Atmadharma magazine - Ank 235
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 53

background image
(પંડિતરત્ન ભાઈશ્રી હિંમતલાલ જે. શાહ (B. Sc.) એ, ‘આત્મધર્મ’ ના
‘જન્મોત્સવ અંક’ માટે લખી આપેલી ભાવના અહીં રજુ કરતાં અમને હર્ષ થાય છે.)
આજે પરમપૂજ્ય પરમોપકારી ગુરુદેવની જન્મજયંતીનો મંગળ ઉત્સવ છે.
જન્મજયંતી તો ઘણાની આવે છે, પણ જે જન્મમાં શુદ્ધપરિણતિનો જન્મ થાય તે જ
જન્મજયંતી ખરેખર ઊજવવા જેવી છે. આવી પરમમંગળ જન્મજયંતી આજે ઊજવતાં
આનંદ થાય છે, પરમપૂજ્ય ગુરુદેવે આ જન્મમાં નિજકલ્યાણની સાધના ઉપરાંત
પરજીવોને પણ કલ્યાણનો સત્ય માર્ગ ચીંધી અનંત ઉપકાર કર્યો છે. સૌરાષ્ટ્ર, ગુજરાત
તેમજ ભારતભરના અનેક હિતાર્થી જીવો બાહ્ય ક્રિયાકાંડ અને માત્ર શુભભાવોમાં નિજ
હિત માની મોથો મનુષ્યભવ એળે ગુમાવી રહ્યા હતા, તેમને પૂજ્ય ગુરુદેવે
આત્માનુભવમૂલક યથાર્થ હિતમાર્ગ તરફ વાળી સમગ્ર ભારતના ભવ્યજીવો પર અપાર
ઉપકાર કર્યો છે. આ રીતે વીતરાગ જિનેંદ્રોએ પ્રરૂપેલા યથાર્થ મોક્ષમાર્ગનો પૂ. ગુરુદેવે
આ કાળમાં પુનરુદ્વાર કરી એક પાવનકારી યુગ સર્જ્યો છે. તેઓશ્રી શુદ્ધાત્માનુભવના
વજ્રખડક પર ઊભા રહીને અનેક વર્ષોથી સમગ્ર ભારતવ્યાયી હકિલ કરી રહ્યા છે કે હે
જીવો! આત્મા દેહ–વાણી–મનથી પૃથક પદાર્થ છે; તે પરના કર્તૃત્વ–ભોકતૃત્વથી રહિત છે.
અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત વીર્ય વગેરે અપાર શક્્યતાઓથી ભરેલા તે
પરમપદાર્થની પ્રતીતિ અને અનુભૂતિથી આત્મપર્યાયો વિકસિત થઈ પોતાનું પરિપૂર્ણ
સહજ રૂપ પ્રગટ થાય છે. –આ અમારો આત્મસાક્ષાત્કાર છે.’ આપણે પૂ. ગુરુદેવની આ
અનુભવવાણીનો મહિમા અંતરમાં લાવી, તેની અપાર ઊંડપ સમજી, નિજકલ્યાણ
સાધી, મનુષ્યભવને સાથંક કરીએ–એવી આ માંગલિક દિને ભાવના ભાવી
નિષ્કારણકરુણામૂર્તિ ગુરુદેવના ચરણકમળમાં દીનભાવે વંદન કરું છું.
હિંમતલાલ જેઠાલાલ શાહ