આત્મધર્મ : ૯ :
મંગલ જન્મોત્સવ અંક
આપણા જેવા ઉપજીવીઓને એવો સન્દેશ આપે છે કે તારા આત્મહિતના માર્ગનો એવો દ્રઢ
નિર્ણય કરજે કે દેવથી પણ ન ડગે ને દેહ છૂટે તો ય તે માર્ગના સંસ્કાર ન છૂટે.
(૯) ગુરુદેવની આત્મધૂન એવી કે તેને માટે તેમનું જીવન સતત ચિતંનશીલ રહ્યું
છે. વર્ષો પહેલાં વીંછીયાના વડ જેવા એકાંતસ્થાનમાં જઈને દિવસનો ઘણોખરો ભાગ ત્યાં
સ્વાધ્યાય–ચિંતનમાં વીતરાગતા; માત્ર એકવખત આહાર લેતા. આત્મધૂન એવી કે બીજા
કાર્યોમાં વખત ગૂમાવવો તેમને પાલવતો નહીં. તેમનું આખું જીવન આપણને ઢંઢોળીને કહે
છે કે તું ખરી આત્મધૂન જગાડને બીજા કાર્યો મૂક એકકોર! નિષ્પ્રયોજન કાર્યોમાં વખત
વેડફવાનું આત્માર્થીને પાલવે નહિ.
(૧૦) આત્મકલ્યાણ સાધવાની ઊંડી અભિલાષાનું જોર તેમને વૈરાગ્યમાર્ગે લઈ
ગયું... અને તેથી જ બાલ વયથી જ તેઓ બ્રહ્મચારી રહીને સંસારથી અભિપ્ત રહ્યા, એટલું
જ નહિ પરંતુ લાખો લોકોમાં મોટી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા છતાં, અને શાસ્ત્રોમાંય પારંગત
થવા છતાં, તેમાં ક્્યાંય તેઓ સંતૃષ્ટ ન થયા ને આત્મસાધનાના માર્ગે જ તેઓ આગળ
વધ્યા... આવું તેમનું જીવન બ્રહ્મચર્ય અને વૈરાગ્યમાર્ગની પ્રેરણા આપીને કહે છે કે હે
ભાઈ! જો તારે આત્મહિત સાધવું હોય તો બીજે ક્્યાંય તું સંતુષ્ઠ થઈશ મા.
(૧૧) તેમની ગુરુભક્તિ અને તત્ત્વનિર્ણયની શક્તિ આપણને પણ ગુરુભક્તિનો
અને તત્ત્વનિર્ણયની શક્તિનો સન્દેશ આપી રહી છે.
(૧૨) તેઓશ્રીના સુહસ્તે થયેલી ૨૦૦ કરતાંય વધુ જિનબિંબોની પ્રતિષ્ઠા, તથા
અતિભક્તિપૂર્વક તેઓશ્રીએ કરેલી સમ્મેદશિખરજી, બાહુબલી, કુંદકુંદધામ વગેરે તીર્થોની
યાત્રા તે આપણા જીવનમાં જિનેન્દ્રભક્તિનું તથા સાધકસંતો અને તેમની પાવન
સાધનાભૂમિ (તીર્થભૂમિ) પ્રત્યેની ભક્તિનું સીંચન કરીને આરાધનાનો ઉત્સાહ જગાડે છે.
(૧૩) સતત–અપ્રમાદપણે શાસ્ત્રસ્વાધ્યાય ચિંતન–મનનમાં વર્તતો તેમનો ઉપયોગ
અને માત્ર આત્માની આરાધનાને અર્થે જ વીતતું તેમનું જીવન આપણને અપ્રમાદપણે
આત્મ–આરાધના કરવાનો સોનેરી સન્દેશ આપી રહ્યું છેત્રપ.
ગુરુદેવના જીવનમાંથી મળતી આવી આત્મહિતકારી પ્રેરણાઓ આપણે ઝીલીએ...
ને એ રીતે ગુરુદેવના જન્મને આપણા મહાન કલ્યાણ–મંગલનું કારણ બનાવીએ એ જ
ગુરુદેવનો ખરેખરો જન્મોત્સવ છે. ગુરુદેવના પાવન જીવનને ધ્યેયરૂપે રાખીને તેઓશ્રીની
નીકટ છાયામાં વસતાં જીવનના દુઃખો દૂર ભાગે છે ને આત્માર્થિતાની સૌરભથી જીવનપુષ્પ
ખીલી ઊઠે છે. ગુરુદેવના ઉપકારોના સ્મરણમાત્રથી આત્માના અસંખ્ય પ્રદેશોમાં ભક્તિના
સૂર ગૂંજી ઊઠે છે કે–
હે નાથ! આ બાલકશિરે તુજ છત્રછાયા અમર હો...
છૂટે ન કદી ય સુયોગ તુજનો જીવનના આધાર છો...
તારી અમીદ્રષ્ટિ ઝીલી તુજ ચરણ ભક્તિ થકી ભજી...
નિજાત્મની પ્રાપ્તિ કરું સંસારની માયા તજી...