Atmadharma magazine - Ank 235
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 53

background image
આત્મધર્મ : ૮ :
મંગલ જન્મોત્સવ અંક
એવા કપરા કાળમાં પણ કોઈની સહાય કે માર્ગદર્શન વગર ગુરુદેવને આત્મામાંથી
અધ્યાત્મના અનેક સંસ્કાર સ્ફૂર્યા અને તે સ્ફુરણાના બળે સતનો નિર્ણય કરીને માર્ગની
પ્રાપ્તિ કરી, તે આપણને એવી સ્ફુરણા આપે છે કે આપણા ધાર્મિક સંસ્કાર એવા સુદ્રઢ હોવા
જોઈએ કે જે ભવોભવમાં સાથે રહીને આપણું કલ્યાણ કરે. (આ છે બીજો સોનેરી સન્દેશ.)
(૩) અત્યંત નીડરતા અને નિસ્પુહતાપૂર્વક ગુરુદેવે કરેલું સંપ્રદાય–પરિર્વતન
આપણને એમ પ્રબોધે છે કે જો તારે તારો આત્મર્થ સાધવો હોય તો જગતની દરકાર છોડી
દેજે! તું જગત સામે જોઈને બેસી રહીશ ના. જગતની પ્રતિકૂળતાથી ડરીને તું તારા માર્ગને
છોડીશ નહિ. જગત્ ગમે તેમ બોલે–તું તારા આત્મહિતના પંથે નિઃશંકપણે ચાલ્યો જાજે.
(આ છે ત્રીજો સોનેરી સન્દેશ.)
(૪) ગુરુદેવના જીવનનો ચોથો સંદેશ છે–વાત્સલ્યનો. સાધર્મી વાત્સલ્ય ગુરુદેવના
જીવનમાં (અંતરમાં) કેટલું ભરેલું છે તે તેમના એક જ ઉદ્ગાર ઉપરથી ખ્યાલમાં આવશે:
ગુરુદેવ પદ્મપુરાણમાં અંજનાસતીના જીવનપ્રસંગો વાંચતા હતા; તેમાં જ્યારે અંજના
નિર્જન વનમાં વિલાપ કરે છે તે પ્રસંગનું વર્ણન આવ્યું ત્યારે ગુરુદેવની આંખોમાંથી
અશ્રુધાન ટપકવા લાગી, ને તેમના હૃદયમાંથી ઉદ્ગાર નીકળ્‌યા કે “અરે! ધર્માત્મા ઉપરનું
દુઃખ હું જોઈ શકતો નથી.” વાત્સલ્યના આવા અનેક પ્રસંગોથી ભરેલું ગુરુદેવનું જીવન
આપણને સાધર્મીવાત્સલ્યનો મહાન ઉપયોગી સન્દેશ અને પ્રેરણા આપે છે.
(પ) કાદવ જેવા કૃતર્કો સામે તેમણે જે ભગીરથ પુરુષાર્થ કરીને માર્ગ કાઢયો છે, તે
એવા પુરુષાર્થની ગગનભેરી સંભળાવે છે કે, પુરુષાર્થી જીવ ગમે તેવી પરિસ્થિતિમાંથી
પોતાનો માર્ગ કાઢી લ્યે છે... ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ તે મૂંઝાઈને બેસી નથી
રહેતો–પણ પુરુષાર્થ વડે આત્મહિતના માર્ગમાં નિર્ભયપણે ઝુકાવે છે. આત્માનો ખરો શોધક
ગમે તેમ કરીને પોતાનો માર્ગ કાઢી લ્યે છે.
(૬) પરિવર્તન બાદ વરસેલી નિંદા અને આક્ષેપોની ઝડીઓ તથા અનેકવિધ
પ્રતિકૂળતાઓ વચ્ચે પણ જે નીડરતાથી તેઓએ સત્પંથે પ્રયાણ કર્યું તે એવી પ્રેરણા આપે
છે કે–પોતાના આત્મહિતના પંથે પ્રયાણ કરતાં તારા પર જગતના અણસમજુ લોકો ગમે
તેવા આકરા આક્ષેપો કે નિંદાની ઝડીઓ વરસાવે તોપણ તું ડરીશ મા... તારો માર્ગ તું
છોડીશ મા... નીડરપણે તારા આત્મહિતના પંથે ચાલ્યો જજે. વીરનો માર્ગ શૂરવીરનો છે.
(૭) ગુરુદેવમાં નીડરતાની જેમ સહનશીલતા પણ જબરી છે. અનેક વખતે
ઉશ્કેરણીના પ્રસંગો ઉપસ્થિત થવા છતાં તે વખતે ગભરાયા વગર, શાંતચિત્તે, તેઓએ ધૈર્ય
અને ગંભીરતા વડે જ તે પ્રસંગને જીતી લીધો છે. તેમની આ શૈલીથી ઘણા વિરોધીઓ પણ
મુગ્ધ બની ગયા છે. આ રીતે ગુરુદેવનું જીવન આપણને ગમે તેવી કટોકટીના પ્રસંગે પણ
સહનશીલતા અને ધૈર્યના પાઠ શીખવે છે. એ છે સાતમો સોનેરી સન્દેશ.
(૮) ગુરુદેવે પોતાના અંતરથી જે નિર્ણય કર્યો તેમાં તેઓ એવા મક્કમ રહે છે કે
ગમે તેવી પ્રતિકૂળતાના પ્રસંગો આવી પડે તોપણ પોતાના નિર્ણયથી તેઓ ડગતા નથી.
તેમનું જીવન