મંગલ જન્મોત્સવ અંક
પ ધા રો... પ ર મે ષ્ઠી ભ ગ વં તો!
જેમ લગ્ન ટાણે સગાવહાલાને માંડવે નિમંત્રે છે કે આ શુભ મંડપમાં
અમારા મંડપમાં પધારીને મંડપની શોભા વધારજો. તેમ અહીં સાધક ધર્માત્માને
પોતાના સ્વરૂપની લગની લાગી છે; તે સ્વરૂપ–લગનીના મંડપમાં સિદ્ધ
ભગવંતોને અને પંચપરમેષ્ઠી ભગવંતોને આમંત્રે છે કે હે પરમેષ્ઠી ભગવંતો!
મારી મુક્તિના મંગલ પ્રસંગે મારા આંગણે... મારા ચૈતન્યમંડપમાં પધારો.
આપના પધારવાથી અમારા મંડપની (–અમારા રત્નત્રયની) શોભા વધશે. હું
વિભાવનો આદર છોડીને સ્વભાવનો આદર કરૂં છું. –માટે હે સિદ્ધભગવંતો, હે
અર્હંતો ને હે મુનિવરો! મારી સ્વભાવદશાના શુદ્ધ આંગણે પધારો... આપને
ઓળખીને હું આપના પરિવારનો થયો. આપને મારા અંતરમાં સાથે રાખીને હું
મારા શુદ્ધસ્વરૂપની લગની કરું છું–તેને સાધું છું. આ રીતે પંચપરમેષ્ઠી
ભગવંતોના બહુમાનપૂર્વક પોતાના શુદ્ધસ્વરૂપનો આદર કરીને સાધક જીવ
સિદ્ધપદને સાધે છે. (પૂ. ગુરુદેવ)