: ૧૮ : આત્મધર્મ : ર૩૪
મોક્ષના મંડપમાં સિદ્ધોને નિમંત્રણ
તા. ર૬–૩–૬૩ ના રોજ ચોટીલાથી પ્રસ્થાન કરીને, વચ્ચે વાંકાનેર જિનમંદિરમાં દર્શન
કરીને પૂ. ગુરુદેવ મોરબી પધાર્યા... ઉત્સાહભર્યા સ્વાગત બાદ પૂ. ગુરુદેવે મંગલપ્રવચન
સંભળાવ્યું. બપોરે પૂ. ગુરુદેવે સમયસાર કર્તાકર્મઅધિકાર ઉપર પ્રવચન કર્યું. તેનો
સાર અહીં આપવામાં આવ્યો છે.
આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! તું આત્મા છો... તારી જાત સિદ્ધપરમાત્મા જેવી છે. રાગ અનેત્ર
વિકાર તે તારી ખરી જાત નથી. સર્વજ્ઞતા ને પૂર્ણ આનંદ તારા સ્વભાવમાં ભર્યો છે, તેમાંથી સર્વજ્ઞતા
ને પૂર્ણ આનંદ પ્રગટે છે.
સમયસારની પહેલી ગાથામાં ‘वंदित्तु सव्वसिद्धे’ કહીને પરમાત્માનો વિનય કર્યો છે. અહો!
જેમને પૂર્ણ જ્ઞાન–આનંદ પ્રગટ્યો છે એવા અશરીરી ચૈતન્ય પરમાત્મા–તેમને અમે અમારા જ્ઞાનની
દશામાં સ્થાપીને બહુમાન કરીએ છીએ, તેમનો સત્કાર કરીએ છીએ; એનાથી વિરુદ્ધ એવા પરભાવોનો
આદર જ્ઞાનમાંથી કાઢી નાંખીએ છીએ. આવા સિદ્ધભગવંતો અત્યાર સુધીમાં અનંતા થયા. આત્માની
સિદ્ધદશાને સાધવા માટે સાધકભાવનો કાળ અસંખ્ય સમયનો જ છે. એક ચોવીસીના અસંખ્યાતા
સમય, તેના પણ અસંખ્યાતમા ભાગના કાળમાં નિર્વિકલ્પ ચૈતન્યના વેદનથી આત્માની પરમાત્મદશા
સાધી શકાય છે. સાધકભાવનો કાળ અસંખ્ય સમયનો જ હોય,
અહો, પૂર્ણ પરમાનંદદશા જેને પ્રગટી તેનો જેના અંતરમાં આદર છે એવો જીવ આ
સમયસારનો શ્રોતા છે. ચૈતન્યનીય પૂર્ણાનંદદશાની જેને જિજ્ઞાસા હોય તે જ આ સમયસારનો શ્રોતા
છે. તેને આચાર્યદેવ આ ચૈતન્યની અપૂર્વ વાત સમજાવે છે. ધર્માત્મા સિદ્ધ ભગવાનને ઓળખીને
આત્મામાં સિદ્ધપદની સ્થાપના કરે છે. ક્રમેક્રમે સ્વરૂપનું શ્રવણ અને ઘોલન કરતાં કરતાં તેની
ભાવનાવડે સિદ્ધપદનો કાળ આવશે. – આવી સિદ્ધપદની સ્થાપના તે અપૂર્વ મંગળ છે.
જેમ સારા કાર્યપ્રસંગમાં સગાવહાલાને માંડવે નિમંત્રે છે, તેમ સાધકજીવ મોક્ષને સાધવાના
આનંદ પ્રસંગે કહે છે કે હે સિદ્ધો! હે પરમેષ્ઠી ભગવંતો! હું મારા આત્મામાં આપનો સત્કાર કરું છું;
મારી મોક્ષદશાને સાધતા હું આપને મારી સાથે રાખું છું. પ્રભો! આપ સિદ્ધપદ પામ્યા... ને મારે તે
સિદ્ધપદ પામવાનું છે... પ્રભો! આપ તો ઉપરથી નીચે નહિ આવો... પણ હું આપને મારા હૃદયમાં
સ્થાપીને સિદ્ધપદમાં આવું છું.
જુઓ, આ જ્ઞાનીની દશા! અતીન્દ્રિય આનંદનો