૪ર૮૯ : ચૈત્ર : ૨૧ :
(એ રીતે સવારના મંગલ પ્રવચન બાદ બપોરે હાઈસ્કૂલના પ્રવચન હોલમાં વ્યાખ્યાન કરતાં કહ્યું કે:)
આ સૌરાષ્ટ્રમાં વિહારનું મંગલાચરણ થાય છે. માંગલિકમાં સમયસારનો ૧૩૮ મો શ્લોક વંચાય
છે. તેમાં આત્માને જગાડતાં આચાર્યદેવ કહે છે કે અરે જીવો! અનાદિ સંસારથી માંડીને અજ્ઞાનને લીધે
રાગમાં જ નિજપદ માનીને તમે સૂતા છો... હવે જાગો... અને સમજો કે આત્મા તો ચૈતન્યસ્વરૂપ છે,
રાગની ભિન્નતા છે તેનું ભેદજ્ઞાન કરો તો અંતરમાં અતીન્દ્રિય આનંદનો પ્રવાહ વહે છે.
પોતાનું વાસ્તવિક શુદ્ધ સ્વરૂપ શું છે તેના ભાન વગર અનંતકાળથી સંસારમાં રખડીને દુઃખ
ભોગવી રહ્યો છે, તે કેમ ટળે તેની આ વાત છે–
અનંતકાળથી આથડ્યો વિના ભાવ ભગવાન,
સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન.
જ્ઞાની ગુરુ શું કહે છે ને તેમણે કહેલું આત્મતત્ત્વ શું વસ્તુ છે તેને ઓળખ્યા વગર જીવ સંસારમાં
અનંતકાળથી આથડ્યો છે. સત્સમાગમનું પાત્રતાપૂર્વક સેવન કર્યા વિના ચૈતન્યનો્ર સ્પર્શ એટલે કે
અનુભવ થાય નહિ. અપૂર્વ સત્સમાગમ વગર ચૈતન્યના પત્તા લાગે તેવા નથી.
જીવને સંસારમાં કોઈએ રખડાવ્યો નથી પણ પોતે પોતાની ભૂલથી જ રખડ્યો છે. જીવે
અનંતકાળમાં બીજું બધું કર્યું–વ્રત, તપ કર્યા, પૂજા ભક્તિના શુભભાવ કર્યા પણ પોતાનું સ્વરૂપ દેહથી
ભિન્ન ને રાગથી પાર શું ચીજ છે તેની સૂઝ તેને પડી નથી; તેથી જ તે દુઃખી થયો છે. આત્મસિદ્ધિની
પહેલી જ ગાથામાં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
જે સ્વરૂપ સમજ્યા વિના... પામ્યો દુઃખ અનંત
સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત... રે...
ગુણવંતા જ્ઞાની... અમૃત વરસ્યા છે પંચમકાળમાં..
ભગવાન આત્મા દેહથી લપેટાયેલો પણ દેહથી ભિન્ન અરૂપી ચૈતન્યમૂર્તિ તત્ત્વ છે; જેમ જુદા જુદા
રંગના વસ્ત્રોથી લપેટાયેલી સોનાની લગડી, તે વસ્ત્રથી ભિન્ન જ છે, તેમ ચૈતન્યમૂર્તિ આત્મા સોનાની
લગડી જેવો છે, તે આ સ્ત્રી–પુરુષદિના દેહરૂપી વસ્ત્રથી લપેટાયેલો છે, પણ તે દેહરૂપ થયો નથી. આવા
દેહ તો અનંતવાર મળ્યા ને ટળ્યા, પણ આત્મા તો એનો એ જ છે.
આ સંસારમાં મનુષ્ય અવતાર મળવો પણ મોંઘો છે, ને તેમાં આત્માનું ભાન કરીને
જન્મમરણનો અંત આવે તે તો અપૂર્વ ચીજ છે. શ્રીમદ્ રાજચંદ્ર માત્ર ૧૬ વર્ષની વયે કહે છે કે–
બહુ પુણ્ય કેરા પૂંજથી શુભ દેહ માનવનો મળ્યો.
તોયે અરે ભવચક્રનો આટો નહિ એકે ટળ્યો.
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો;
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો!
અરે ભાઈ, આવો અવતાર મળ્યો તેમાં તારા ચૈતન્યભાવની કિંમત શું છે– તેનો્ર મહિમા તો જાણ!
જગતના પદાર્થોનો મહિમા કરવામાં તું ડૂબી ગયો, પણ તારા ચૈતન્યપદાર્થનો અચિંત્યમહિમા તેં જાણ્યો
નહિ. તારામાં ભર્યું છે. સર્વજ્ઞતાની તાકાત તારામાં ભરી છે; માટે આવી તારી પ્રભુતાને તું જાણ. પોતાની
પ્રભુતાને ભૂલીને અંધપણે અજ્ઞાનમાં ઊંઘતા જીવોને આચાર્યદેવ પ્રેમથી જગાડે છે કે અરે જીવો! તમે
જાગો... ને અંતરમાં તમારા શુદ્ધતત્ત્વને દેખો, અતીન્દ્રિય આનંદ ને સર્વજ્ઞતા તમારામાં ભરી છે તેને દેખો.
અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર પરમાત્મા સર્વજ્ઞપદે બિરાજે છે, તેઓ પરમાત્મા છે, વીતરાગ
વિજ્ઞાનના પૂંજ છે; તેમના શરીરેથી’ કારધ્વનિ છૂટે છે; તે સાંભળવા સિંહ ને વાઘ આવે છે. આઠ આઠ
વર્ષના રાજકુમારો ને કન્યાઓ પણ ચૈતન્યનું ભાન કરે છે. ચૈતન્યમાં અચિંત્ય તાકાત છે પણ તેને પોતાનો