પારમાર્થિક ભેદવિજ્ઞાન
આ પુરુષ પોતાના આત્માને શરીરાદિકથી ભિન્ન શાંભળતો હોય, કહેતો
હોય તો પણ જ્યાં સુધી ભેદઅભ્યાસમાં નિષ્ઠિત (–પરિપકવ) ન થાય ત્યાં
સુધી ભેદવિજ્ઞાન સતત્ ભાવવું, કેમકે નિરન્તર ભેદજ્ઞાનના અભ્યાસથી જ
દેહાદિકનું મમત્વ છૂટે છે. (જ્ઞાનાવર્ણ ૮પ)
આત્માને આત્મા દ્વારા જ આત્મામાં જ શરીરથી ભિન્ન વિચારવો કે
જેથી ફરીને આ આત્મા સ્વપ્નામાં પણ શરીરની સંગતિને ન પામે અર્થાત્ હું
શરીર છું એવી બુદ્ધિ સ્વપ્નામાં પણ ન થાય એવો નિશ્ચય કરવો જોઈએ. ૮૬
સર્વત્ર કરવા યોગ્ય કાર્ય તો માત્ર આત્માર્થ જ છે
એ પ્રયત્ન કરવો યોગ્ય છે કે જેથી ભ્રાન્તિને છોડી આત્માની સ્થિતિ
આત્મામાં જ થાય, અને એજ વિષય જાણવો જોઈએ તથા તેને જ વચનથી
કહેવો સાંભળવો અને વિચારવો જોઈએ. ૬૭
(રાગ – વિલાસ)
સુમર સદા મન આતમરામ,
સ્વજન કુટુમ્બી જન ર્તૂં પોષૈ તિનકો હોય સદૈવ ગુલામ,
સો તૌહૈ સ્વારથકે સાથી, અન્તકાળ નહિં આવત કામ. સુમર..। ૧.।
જિમિ મરીચિકામેં મૃગ ભટકૈ, પરત સો જબ ગ્રીષમ અતિાધમ,
તૈસે તૂં ભવ ભવમાંહી ભટકૈ, ધરત ન ઈક છિનહૂ વિશ્રામ.
સુમર..। ૨.।
કરત ન ગ્લાનિ અબ ભોગન મેં ધરત ન વીતરાગ પરિણામ,
ફિર કિમિ નરકમાંહિ દુઃખ સહસી જર્હાં સુખ લેશ ન આઠોંજામ.
સુમર..। ૩.।
તાતૈ આકુલતા અબ તજિકે થિર હવૈ બૈઠો અપને ધામ,
‘ભાગચંદ’ વસિ જ્ઞાન નગરમેં, તજિ રાગાદિક ઠગ સબ ગ્રામ. સુમર..। ૪.।