ATMADHARAM Reg. No. G. 82
“પુરુષાર્થ પૂર્વક ઉદ્યમીના વિચાર”
આત્મ હિતમાં સાવધાન જીવ પ્રથમની એવા વિચાર કરે છે કે–અહો? ગયા
કાળમાં મારી ભૂલનું શું વર્ણન કરૂ, મહાખેદ છે કે હું જ્ઞાનાનંદમય અનંત–ગુણરૂપી
કમળોને વિકાસ કરવાને સમર્થ બનું છું તો પણ શાંત–સ્વભાવમાં ચિત્ત લગાડવું છોડીને
પરદ્રવ્યમાં મારી ઈચ્છાનુસાર પરિણમન થાય એવી મિથ્યાશ્રદ્ધાથી સંસાર વનમાં હું
મારા વડે ઠગાયો હતો.
મારા વિભ્રમથી ઉપ્તન્ન શુભ–અશુભ રાગાદિના અતુલ બંધન વડે અનંત કાળ
સુધી સંસારરૂપી દુર્ગમ માર્ગમાં વિડંબણારૂપ થઈને મેં જ વિપરિત આચરણ કર્યું, હવે હું
આત્માનુ જ અવલોકન કરું, મિથ્યાત્વ રાગાદિરૂપી સંસાર નામે જવરરોગ તેનાથી મને
મૂર્છા, મમતા–અને તૃષ્ણા થવાથી હિત–અહિત જાણવામાં હું જ અંધ થયો હતો. તેથી
પોતાના ભેદ વિજ્ઞાનથી પ્રગટ થવા યોગ્ય સાક્ષાત્ મોક્ષમાર્ગને મેં જાણ્યો નહીં, દેખ્યો
નહીં, અનુભવ્યો નહીં.
અહો! મારો આત્મા સમસ્ત લોકનો દ્રષ્ટા અદ્વિતીય નેત્ર છે એવો પરમતત્ત્વ છે,
છતાં અવિદ્યા–મિથ્યા જ્ઞાનરૂપી ભયંકર મઘર દ્વારા સમ્યજ્ઞાનનો ઘાત થઈ રહ્યો છે, એમ
મેં જાણ્યું નહીં.
મારો આત્મા પરમાત્મા છે, પરમ જ્યોતિ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ છે. જગતમાં
શ્રેષ્ઠ છે, મહાંન છે. તો પણ વર્તમાન દેખવા માત્ર રમણીય અને નિરસ અથવા સ્વાદ્રિષ્ટ
વિષફળ જેવા ઈન્દ્રિયોના વિષય અનેતેના પ્રેમથી હું ઠગાયો છું.
શરીર રાખ્યું રહેવાનું નથી. રાત્રી–દિવસ દેહાર્થ મમત્વને લઈને આ જીવ સ્વાત્મ
બોધથી વંચિત રહે છે, દેહની માયા વિસારી–સ્વરૂપમાં વિશ્રાંતિવાન થયે જ તને
વાસ્તવિક સુખનાં કિનારાની ઝાંખી થશે.
હું અને પરમાત્મા બેઉને જ્ઞાનનેત્ર તો તેથી હું મારા પરમનિધાન અનંત ગુણ
સંપન્ન આત્માને તે પરમાત્માનાં સ્વરૂપની પ્રાપ્તિ માટે જ જાણવાની, સ્વાનુભવની,
ભાવના, ચિંતન અને એકાગ્રતાનો અભ્યાસ કરૂં છું, એમ વિવેકી જન વિચારે.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક : હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રીન્ટીંગ પ્રેસ–ભાવનગર.