૪ર૮૯ : ચૈત્ર : ૧૯ :
વાદી થઈને જેઓએ વિભાવરૂપ કર્તાકર્મનો નાશ કર્યો ને જેઓ સિદ્ધપદ પામ્યા–એવા સિદ્ધભગવંતોને
નમસ્કાર કરીને આચાર્યદેવે આ કર્તાકર્મ–અધિકાર શરૂ કર્યો છે. આત્મા ચૈતન્યસ્વરૂપ છે; ચૈતન્યસ્વરૂપ
આત્માને અને ક્રોધાદિભાવોને ખરેખર એકતા નથી. પણ અજ્ઞાનભાવે એકતા માનીને અજ્ઞાનીજીવ
ક્રોધાદિના કર્તાપણે પરિણમે છે, તે મિથ્યાત્વ અને સંસાર છે. અને ભેદજ્ઞાન વડે ચૈતન્યસ્વરૂપ આત્માને
ક્રોધાદિથી જુદો જાણવો તે મોક્ષનું મૂળ છે. – ધર્મ કોઈ એવી અપૂર્વ ચીજ છે કે જેના ક્ષણમાત્રના
સેવનથી ભણકાર આવી જાય કે હવે અમારી મુક્તિના પાયા પાકા થઈ ગયા... અલ્પકાળમાં હવે અમે
સંસારથી છૂટીને સિદ્ધદશારૂપે પ્રણમી જશું.
અહો, આ ચૈતન્યનું લક્ષ કરીને તેના પક્ષપૂર્વક જેણે નિરૂપાધિ સ્વભાવનો હકાર કર્યો તે જરૂર
મુક્તિ પામશે. ચૈતન્યનો પ્રેમ જગાડીને તેની વાર્તા જે સાંભળે તે જીવ ભવિષ્યમાં રાગ અને ચૈતન્યની
ફાડ કરીને, મોક્ષને સાધશે. –એ વાત પદ્મનંદી મુનિએ પદ્મનંદી પચ્ચીસીમાં કરી છે, જેને
શ્રીમદ્રાજચંદ્રજીએ ‘વનશાસ્ત્ર’ કહ્યું છે. જુઓ, આત્મામાં આ વાત સમજવાની તાકાત છે. જેને
જિજ્ઞાસા જાગે તેમાં તેને બેહદતા હોય છે. ચૈતન્યની ખરી જિજ્ઞાસાવાળો જીવ બેહદ પ્રયત્નથી ચૈતન્યની
ખરી જિજ્ઞાસાવાળો જીવ બેહદ પ્રયત્નથી ચૈતન્યને જરૂર સમજે છે. આ વાત સમજાય તેવી છે ને આ
વાત સમજ્યે જ કલ્યાણ છે.
*
ક્્ય. અટક્ય.? .
અજ્ઞાની જીવ જગતથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વરૂપને ચૂકીને દેશનું –
પરનું–ઘરનું અને શરીર વગેરેનું કામ કરવાના અભિમાનમાં અટકે છે, બહુ તો
ધર્મના નામે આગળ ચાલે તો દયા–વ્રત વગેરેના શુભરાગમાં ધર્મ માનીને ત્યાં
અટકી જાય છે; પણ શરીરાદિની ક્રિયાથી ભિન્ન ને શુભરાગથી પણ પાર એવા
પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માનું લક્ષ કરતો નથી, તેથી તેના જન્મમરણના
દુઃખનો અંત આવતો નથી. અનાદિકાળમાં પુણ્ય કર્યાં તોપણ જીવ સંસારમાં જ
રખડ્યો છે, તો તે સંસારનું મૂળ કારણ શું છે તેન જાણીને તેને ટાળવાનો ઉપાય
કરવો જોઈએ.
મુક્તિના ઉપાયનું પહેલું સોપાન
અંતરના ચિદાનંદ સ્વભાવને ઓળખીને તેમાં એકાગ્રતાથી રાગ ટાળીને
જેમણે સર્વજ્ઞતા પ્રગટ કરી તે સર્વજ્ઞ પરમાત્માના દિવ્યધ્વનિમાં એવો ઉપદેશ
આવ્યો કે: અરે આત્મા! તેં તારા અસલી સ્વભાવ તરફ કદી વલણ કર્યું નથી;
તારો આત્મા એક સમયમાં પરિપૂર્ણ જ્ઞાન ને આનંદસ્વભાવથી ભરેલો છે તેને
ઓળખીને તેની પ્રીતિ કર. અંતર આત્મામાં એકાગ્ર થતાં રાગ ટળી જાય છે ને
સર્વજ્ઞતાં પ્રગટી જાય છે, માટે રાગ તે તારું ખરું સ્વરૂપ નથી પણ પૂર્ણજ્ઞાન તે
તારું સ્વરૂપ છે. આ પ્રમાણે રાગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય કરવો તે
મુક્તિના ઉપાયનું પહેલું સોપાન છે.
*