Atmadharma magazine - Ank 235
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 53

background image
આત્મધર્મ : ૧૮ B :
મંગલ જન્મોત્સવ અંક
જુદું છે. ધર્માત્માનો શુભરાગ પણ બંધનું જ કારણ છે તે કાંઈ મોક્ષનું કારણ નથી.
તો પછી અજ્ઞાનીના શુભની તો વાતજ શી! જ્ઞાનીને શુભ વખતે જેટલી
શુદ્ધપરિણતિ છે તે તો મોક્ષનું જ અવિરુદ્ધ કારણ છે.
જીવ પોતે પરિણમનસ્વભાવવાળો છે. એટલે ધર્મપરિણતિરૂપે કે શુભ
અશુભપરિણતિરૂપે પોતેજ પરિણમે છે; પોતે જ પોતાના પરિણમનસ્વભાવથી તે
તે ભાવોમાં તદ્રૂપ થઈને તે કાળે પરિણમે છે, કોઈ બીજાના કારણે તે પરિણામ
થતા નથી. એટલે નિમિત્તના કારણે કોઈ પણ પરિણામ થાય એ વાત ન રહી.
હવે પોતાથી જે પરિણામ થાય છે તેમાં, જે શુદ્ધપરિણામ છે તે તો ધર્મ છે,
તે મોક્ષનું કારણ છે. અને તે વખતે શુભપરિણામ હોય તે કાંઈ ધર્મ નથી, તે
મોક્ષનું કારણ નથી. તે તો પુણ્યબંધનું કારણ છે.
અહા, કેટલી સ્પષ્ટ વાત!! પરને કારણે તારા કોઈ પરિણામ નહિ, ને
તારા પરિણામમાં શુભ તે ધર્મ નહિ. સ્વભાવને અવલંબીને જેટલી શુદ્ધપરિણતિ
થઈ તેટલો જ ધર્મ છે, તેટલું જ મોક્ષનું કારણ છે ને તે જ ઉપાદેય છે.
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને ધર્મપરિણતિ તો સદાય વર્તે છે, તે ધર્મપરિણતિ
હોવા છતાં તેની સાથે જ્યારે રાગ હોય છે ત્યારે તે ધર્મીને મોક્ષસાધનમાં એટલું
વિઘ્ન છે. ધર્મી જાણે છે કે આ શુભરાગ તે કાંઈ મારી ધર્મપરિણતિ નથી, મારી
ધર્મપરિણતિ તો રાગથી પાર છે. શુભોપયોગ તો બંધનું કારણ છે, તે ઉપાદેય
નથી, શુદ્ધોપયોગ જ ઉપાદેય છે, તે સાક્ષાત્ મોક્ષનું કારણ છે. શુદ્ધપરિણતિ અને
શુભપરિણતિ એ બંનેની જાત જ જુદી છે. શુભપરિણતિને તો બધા જીવો
સ્થૂળપણે જાણે છે. પણ શુદ્ધપરિણતિ ધર્માત્માના અંતરમાં હોય છે તે સૂક્ષ્મ છે, તે
શુદ્ધપરિણતિને અજ્ઞાનીઓ જાણતા નથી. તે તો શુભમાં અને તેના ફળમાં સુખ
માનીને રોકાઈ જાય છે, રાગથી પાર ચૈતન્યનું અતીન્દ્રિય–વિષયાતીત સુખ શું
ચીજ છે તેને તે જાણતો નથી. અરે, અશુભના ફળમાં તો નરકાદિના ઘોર દુઃખ છે,
તેની તો શી વાત! એ તો અત્યંત હેય છે, દુરથી જ છોડવા જેવો છે; અને,
શુદ્ધપરિણતિ સાથે નજીક વર્તતો જે શુભ ઉપયોગ તેનું ફળ પણ આકુળતા જ છે
તેથી તે પણ હેય છે. શુદ્ધોપયોગનું ફળ પરમ આનંદ છે તે જ ઉપાદેય છે.
–આવા શુદ્ધોપયોગને આચાર્યદેવે આત્મસાત્ કર્યો છે એટલે કે પોતાના
આત્માને આવા શુદ્ધોપયોગરૂપે પરિણમાવ્યો છે. એ રીતે શુદ્ધોપયોગને આત્મસાત્
કરીને આચાર્યદેવ તેના