Atmadharma magazine - Ank 234
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 31

background image
વષ ૨૦ : અક ૬ ઠ] તત્ર : જગજીવન બવચદ દશ [ચત્ર : ૨૪૮૯
ભેદજ્ઞાનીની એકત્વ ભાવના.
મહા આપદાઓથી ભરેલા, દુઃખરૂપી અગ્નિથી પ્રજ્વલિત અને ગહન એવા
સંસારરૂપી મરુસ્થલ (રણ) માં આ જીવ એકલો જ ભ્રમણ કરે છે. કોઈપણ તેનો સાથી
નથી. (૧)
આ આત્મા એકલો જ શુભાશુભ કર્મફળને ભોગવે છે, અને સર્વપ્રંકારે પોતે એકલો
જ, સમસ્ત ગતિઓમાં, એક શરીરથી બીજા શરીરને ધારણ કરે છે. (ર)
સ્વર્ગની શોભાને મોહદ્રષ્ટિથી દેખીને રંજાયમાન થઈ સ્વર્ગના માનેલા સુખ પણ
એકલો જ ભોગવે છે, સંયોગ વિયોગમાં અથવા જન્મ મરણમાં તથા સુખદુઃખ ભોગવવામાં
કોઈ પણ મિત્ર સાથી નથી.
આ જીવ પુત્ર, મિત્ર, સ્ત્રી આદિને મોહનું નિમિત્ત બનાવી. તે સંબંધી પોતાનો
સંતોષ માટે, જે કંઈ પુણ્ય પાપ ભલું ભૂંડું કાર્ય કરે છે તેનું ફળ પણ નરકાદિક ગતિઓમા
સ્વયં એકલો જ ભોગવે છે, અન્ય કોઈ ભાગીદાર થતાં નથી.
અનેક પ્રકારના પાપ દ્વારા ધનોપાર્જન થાય છે. તેને ભોગવવામાં તો પુત્ર મિત્રાદિ
અનેક સાથે થઈ જાય છે, પણ પોતે બાંધેલા પાપકર્મના સંબંધ વડે થતાં ઘોર દુઃખનો સમૂહ
તેને સહન કરવા કોઈ પણ સાથી થતો નથી. પ્રત્યક્ષ દેખે છે કે સંસારી મોહવશ પ્રાણી
એકલો જ જન્મ મરણ પામે છે, તેના કોઈ દુઃખમાં કોઈ સાથી નથી, શરણ નથી છતાં
પોતાનું અનાદિ અનંત એકત્વ નિશ્ચય સ્વરૂપ દેખતો નથી એ મોટી ભૂલ છે– તેનું કારણ
અજ્ઞાન જ છે.
આ મૂઢ જીવ જે સમયે મોહવશ પરને પોતાનું માને છે, મિથ્યાત્વ રાગાદિને કર્તવ્ય
માને છે ને તે રૂપે પરિણમે છે, ત્યારે આ જીવ પોતે જ પોતાને પોતાના જ દોષથી બાંધે છે.
જ્યારે ભેદજ્ઞાન દ્વારા, અસલી એકત્વને અનુભવે છે ત્યારે કર્મોનું બંધન કરતો
નથી પણ નિર્જરાપૂર્વક મોક્ષગામી થાય છે.
જે સમયે આ જીવ ભેદવિજ્ઞાનદ્વારા ભ્રમ રહિત થઈને એવું ચિંતવન કરે કે હું
એકત્વને પામ્યો છું. તે સ્વાનુભવના બળથી આ જીવને સંસારનો સંબંધ સ્વયં જ નષ્ટ થઈ
જાય છે; કેમકે સંસારનો સંબંધ તો મોહથી છે. નિર્મોહી જ્ઞાનાનંદ નિર્મળની દ્રષ્ટિ–જ્ઞાન અને
અનુભવ થતાં, મોહ ઉત્પન્ન જ થતો નથી, કેમકે પોતે એકલો છે તો મોક્ષદશા કેમ ન પામે?
(જ્ઞાનાર્ણવ)