય જ્યોતિ–શિખાને પ્રકાશવા કાળે પણ દિપક જ છે, એમ જ્ઞાયકનું સમજવું.
જ્ઞાયક શુભાશુભને જાણે છે તે તો જ્ઞાનની સ્વચ્છતાને જાણતા પરજ્ઞેયો જણાય છે તેથી
રાગાદિરૂપે જ્ઞાયક પરિણમ્યો છે એમ નથી. જ્ઞાયકવસ્તુ રાગાદિના અકારણરૂપે જ્ઞાતાપણે જ રહે છે.
વસ્તુ રાગરૂપે થઈ નથી. પ્રગટ પર્યાયમાં શુભાશુભ રાગ અજાગ્રતભાવ જ્ઞેયપણે જણાય છે તેથી જ્ઞાયક
તે રૂપે વર્તમાનદશા પૂરતો થાય છે કે નહીં? ના, રાગને જાણતા, પોતાને–સહજ જ્ઞાનને જ જાણે છે;
પોતાની જ્ઞાયકતા જ જણાય છે અહો! આવો સ્વ–સન્મુખ જ્ઞાયકભાવ તે હું છું એમ પોતે અનુભવે
ત્યારે સમ્યગ્દર્શન થાય છે. સ્વસંવેદન જ્ઞાનવાળો થયો, પછી જ ચારિત્રની ગણતરી થાય; એકડા
વિનાના મીંડાની ગણતરી શું? સહજ જ્ઞાનમાં સ્વસત્તામાં પ્રકાશ પૂંજ છું, તેમાં પરાશ્રયના ભેદ રહિત
એકત્વની દ્રષ્ટિ પછી વ્યવહાર રત્નત્રયની વૃત્તિ ઊઠે છે, પણ તે રૂપે જ્ઞાન છે જ નહીં; પણ રાગથી જુદો,
સર્વ નિમિત્તની અપેક્ષારૂપ પરાશ્રયના ભેદથી મુક્ત એટલે જુદો છું, એમ જ્ઞાન જ્ઞાનને જાણે છે. પ્રશ્ન:–
ઈન્દ્રિયો તથા રાગાદિ નિમિત્ત છે તો તેનું જ્ઞાન તો કર્યું કે નહિ? ના, કેમકે તેને જાણવાની અપેક્ષા
જ્ઞાયકમાં નથી, એવો નિરપેક્ષ અર્થાત્ સહજ જ્ઞાન સ્વભાવી જ્ઞાનમય કર્ત્તા–કર્મથી અભેદ એકલા
એકલા જ્ઞાયકનો અનુભવ તે સમ્યગ્દર્શન છે. પર્યાય ભેદની વાત ગૌણ થઈ જાય છે. હેય તત્ત્વને હેય
કરવુ પડતું નથી, સ્વસન્મુખતાનુસાર હેય થતું જ જાય છે. ધ્રુવ જ્ઞાયકપણે જાગ્યો ત્યાં જ્ઞાન જ એવું
જાણે છે કે શરીર, શાસ્ત્ર, વાણી અને વિકલ્પથી જાણવાની અપેક્ષા રાખે એવો જ્ઞા્યક નથી.
ગણધરદેવ શ્રી તીર્થંકર ભગવાનની સભામાં કાયમ હોય છે, અને સાંભળે છે ને? ના, તે
પોતાના જ્ઞાનને જ જાણે છે, તેમાં રાગની, વાણીની અપેક્ષાવાળું જ્ઞાન છે એમ નથી. પાંચમી ગાથામાં
કહ્યો તે એકત્વ વિભક્ત આત્માને અહીં નિરપેક્ષ એકલો જ્ઞાયક કહ્યો છે તે સર્વ અવસ્થામાં અખંડ
જ્ઞાયક સ્વભાવ છે એમ ધ્વનિ ઊઠે છે. આ તો મહાન રચના છે, મૂળ મંત્રો છે. સર્વજ્ઞ પરમાત્માના
પાડોશી આચાર્યદેવ ચારિત્રમાં–અનુભવમાં આવીને, આવીને, પરમ પરિણામિક ભાવરૂપ જ્ઞાયક
સ્વભાવની વાત કરે છે. પરાશ્રયની દ્રષ્ટિ દૂર કરી, સ્વયંસિદ્ધ આત્મ દ્રવ્યને જ્ઞાયક સ્વભાવપણે અનુભવે
છેકે પરથી ભિન્ન, આવો નિરપેક્ષ જ્ઞાયકભાવ કર્ત્તા–કર્મના ભેદ રહિત, પરથી ભિન્ન એટલે પરથી
જ્ઞાયકપણે જ્ઞાયકનો પોતાને અનુભવ હોવાથી શુદ્ધ કહીએ. અહીં શુદ્ધનયના વિષયભૂત આત્માને પરમ
પારિણામિકભાવે જ્ઞાયક કહેવો છે તેમાં કર્મના ઉદયાદિની અપેક્ષા રાખીને