Atmadharma magazine - Ank 234
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 31

background image
ચૈત્ર : ૨૪૮૯ : ૧૭ :
તેનો સમય એક, દ્રવ્ય એક, ક્ષેત્ર એક અને ભાવમાં ભેદ.
આ રીતે ભાવરૂપ એક સમયની એક પર્યાયમાં ચાર ભેદ છે.
દ્રવ્ય સ્વભાવના આશ્રયે જેટલી નિર્મળતા થઈ તે સંવર નિર્જરા અને મોક્ષમાર્ગ છે; અને તે જ
સમયે જેટલા અંશે નિમિત્ત, વ્યવહારના આશ્રયમાં રોકાવું થયું તેટલો રાગભાવ તેનું નામ આસ્રવ અનેત્ર
બંધ બેઉના સ્વભાવમાં ભેદ છે, આકુળતારૂપ વિભાવ છે, નિરાકૂળ શાન્તિ તે સ્વભાવ ભાવ છે, એમ
લક્ષણભેદથી સ્વભાવભેદને જાણીને, શુભરાગને પણ પરપણે, વિરોધી શક્તિપણે નક્કી કરીને, સ્વાશ્રયના
બળથી સર્વ રાગાદિને કુશળ મલ્લની માફક અત્યંત મર્દન કરી કરીને એક સાથે મારી નાખે છે.
અહો! આ તો વીતરાગધર્મની પરાયણ છે. સત્ય સમજવા માટે સૂક્ષ્મ પરીક્ષા જોઈએ. અનંત
શક્તિનો ભંડાર આત્મા છે, તેના આશ્રયે નિર્મળ ભેદજ્ઞાનનું બળ ઉત્પન્ન થાય છે, તેમાં અકષાકણ અને
ત્રિકાળી અકષાય સ્વભાવને ભિન્ન જાણી જાણીને, સ્વાશ્રિત અખંડ જ્ઞાનધારાથી, રાગધારા (કર્મધારા)
ને પરપણે નક્કી કરીને, નક્કી તો પ્રથમથી જ છે, પણ અહીં વિશેષ ઊગ્રપણે સ્વસન્મુખતાના બળથી
એકાગ્ર થતાં રાગાંશ નાશ થાય છે– ઉત્પન્ન થતા નથી.
રાગ ઉત્પન્ન થયો ને તે સમયે તેને મર્દન કરી મારી નાખવો એમ બનતું નથી પણ ત્રિકાળી દ્રવ્ય
સ્વભાવમાં રાગાદિ નથી, દ્રવ્ય સ્વભાવ રાગાદિનો અકારક છે અને તેને આશ્રયે નિર્મળ પર્યાય પ્રગટ
થઈ તે પણ રાગાદિનું કારણ નથી તથા દ્રવ્ય સ્વભાવમાં રાગાદિનો ત્રણે કાળ અભાવ છે માટે રાગનું
ગ્રહણ ત્યાગ તેમાં નથી, પણ વર્તમાન પર્યાયમાં પોતાના વિપરીત પુરુષાર્થથી રાગાદિ ઊપજે છે, તે
ચૈતન્યની જાગ્રતિને રોકનાર જ છે, આકૂલતામય જ છે એમ તેનો વિરોધ સ્વભાવ જાણીને, રાગને સર્વ
પ્રકારે બાધક જાણીને ધ્રુવ જ્ઞાનાનંદ સ્વભાવમાં ઉગ્ર એકાગ્રતાથી નિશ્ચલ થાય છે ત્યાં રાગ ઉત્પન્ન થતો
નથી. તેથી કહ્યું કે ઉગ્રપણે સ્વભાવભાવ સન્મુખ થતાં અક્રમે રાગને મારી નાખે છે એમ વ્યવહારથી
કહેવામાં આવે છે. રાગનો નાશ કરો અને એ ઉપદેશ વચન છે. રાગાદિનો વ્યય કરી શકાતો નથી;
અસંખ્ય સમયનો સ્થૂળ ઉપયોગ છે, તે સમય સમયના રાગને કેમ પકડી શકે? વળી જે સમયે રાગ
આવ્યો તે સમયે તેનો નાશ કેવી રીતે થાય? હજી રાગ થયો નથી તેને ટાળવો શું? છે તે બીજે સમયે
ટળી જશે ને પર્યાયના લક્ષે દરેક સમયે નવો નવો રાગ થયા કરશે જ માટે જેમાં અંશ પણ રાગ નથી
એવા ત્રિકાળી ભૂતાર્થ સ્વભાવ સન્મુખ થયો ત્યાં રાગની ઉત્પત્તિ જ ન થઈ– એનું નામ રાગનો ત્યાગ
છે. પ્રથમ ચોથા ગુણસ્થાનમાં ભૂતાર્થ સ્વભાવનું ગ્રહણ કરનાર નિર્મળ શ્રદ્ધાનો ઉત્પાદ થતા
મિથ્યાત્વાદિનો વ્યય થયા કરે છે; પછી વિશેષ સ્વસન્મુખતારૂપ ભેદજ્ઞાનના બળથી ક્રમે ક્રમે અવ્રત,
પ્રમાદ, કષાય, યોગ નામે વિભાવની ઉત્પત્તિનો અભાવ થાય છે. વસ્તુસ્વરૂપ આમ જ છે. અહીં અક્રમે
નાશ કરે છે એમ ઉગ્ર પુરુષાર્થ બતાવવા કહ્યું છે.
ઉત્તમ ક્ષમાદિ દસ લક્ષણ પર્વ ૧ર માસમાં ત્રણ વાર આવે છે, પણ ભાદરવા માસમાં તેને ખાસ
ધર્મ પર્વ તરીકે ઉત્સવ મનાવવાનો રીવાજ છે.
અંતર ચિદાનંદ સ્વરૂપમાં લીન થનાર મુનિ રાગાદિ પર દ્રવ્યથી શૂન્ય એટલે પર દ્રવ્યના
અંશમાત્ર આલંબનથી રહિત એટલે ૭મા ગુણસ્થાનમાં રાગાદિ વ્યવહાર ભાવોથી નિરપેક્ષ હોવાથી,
વિશુદ્ધ દર્શનજ્ઞાન માત્ર સ્વભાવથી પરિપૂર્ણપણે રહેલા નિજ આત્મતત્ત્વમાં નિત્ય નિશ્ચલ પરિણતિ
ઉપજી હોવાથી તે આત્મા સાક્ષાત્ સંયત જ છે; અને તેને જ આગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રાન અને
સંયતપણાની એકતા સાથે શુદ્ધોપયોગરૂપ આત્મજ્ઞાનનું યુગપતપણું સિદ્ધ થાય છે, અને તે મોક્ષમાર્ગમાં
શોભે છે.
ગાથા–ર૪૦ નું પ્રવચન પૂર્ણ, તા. ૧ર–૯–૬ર.