: ૨ : આત્મધર્મ : ૨૪૮૯
ક્રિયાઓમાં વિત્યો... એ પંથે ચાલતા ચાલતા અનેક જુગ વીત્યા પણ પંથડાનો પાર ન આવ્યો, ન
આવ્યો, –હરિ હાથમાં ન આવ્યા... પણ ભાઈ, હરિ એવો ચૈતન્ય ભગવાન આત્મા તારાથી જરાય
વેગળો નથી, તારા અંતરમાં જ બિરાજી રહ્યો છે પણ એના દર્શનમાં બહારના અભિમાન તને આડા
આવ્યા... દેહની ક્રિયા મારી ને વિકારની ક્રિયા મારી–એવી મિથ્યાબુદ્ધિનો અહંકાર તને ભગવાન આત્માના
દર્શનમાં આડો આવે છે. છે તો અંદરમાં, પણ બહારથી જુદો પડીને અંદરમાં આવે ત્યારે દેખાયને!
એક ક્ષણ માત્ર પણ જો ભેદજ્ઞાન કરીને ચૈતન્યને અને રાગને જુદા પાડે તો, જેમ વીજળીથી
પર્વતના બે કટકા થાય તે કદી રેણથી ભેગા ન થાય, તેમ જ્ઞાનીને કદી જ્ઞાનની ને રાગની એકતા થતી
નથી. ભેદજ્ઞાન કરીને રાગથી જુદો પડ્યો ત્યા અંદરથી ભણકારા આવી જાય છે કે હવે આત્માને
ભવભ્રમણના અંત નજીક આવ્યા.
ભવભ્રમણમાં ચૈતન્યનું યથાર્થ શ્રવણ–લક્ષ–પરિચય ને અનુભવન જીવે કદી કર્યું નથી. યથાર્થ
શ્રવણ ત્યારે કહેવાય કે જ્યારે તે લક્ષમાં લ્યે... યથાર્થ લક્ષ ત્યારે કહેવાય કે જ્યારે પરિચય કરે, અને
યથાર્થ પરિચય ત્યારે કહેવાય કે જ્યારે અનુભવમાં લ્યે. યથાર્થ શ્રવણ અને લક્ષપૂર્વક અંતરમાં રાગથી
પાર ચૈતન્યનો અનુભવ કરવો તે અપૂર્વ ધર્મ ને ઉત્કૃષ્ટ મંગળ છે. (વાંકાનેર શહેરના પ્રવચનમાંથી)
છેલ્લા સમાચાર
પરમ પૂજ્ય ગુરુદેવ ચૈત્ર સુદ ૧ થી ૭ સુધી મોરબી બિરાજમાન હતા; તે
દરમિયાન ચૈત્ર સુદ ૬ ને શનિવાર ના રોજ સવારે પ્રવચન પછી તેઓશ્રી વવાણીયા
‘શ્રીમદ્ રાજચંદ્ર જન્મસ્થાન ભવન’ માં પધાર્યા હતા. ગુરુદેવ સાથે શ્રીમદ રાજચંદ્ર જેવા
અધ્યાત્મિક પુરુષનું જન્મધામ જોવાની ઉત્સુકતાથી પાંચસો જેટલા જિજ્ઞાસુઓ પણ જુદા
જુદા ગામેથી વવાણીઆ આવ્યા હતા ને આખો દિવસ વવાણીયામાં જન્મધામનું
વાતાવરણ ઉત્સાહમય રહ્યું હતું. શ્રી જસાણી કુટુંબ તેમજ ડો. જયંતિભાઈ પારેખ
વગેરેએ ઘણા પ્રેમથી સુંદર વ્યવસ્થા કરી હતી.
પૂ. ગુરુદેવ વવાણીયા પધાર્યા બાદ જન્મસ્થાન ભવનનું અને તેમાં રહેલા
વિધવિધ દ્રશ્યોનું અવલોકન કર્યું હતું. બપોરે બે વાગે જ્ઞાનમંદિર (–કે જ્યાં એક
બાવળના ઝાડ ઉપર સાત વર્ષની વયે શ્રીમદ્ રાજચંદ્રજીને જાતિસ્મરણજ્ઞાન થયું હોવાનું
પ્રસિદ્ધ છે તે સ્થાને બંધાયેલ જ્ઞાનમંદિર) માં ગુરુદેવ પધાર્યા હતા. પ૦૦ જવેટલા
જિજ્ઞાસુઓથી જ્ઞાનમદિર ભરચક હતું. ત્યાં અવલોકન બાદ પૂ. બેનશ્રી–બેને “ધન્ય રે
દિવસ આ અહો...” એ કાવ્ય વૈરાગ્યભીની શૈલીથી ગવડાવ્યું હતું; તેમજ ગુરુદેવની
આજ્ઞાથી ‘અપૂર્વ અવસર’ ની અંતિમ બે કડિઓ બોલ્યા હતા. ત્યારબાદ ૩।। થી ૪।।
પૂ. ગુરુદેવનું પ્રવચન જન્મધામ ભવનમાં થયું હતું. શ્રીમદ્ રાજચંદ્રજીના વચનો ઉપર
ગુરુદેવે સુંદર પ્રકાશ પાડીને અનેકાન્તનું રહસ્ય સમજાવ્યું હતુ. પ્રવચન બાદ,
સમ્યગ્દ્રષ્ટિની પરિણતિના મહિમા સંબંધી ભક્તિ પણ ત્યાં જ પૂ. બેનશ્રી બેને કરાવી
હતી. તેમજ “જિનવર કહે છે કે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો...” એ અધ્યાત્મ કાવ્ય
પણ ગવડાવ્યું હતું. એમ લગભગ આખો દિવસ વવાણીયામાં આનંદપૂર્વક કાર્યક્રમ
ચાલ્યો હતો. સાંજે પૂ. ગુરુદેવ મોરબી પધાર્યા હતાં.
પૂ. ગુરુદેવ વાંકાનેર સુખશાંતિમાં બિરાજે છે. (તા. ૧ – ૪ – ૬૩)