Atmadharma magazine - Ank 235
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 53

background image
આત્મધર્મઃ૨૬:
મંગલ જન્મોત્સવ અંક
આદર્યો પ્રવાસ મોક્ષપાટણ પહોંચવાનો.
૧૦. કરે છે તે વ્યવહારભાવોને સદાય ગૌણ અને આપે છે જ્ઞાયકભાવને સદાય મુખ્યતા.
૧૧. છે તે સદાય મુક્તિનો મહામુમુક્ષુ અને વિકારી ભાવોનો વિજેતા.
૧૨. પાવન યાત્રિક બન્યો છે તે અનેક તીર્થંધામોનો અને સિદ્ધક્ષેત્રોનો.
૧૩. અનેક ભવ્યોના સંસારવિષ ઊતર્યાં છે જેમની પરમ અમૃતમય વાણીથી.
૧૪. વહેવડાવ્યા છે શ્રુતજ્ઞાનના ધોરિયા જેમણે અને તેથી શુદ્ધ બન્યાં છે તેમાં સ્નાન કરનાર
ભાવિકોનાં હૃદયો.
૧પ. મંત્રમુગ્ધ બન્યા છે અનેક જીવો જેમની મધુરી શ્રુતજ્ઞાનની બંસરીના નાદે.
૧૬. અંતર ઉલ્લસિત થયાં છે અનેક મુમુક્ષુઓનાં જેમની અમોધ આત્માનુભવપૂર્ણ
કલ્યાણકારિણી વાણીના શ્રવણથી.
૧૭. સંસારસાગર પાર ઉતારનાર જે જ્ઞાની સુકાની છે
૧૮. અધ્યાત્મનિધાની ખુલ્લાં મૂક્્યાં છે જે ચૈતન્યઋદ્ધિધારીએ.
૧૯. અધ્યાત્મશ્રુતસાગરમાંથી વીણીને જગત સમક્ષ પ્રગટ કર્યાં છે અનેક મહામૂલ્યવાન સિદ્ધાંત
મૌક્તિકો.
૨૦. શુદ્ધાત્મદ્રવ્યના આલંબને જ સાધી શકાય છે આત્મકલ્યાણ એવું જેમણે અમંદપણે
પ્રતિપાદન કરેલ છે.
૨૧. પરદ્રવ્ય–પરભાવની ઉપેક્ષા કરીને સ્વદ્રવ્ય–સ્વભાવની જ અપેક્ષા કરવાનું જેઓ નિરંતર
ફરમાવે છે.
૨૨. સંસારના રંગરાગને હેય કરી જેઓ નીરાગી આત્માનંદનો આસ્વાદ કરી રહ્યા છે.
૨૩. અંતરંગ ચૈતન્યઅંગમાં અભંગ છલંગ મારવા જેઓ સતત પ્રયત્નશીલ રહે છે.
૨૪. સહજાનંદમય પરિણતિનો જેઓ તાદશ ચિતાર આપે છે.
૨પ. સ્થપાયાં છે અનેક ભવ્ય જિનમંદિરો જેમના પરમપુનિત પ્રતાપે.
૨૬. પાવન બન્યાં છે અનેક શહેરો જેમના પવિત્ર ચરણકમળથી.
૨૭. આધર્યાં અનેક જીવોએ બ્રહ્મચર્ય જે કુમાર બ્રહ્મચારીના સદુપદેશથી.
૨૮. સિદ્ધપદપ્રાપ્તિનો છે તે પાવન પથિક.
૨૯. છે તે જૈનન્દ્રતત્ત્વજ્ઞાનનો મહાન પ્રચારક.
૩૦. છે તે આદર્શ આત્મહિતસાધક.
૩૧. છે તે ચૈતન્યવૈભવધારી અને આત્મસમૃદ્ધિનો સ્વામી.
૩૨. વર્તે છે સુયોગ જેમને પુણ્ય અને પવિત્રતાનો.