આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર.
ગુરુદેવશ્રીની જન્મજયંતિનો
આજનો દિવસ અપૂર્વ આનંદ
અને ઉલ્લાસનો છે. આપણા–
સર્વે મુમુક્ષુ આત્માર્થી જીવોના
ઉદ્ધારનો, એટલે કે ધાર્મિક
જીવનના જન્મનો આજનો
અવસર છે. જૈનધર્મને ભૂલીને
અનાદિકાળથી સંસારમાં
રખડતા જીવોને, જૈનધર્મના
વાસ્તવિક સ્વરૂપનું ભાન
કરાવનાર પરમપૂજ્ય
ગુરુદેવશ્રીનો અનંત ઉપકાર
છે. અજ્ઞાની જીવો જડની
ક્રિયામાં અને પુણ્યમાં
ધર્મમાની અને મનાવી રહ્યાં
છે. ત્યારે ચિદાનંદમૂર્તિ આત્મા
જડથી ને વિકારથી ભિન્ન છે–તેના સ્વાનુભવથી જ સમ્યક્ત્વ અને ધર્મ થાય છે, –એવી સમ્યગ્દર્શનની
અપૂર્વ વાત ગુરુદેવ સંભળાવી–સમજાવીને આપણું અપૂર્વ કલ્યાણ કરી રહ્યા છે. વર્તમાન દુઃષમકાળમાં
આવા અપૂર્વ જ્ઞાનીઓના સમાગમ વિના અને તેમના વચનામૃતોનું અપૂર્વ શ્રવણ મળ્યા વિના આપણું
શું શાત! તે કલ્પનામાં આવી શકતું નથી. તેઓએ આપણને ભયંકર ભાવમરણોથી ઉગારીને અપૂર્વ
આત્મજીવન અર્પ્યું છે. જ્યારે તીર્થંકરો–કેવળીઓ કે ગણધરોનો આપણને વિરહ વર્તે છે એવા આ કાળે
સાક્ષાત્ સ્વાનુભૂતિનો નિઃશંક માર્ગ પ્રકાશીને ગુરુદેવે તે વિરહ ભૂલાવી દીધો છે. તેમના ઉપકારનો
બદલો કોઈ રીતે વળી શકે તેમ નથી. આવા ગુરુદેવનો સાથ આપણને સદાય રહ્યા કરે, આપણે મોક્ષ
પામીએ ત્યાંસુધી તેઓ આપણું કાંડું છોડે નહિ ને નિરંતર તેમની મીઠી છાયામાં રહીને આપણું
મંગલકાર્ય પૂરું કરીએ–એવી ભાવનાપૂર્વક અત્યંત ભક્તિથી તેઓશ્રીના ચરણોને અભિનંદું છું.