Atmadharma magazine - Ank 234
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 31

background image
: ૨૦ : આત્મધર્મ : ૨૩૪
અ. ન. દ. ન. સ. ર. વ. ર
જેમાંથી મંગળનો પ્રવાહ વહે છે

ફાગણવદ ૧૩ ના રોજ પૂ. ગુરુદેવ થાન શહેરમાં પધાર્યા; ત્યાં ઉત્સાહભર્યા સ્વાગત બાદ હજાર
જેટલા માણસોની સભામાં માંગલિક પ્રવચનમાં પૂ. ગુરુદેવે કહ્યું કે: આત્માનો સ્વભાવ જ્ઞાન ને
આનંદથી ભરેલો છે તે મંગળ છે; ને તેનું ભાન કરતાં મિથ્યાત્વરૂપ મમકાર ગળે અને આત્માનું સુખ
થાય તે મંગળ છે. જેને જગતના કોઈ પદાર્થની જરૂર ન પડે એવો આનંદ આત્મામાં ભર્યો છે; તેમાં
અંતર્મુખ થતાં સુખ પ્રગટે ને દુઃખ ટળે એનું નામ અપૂર્વ મંગળ છે. આવા આત્મસ્વભાવની ઓળખાણ
કરવી તે મંગળ છે. મંગ એટલે પવિત્રતા–સુખ તેને લાતિ એટલે કે લાવે તે મંગળ છે, એટલે આત્માની
શ્રદ્ધા–જ્ઞાન–રમણતા તે મંગળ છે.
આચાર્યદેવ કહે છે કે અરે જીવ! આવો તારો સ્વભાવ છે તેને જાણ્યા વગર તેં સંસારમાં ઘણા
દુઃખો સહન કર્યા–
કહે મહાત્મા, સુણ આત્મા,
કહું વાતમાં વીતક ખરી,
સંસાર સાગર દુઃખભર્યામાં,
ભાઈ, અજ્ઞાનભાવથી સંસારમાં ભવો કરી કરીને તેં જે દુઃખો ભોગવ્યા તેની વિતકકથા લાંબી
છે. માટે હવે તો આત્માનીય દરકાર કરીને સત્સમાગમ કર.
જેમ લીંડીપીપરમાં તીખાસ ભરી છે તેમ આત્મામાં આનંદ ભર્યો છે. અંતર્મુખ સત્સમાગમદ્વારા
તેમાં દ્રષ્ટિ કરતાં તે અનુભવમાં આવે છે. આનંદનું સરોવર તારામાં જ ભર્યું છે, તેમાંથી આનંદનો
પ્રવાહ વહે છે. અહા, દરેક આત્મા આનંદસાગર સ્વભાવ છે, – તે ઘણાં સત્સમાગમે સમજાય તેવો છે.
આનંદનું સરોવર એવું જે પોતાનું સ્વરૂપ – તેને ઓળખાતાં એવું સુખ પ્રગટે કે જે ઈન્દ્રના વૈભવમાં
પણ નથી. સિદ્ધ ભગવાન જેવા આનંદનો અંશ જેમાં પ્રગટે એવું આ માંગળિક છે. માંગળિક બહારના
પદાર્થોમાં નથી, સિદ્ધ ભગવાન જેવા આનંદનો અંશ જેમાં પ્રગટે એવું આ માંગળિક છે. માંગળિક
બહારના પદાર્થોમાં નથી, માંગલિક તો આત્માનો એવો નિર્દોષ પવિત્ર ભાવ છે કે જેનાથી સુખ મળે ને
દુઃખ ટળે. આનંદના સરોવર એવા આત્માના શ્રાદ્ધ–જ્ઞાનની દ્રઢતારૂપ ભાવ તે આનંદ મંગળરૂપ છે.