એકલો પૂર્ણજ્ઞાયક જ છું, એમ અનુભવમાં આવ્યો તે તો તે જ છે. એવા પરમ પારિણામિક ભાવરૂપ
જ્ઞાયકનો મહિમા છે, તેની મુખ્યતા છે તેથી તેના આશ્રયે જ ધર્મની શરૂઆત થાય છે. સ્વસત્તાવલંબી
શ્રદ્ધા, જ્ઞાન અને લીનતાને મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. નીચે ચારિત્રમાં કમજોરી જેટલો
પરસત્તાવલંબી અંશ છે ખરો પણ જ્ઞાની તેને મોક્ષમાર્ગ માને નહીં. એકલા શુભરાગમાં વ્યવહારનો
આરોપ આવતો જ નથી. એકલા શાસ્ત્ર સંબંધી જ્ઞાનને જ્ઞાન કહેતાં જ નથી.
સમ્યગ્જ્ઞાન અંશે આત્માની સન્મુખ થયેલું સ્વાશ્રિત છે તે અભેદ અપેક્ષાએ અહીં છઠ્ઠી ગાથામાં નિશ્ચય
જ્ઞાન કહ્યું છે કળશ નાં. ૧૩ માં શુદ્ધનયને અભેદ અપેક્ષાએ કહ્યું કે શુદ્ધનય (શુદ્ધનિશ્ચયનય) ના
વિષયરૂપ આત્માની અનુભૂતિ છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે, એમ જાણીને તથા આત્માને આત્મામાં
નિશ્ચલ સ્થાપીને સદા સર્વ તરફ એક વિજ્ઞાનઘન આત્મા સ્વપણે છે, પરપણે નથી એમ દેખવું. વળી આ
કળશની ટીકામાં શ્રી રાજમલ્લજીએ કહ્યું છે કે ૧ર અંગશાસ્ત્રનું જ્ઞાન કોઈ અપૂર્વ છે એમ કોઈ માને તો
તે વિકલ્પાત્મક પરલક્ષી જ્ઞાન છે, પરસત્તાવલંબી જ્ઞાન કાંઈ મોક્ષમાર્ગ નથી. ભેદજ્ઞાનદ્વારા શુદ્ધાત્માનો
અનુભવ થતાં સમ્યગ્દ્રષ્ટિને ૧ર અંગ જાણવાની કોઈ અટક નથી.
સમ્યગ્જ્ઞાન વ્યવહાર નયથી અનેક જ્ઞેયો ને જાણવારૂપે પરિણમ્યું તોપણ જ્ઞેયોના કારણપણાની તેને