ચૈત્ર : ૨૪૮૯ : પ :
અપેક્ષા નથી. જ્ઞાનાકાર પોતાથી જ છે. પરપદાર્થ, પ્રકાશ ઈન્દ્રિય, શુભરાગ આદિ પરની અપેક્ષાથી જ્ઞાન
પરિણમતું જ નથી. જેમ દિપક ઘટને પ્રકાશવા કાળે દિપક જ છે, સ્વને પ્રકાશવા કાળે પણ દિપક જ છે
તેને પરની અપેક્ષા નથી. તેમ જ્ઞાયક જિન શક્તિથી અખંડ પૂર્ણ છે, નિરપેક્ષ છે, તેનું સ્વ સત્તાવલંબી
જ્ઞાન શુભાશુભ વિકલ્પરૂપે થયું નથી. વિકલ્પકાળે પણ વિકલ્પની અપેક્ષાથી પરિણમ્્યું છે એમ નથી,
પણ સ્વયંજ્ઞાયકની એક જ્ઞાયકપણે જ પ્રસિદ્ધિ કરે છે કે જ્ઞાયક સર્વ અવસ્થામાં એકરૂપ જ્ઞાયક જ છે;
આ નિશ્ચય છે, સત્યાર્થ છે, યથાર્થ છે, વાસ્તવિક છે. તે સિવાય બીજાની અપેક્ષા બતાવવી તે વ્યવહાર
છે, અસત્યાર્થ છે, આરોપીત છે.
વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રનો રાગ જ્ઞેય છે અને તેને જાણવારૂપે પરિણમતું જ્ઞાન તે રાગરૂપે
જણાયું નથી પણ જ્ઞાયકને અખંડ જ્ઞાયકપણે પ્રસિદ્ધ કરતું જણાય છે. સવિકલ્પકાળે કે
સ્વરૂપપ્રકાશનકાળે આત્મા જ્ઞાયકપણે જણાયો છે તે તે છે, અર્થાત્ અનાદિ અનંત ધ્રુવ
પારિણામિકભાવપણે જ્ઞાયક જ છે. આ સમ્યગ્દર્શનનો વિષય છે. તેના આશ્રયે જ સ્વાનુભવ અને
સમ્યગ્દર્શન થાય છે.
સમ્યગ્દ્રર્શન પછી જ ચારિત્ર આવે; એના વિના ગમે તે કરે પણ તેનાથી આત્માનું ચારિત્ર કેવું?
શુભરાગરૂપ મહાવ્રતથી આત્મામાં રમણતા થતી નથી; પણ શુદ્ધનયના વિષયરૂપ ભૂતાર્થના આશ્રયથી જ
આત્મામાં નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન–રમણતાનું ઉપજવું, વધવું અને ટકવું થાય છે. જ્ઞાનીને સ્વદ્રવ્યના
આલંબનના બળથી ૬–૭ ગુણસ્થાનને યોગ્ય ચારિત્ર હોય તો તેની પર્યાયને યોગ્ય વ્યવહાર–વિકલ્પ
આવે છે; તેને જાણે છે કે તે જ્ઞેયપણે નિમિત્ત છે, હેય છે. વ્યવહાર વિકલ્પને જાણવાની અપેક્ષાએ જ્ઞાનમાં
જ્ઞેયાકાર પર્યાય થઈ છે તે સ્વાવલંબીપણે જ્ઞાયકમાં અભેદ થઈને થઈ છે તેથી સ્વભાવ દ્રષ્ટિથી જોતાં
જ્ઞાયક દરેક કાળે જ્ઞાયક જ છે. સ્વ–પર જ્ઞેયને જાણવા છતાં એકરૂપ જ્ઞાનભાવમાં કર્ત્તા કર્મનું અભેદપણું
હોવાથી, જ્ઞેયકૃત ઉપાધિ જ્ઞાયકને લાગુ પડતી જ નથી. જ્ઞેય આવ્યું માટે જ્ઞાયક છે એમ નથી. જ્ઞાનની
નિર્મળ દશા થઈ તેમાં કોઈ પરની અપેક્ષા–કારણપણું આવતું જ નથી. પોતે જ જાણનારો, જાણવારૂપે
પરિણમનારો પોતે, માટે કર્ત્તા પોતે છે અને પોતાને જ અભેદ પર્યાયરૂપે જાણ્યો છે માટે પોતે જ કર્મ છે.
અહો! શ્રી સમયસાર શાસ્ત્ર ૧૪ પૂર્વ ૧ર અંગનું રહસ્ય ભરીને વર્તમાનમાં આવ્યું છે; તેની દૈવી અદ્ભૂત
ટીકા ભરતક્ષેત્રમાં न भूतो न भविष्यति। મહાવિદેહમાં તો સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા બિરાજે છે, તેની
શી વાત? પણ મુખ્ય–પ્ર્રધાન જ્ઞાયક સ્વરૂપ આત્માને તેની સર્વ અવસ્થામાં એકરૂપ વ્યાપક અને રાગથી
તથા પરથી નિરપેક્ષ, નિરાળો આત્મા બતાવનાર આ અદ્ભૂત શાસ્ત્ર છે, કોઈ પ્રકારે કેવળીના વિરહ
ભૂલાવે એવું પરમાગમ શાસ્ત્ર છે. અહો! તું કોણ? તને શુદ્ધ જાણ્યો કેમ કહેવાય?
શુદ્ધ એટલે સમસ્ત પરભાવોથી ભિન્ન, રાગાદિ વિભાવપણે થયો જ નથી, એવો ત્રિકાળી ધ્રુવ
સ્વભાવપણે આ આત્મા જ્ઞાયક છે એમ સ્વસન્મુખ જ્ઞાન વડે સેવવામાં આવતાં તેને શુદ્ધ જાણ્યો કહેવાય
છે. જ્ઞાયક પોતે પોતાને જાણે છે તે નિશ્ચય છે પરને જાણે છે, વ્યવહાર–નિમિત્તને જાણે છે એમ કહેવુ તે
ઉપચાર કથન છે. આત્મા પોતાના સ્વપર પ્રકાશક જ્ઞાનની સ્વચ્છતાને જાણે છે, દર્શન જ્ઞાનમય પોતાની
ર્પ્યાયને જાણે છે, દર્શન જ્ઞાનમય પોતાની ર્પ્યાયને જાણે છે. પરને જાણે તે તો ઉપચરિત સદ્ભૂત
વ્યવહાર નયથી છે. રાગને જાણતો નથી, શુભરાગને લીધે જાણે છે એમ નથી. નિમિત્ત અને રાગની
જ્ઞાનને અપેક્ષા નથી, એવો નિરપેક્ષ એકરૂપ શાશ્વત જ્ઞાયકપણે સેવવામાં અનુભવમાં આવતો શુદ્ધ કહીએ
છીએ. ભૂમિકાનુસાર શુભાશુભભાવ આવે ખરા પણ તે રૂપે પરિણમે તેને જ્ઞાયક કહેતા નથી.
પોતે જ્ઞેય અખંડ સ્વજ્ઞેય છે. વિશેષમાં પોતાના જ્ઞાનનો વિકાસ તે સ્વ–જ્ઞેય છે. પર જ્ઞેયને
પરપણે જાણ્યું એટલે એવા પોતાના જ્ઞાનને જાણ્યુ છે પણ તેથી નિમિત્ત અથવા રાગને અવલંબીને જ્ઞાન
થયું છે એમ નથી ખરેખર સ્વ સન્મુખ થયેલું જ્ઞાન રાગ સામે જોતુ નથી; જ્ઞાન જ્ઞાનને જાણે છે. રાગ
બહિર્મુખ છે તેની સામે જ્ઞાને જોયુ નથી. પણ સામે ચીજ છે તેના જ્ઞેયાકારે જ્ઞાન થયુ તે ઉદાહરણ માત્ર
છે. હા, સામે જેવું જ્ઞેય છે તેવુ જ્ઞાનાકારમાં